GujaratPolitics

પાટીલ નો પાવર પ્લે! વિપક્ષને વિધાનસભા ચૂંટણી લડતાં પહેલાં જ હરાવવાનો પ્લાન??

ગુજરાતમાં જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ જામતુ જાય છે. પાર્ટીઓ બદલવાનો દૌર વધતો જઈ રહ્યો છે. ભાજપ દવવાર કોંગ્રેસના થોકબંધ નેતાઓને ભાજપમાં જોડીને પોતાનું કદ વધારી દીધું છે. થોડા થોડા સમય કોંગ્રેસ નેતાઓને જોડીને ભાજપ પોતાની એક અલગજ હવા બનાવી રહ્યું છે. હવે પાછા નવા સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના છ ધારાસભ્યો કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની મીડિયા જગતમાં ચર્ચા જામી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારીએ આ વાત ઉપજાવી કાઢી છે એમ કહીને આ માત્ર એક અફવાહ ગણાવી દીધી છે. ભાજપ ધીમે ધીમે કોંગ્રેસ ના અનુભવી નેતાઓને પોતાની સાથે લઈને કોંગ્રેસને વિક પાડી રહી છે.

હાર્દિક પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કોંગ્રેસ ના નેતાઓ ધારાસભ્યોને પાર્ટી માં શામેલ કરવાં આવી રહ્યા છે. હમણાં હમણાં તો આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરને પણ ભાજપે ખેસ પહેરાવી આવકાર આપ્યો છે. કોંગ્રેસ નેતાઓની વાત કરીએ તો ભાજપ માં કોંગ્રેસ નેતાઓનું તો કીડીયારું ઉભરાયું છે. હાલમાં ભાજપ સરકારમાં 3..4 મંત્રીઓ પણ કોંગ્રેસી છે. ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને પોતાની સાથે જોડવામાં ને જોડવામાં પોતાના સંનિષ્ટ કાર્યકરો અને જમીન સાથે જોડાયેલા નેતાઓ ની અવગણના કરતી હોય તેવું કેટલાક કાર્યકરો અને નેતાઓને લાગી રહ્યું છે. કેટલાક નેતાઓ હાલમાં પણ ભાજપ માં ગૂંગળામણ અનુભવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

હાર્દિક પટેલ,ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ આજ પાટીલ નો પાવર પ્લે છે. કોંગ્રેસ નેતાઓ ને ભાજપ માં જોડીને તેમને નિષ્ક્રિય કરી નાખવાના અને કોંગ્રેસ ને નબળી કરી ને આસાનીથી જીતી જવાનું. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કોંગ્રેસન નેતાઓ કે ધારાસભ્યોને પાર્ટી માં લેવામાં આવશે નહીં પરંતુ આ માત્ર એક નિવેદન બની રહ્યું હતું. ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ ના આ નિવેદન બાદ અત્યાર સુંધીમાં ગુજરાત ભાજપે થોકબંધ વિપક્ષી નેતાઓને ભાજપ નો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. હાલમાં જ જોઈએ તો કોંગ્રેસના કેટલાય નેતાઓને ભાજપે આવકાર્યા છે એટલું જ નહીં ખુદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કોંગ્રેસ ના નેતાઓને ખેસ પહેરાવીને સ્વરાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

પાટીલ ના પાવર પ્લે ને જે સમજી શકે તે જ સમજી શકે છે. વિપક્ષના થોકબંધ નેતાઓ ને ભાજપે પોતાના માં સમાઈ ને એક કાંકરે બે તિર માર્યા છે. ભાજપ માં લઇ ને તેમનું જોર સમાપ્ત કરી નાખ્યું અને બીજું કોંગ્રેસ ને વધારે નબળી કરી નાખી. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં માથું ઊંચકી રહી છે. તો કોંગ્રેસને બેઠી કરવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં આંટાફેરા કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ધારાસભ્યો ભાજપ માં જોડાવા જઈ રહ્યા છે તેના ડેમેજ કંટ્રોલ કરવા માટે અશોક ગેહલોત ગુજરાત આવ્યા હતાં અને સાથે સાથે આપ ભાજપ ને કન્ટ્રોલ કરવા માટે કોંગ્રેસની રણનીતિ નક્કી કરવા ગુજરાત આવ્યા હતા. રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત એક પાક્કા ચૂંટણી રણનીતિકાર અને માસ્ટર ખેલાડી છે. જાદુગરના હુલામણા નામે ઓળખાતા અશોક ગેહલોત દ્વારા આ પહેલા પણ પોતાના કરતબ ગુજરાતમાં દેખાડી ચુક્યા છે.

બિહાર, કોંગ્રેસ, પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!