PoliticsWorld

પાકિસ્તાન ના પૂર્વ PM ઈમરાન ખાન સત્તા મેળવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શરણે!

પાકિસ્તાન ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. આ સાથે તેણે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ અને વર્તમાન પીએમ શાહબાઝ શરીફ પર નિશાન સાધ્યું છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે નવાઝ શરીફની પાકિસ્તાન બહાર વિદેશોમાં અબજોની સંપત્તિ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈમરાન ખાન કહેતા સંભળાય છે કે, “નવાઝ શરીફ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતા પાસે અબજોની સંપત્તિ નથી. મને એવા દેશ વિશે કહો કે જેના વડા પ્રધાન અથવા નેતાની દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણાં પાડોશી દેશમાં પણ પ્રધાનમંત્રી મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે?”

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ના પૂર્વ પીએમ ઈમરાન ખાને થોડા દિવસો પહેલા પંજાબ પ્રાંતના ચકવાલમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન શાહબાઝ શરીફની મજાક ઉડાવી હતી. ઈમરાન ખાને દાવો કર્યો, “શેહબાઝ શરીફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીથી ડરી ગયા છે. તાજેતરમાં ઉઝબેકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન, પુતિનની હાજરીમાં શહેબાઝ શરીફના પગ ધ્રૂજતા હતા.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ઈમરાન ખાને અગાઉ અમેરિકાના દબાણ છતાં રશિયા પાસેથી સબસિડીવાળા તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર (જ્યારે ઈમરાન ખાન પીએમ હતા) પણ સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ જ લાઇન પર કામ કરી રહ્યું હતું. ઈમરાન ખાને કહ્યું હતું કે, “ક્વોડનો ભાગ હોવા છતાં, ભારતે યુએસનું દબાણ ને વાસ થયા વગર જનતાને રાહત આપવા માટે સબસિડીવાળા રશિયન તેલની ખરીદી કરી. સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી અમારી સરકાર આ જ હાંસલ કરવા માટે કામ કરી રહી હતી.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ઈમરાન ખાને એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ના પીએમ શહેબાઝ શરીફે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે વાતચીતમાં નાણાકીય મદદ માંગી હતી. તેણે કહ્યું કે શાહબાઝ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પાસે પૈસાની માંગ કરી રહ્યો હતો. પરંતુ તેઓ તમને પૈસા કયા આધારે આપશે, જ્યારે તેમને ખબર છે કે વડાપ્રધાન પર ભ્રષ્ટાચારના કેસ નોંધાયેલા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!