ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીર માં ભારત સરકાર દ્વારા આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાન જમીન ખોઈ બેઠું હોય એવા ધતિંગ શરૂ કરીને આખાય વિશ્વના દેશો પાસે ભારત વિરુદ્ધ કાર્યવાહીની ભીખ માંગી રહ્યું છે. અંતે પાકિસ્તાન દ્વારા જમ્મૂ-કશ્મીર બાબતે દુનિયાના તમામ દેશો પાસેથી કોઈ પણ મદદ આ મળતાં વિલા મોંએ પાછા ફરવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. પરંતુ પાકિસ્તાન વિશ્વનું ધ્યાન ભટકાવવા અને પોતાની તરફ આકર્ષિત કરવાના અવનવા પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને મંત્રીઓ દ્વારા રોજ બરોજ ભારતને ધમકીઓ આપવામાં આવી રહી છે.
પરંતું પાકિસ્તાને હવે હદ વટાવી દીધી છે ગઈ કાલે પાકિસ્તાન દ્વારા બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની આ મિસાઈલનું પરીક્ષણ કરાંચીની આજુબાજુ થયું હોય એવું માનવામાં આવે છે કારણ કે પાકિસ્તાને તેના કરાંચી એરસ્પેસને ત્રણ દિવસથી બંધ રાખ્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ સફળતાપૂર્વક થતાં પાકિસ્તાનનો અહંકાર આસમાને પહોંચી ગયો હતો અને જોશમાં આવેલા પાકિસ્તાન સરકારનાં મંત્રી શેખ રશીદે કહ્યું હતું કે, કાશ્મીરની આઝાદીનાં અંતિમ સંઘર્ષનો સમય આવી ગયો છે અને આ વખતે ભારત સાથે થનારૂ યુદ્ધ અંતિમ રહેશે.
પાકિસ્તાન સરકારના મંત્રી દ્વારા આવા ભડકાઉ અને બે જવાબદાર નિવેદન બાબતે ભારતના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવિશ કુમારે જણાંવ્યું કે, દુનિયા સામે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં તણાવભર્યુ માહૌલ બતાવવા માગે છે. પરંતુ પાકિસ્તાનની આ હલકી રણનીતિ અને બોગસ ચાલાકીને દુનિયાના દરેક દેશો સમજી ગયા છે. દુનિયાના તમામ દેશો જાણે છે કે પાકિસ્તાન યેનકેન પ્રકારે વાતાવરણ ખરાબ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનના નેતાઓ તરફથી અપાતા નિવેદનો અમારા આંતરિક મામલામાં દખલગીરી સમાન છે અને આ બાબતે અમારી સુરક્ષા એજન્સીઓ સ્થિતિને સુધારવા માટે સંપૂર્ણ પણે તૈયાર અને સક્ષમ છે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને જણાંવ્યું કે, પાકિસ્તાન અને તેના નેતાઓ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન અકળાઇ ઉઠ્યું છે. અને આ જ કારણે પાકિસ્તાન સરકાર પાકિસ્તાનમાં પોતાની રાજકીય મનશા પરિપૂર્ણ કરવા માટે જમ્મુ-કાશ્મીરને મામલે પાકિસ્તાનમાં પાકિસ્તાની નેતાો ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. જેની ભારત આકરી નિંદા કરે છે. આ ઘણા બિનજવાબદાર નિવેદન છે. પાકિસ્તાનનાં મંત્રી શેખ રશીદ પર ભારતનું નિવેદન માહૌલ ખરાબ કરવાની દિશામાં જ છે. અમારી સુરક્ષા એજન્સીઓ તૈયાર છે અમે કડક જવાબ આપવા સક્ષમ છીએ એ પાકિસ્તાને ભૂલ્યા વગર યાદ રાખવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ગુરૂવારે બેલેસ્ટિક મિસાઇલ ગજનવી ટેસ્ટ કરી હતી. જેની રેન્જ જોવા જઈએ તો 300 કિમી છે. તેનો ઉપયોગ હવામાં નહીં પરંતુ જમીનથી જમીન પર જ થઈ શકે છે. પાકિસ્તાનનો નેશનલ ડેવલપમેન્ટ કૉમ્પ્લેક્સ પાકિસ્તાન અધિકૃત પંજાબના ફતેહગંજમાં છે, જ્યાંથી તેને ટ્રેક કરવામાં આવી શકે છે. પાકિસ્તાને આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરતાં ભારતને લુખ્ખી ધમકી આપી હતી જેના જવાબમાં ભારતે કડક શબ્દોમાં ચેતવણી રૂપે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનનો રીતસરનો ઉધડો લઈ નાખ્યો છે.