IndiaPoliticsSocial Media BuzzWorld
Trending

અભિનંદને પાકિસ્તાનમાં પણ હિન્દુસ્તાન જિંદાબાદ ના લગાવ્યા નારા

ભારતીય વાયુ સેના દ્વારા ૨૬ મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાકિસ્તાનમાં ઘૂસીને એટલે કે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર બોમ્બ વર્ષાવવામાં આવ્યા હતા અને આતંકી ઠેકાણાઓ નેસ્તોનાબૂદ કરવામાં આવ્યા હતા.

મિરાજ
ફોટો: સોશિયલ મીડિયા

જેના બાદ પાકિસ્તાનમાં ફફ્દાતનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને પોતાની ઓકાદ બતાવતા પોતાના બે ફાઈટર પ્લેન ભારતની સીમા પાર મોકલવાની કોશિશ કરી હતી પરંતુ નિષ્ફળતા મળી હતી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સમા સમા વાયુ યુદ્ધમાં ભારે પાકિસ્તાનના એક ફિતર પ્લેન ને ધ્વસ્ત કરી નાખ્યું હતું.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

પાકિસ્તાન દ્વારા ભારતના બે એરક્રાફ્ટ પર હમલો બોલવામાં આવ્યો હતો જે ગઈ કાલે સવારે પાકિસ્તાનમાં ઘુસી ને તેમને પાઠ ભણાવવા જઈ રહ્યા હતા. પાકિસ્તાની સમાચાર પત્ર ડોન માં છપાયેલા એક રીપોર્ટ મુજબ ભારતના બે એરક્રાફ્ટ પર પાકિસ્તાની વાયુ સેના દ્વરા હમલો કરવામાં આવ્યો હતો જેમાં એક એરક્રાફ્ટ સળગતું સળગતું ભારતીય સીમા માં જઈને પડ્યું હતું જયારે બીજું એરક્રાફ્ટ પાકિસ્તાનમાં તૂટી પડ્યું હતું.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાનમાં તૂટી પડેલા એરક્રાફ્ટનો પાઈલોટ પેરાશુટ દ્વારા પીઓકે માં લેન્ડ થયો હતો જેને પાકિસ્તાન આર્મી દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. રીપોર્ટમાં જણાવ્યા મુજબ તે પાઈલોટ બીજું કોઈ નહિ પરંતુ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જયારે પાકિસ્તાનમાં લેન્ડ થયા ત્યારે તેમનો સૌથી પહેલો સવાલ પાકિસ્તાની નાગરિકોને એ હતો કે આ ભારત છે કે પાકિસ્તાન? ત્યારે ત્યાં હાજર પાકિસ્તાની નાગરિકો એ ભારતીય જવાનને કન્ફૂઝ કરવા માટે જણાવ્યું કે આ હિન્દુસ્તાન છે.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને તરતજ પાકિસ્તાન ની સરજમીન પર હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા લગાવ્યા જે આજુ બાજુ માં ચારે કોર ગુંજવા લાગ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની યુવાનો એ સમી પ્રતિક્રિયા આપતા પાકિસ્તાન આર્મી જિંદાબાદ ના નારા લગાવ્યા હતા.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાન આર્મી જિંદાબાદના નારા સાંભળીને અભિનંદન વર્ધમાનને ખબર પડી ગઈ કે તે પાકિસ્તાનમાં લેન્ડ થયા છે તરત જ તેમણે પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી અને હવામાં ફાયરીંગ કરીને પાકિસ્તાની નાગરિકોને ચેતવ્યા અને ફરી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાવ્યા હતા.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

નારા લગાવતા લગાવતા અભિનંદન આગળ ભાગ્ય અને તેમની પાછળ પાકિસ્તાની નાગરિકો તેમને પકડવા ભાગતા હતા. અભિનંદન વર્ધમાન પાસે ભારતના નકશા અને અમુક દોક્યીમેન્ત હતા જે કોઈપણ હાલત માં પાકિસ્તાન સૈનિકના હાથમાં ના આવવા જોઈએ જેથી તે ભાગતા હતા.

અભિનંદન
ફોટો: સોશિયલ મીડિયા

અભિનંદન દ્વારા એક તળાવ માં કુદકો મારવામાં આવ્યો અને તેમની પાસે રહેલા તમામ નકશા અને દસ્તાવેજ તેઓ ચાવીને ગળી ગયા. અને બીજા ડોક્યુમેન્ટ પાણીમાં ફેંકી દીધા જે થી તેનો ઉપયોગ ના થઇ શકે. આટલી વારમાં પાકિસ્તાની નાગરિક દ્વારા પાકિસ્તાન અર્મીને જાણ કરવામાં આવી અને પાકિસ્તાન આર્મી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

અભિનંદન વર્ધમાન ના આ વીરતા ભર્યા અને સાહસપૂર્ણ કાર્યથી આખાય ભારતની છાતી ગડ ગડ ફૂલી રહી છે. સલામ છે અભિનંદનને કે પાકિસ્તાનમાં પણ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા અને ભારતની સુરક્ષા ખાતર પોતાની જાનની બાજી લગાવીને પણ એ નકશા અને ડોક્યુમેન્ટ પાકિસ્તાન આર્મીના હાથમાં આવવા ન દીધા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!