GujaratPolitics

નરેશ પટેલ નું સુચક નિવેદન! કાયા પક્ષમાં જોડાશે તે બાબતે સૂચક નિવેદન!

ઘણા સમયથી પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ મામલે સમાચારો વહેતા થયા છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈને સેવા કરશે. આ બાબતે ગુજરાતની દરેક પાર્ટીએ તેમને આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એ પણ નરેશ પટેલ ને તેમની પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.તો ક્યાંક તો દિલ્લી થી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો કેટલાક સમાચાર તો એવા ફરી રહ્યા છે કે નરેશ પટેલ આમ આદમી પાર્ટી માંથી રાજ્યસભા જઈ શકે છે અને એ પણ હાલમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી તે પંજાબથી. હાલ માં જ્યાં સુંધી નરેશ પટેલ મગનું નામ મરી પાડે નહીં ત્યાં સુંધી આ બધી અફવાહ જ ગણી શકાય.

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી કન્યા છાત્રાલયમાં ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને લેઉવા પાટીદાર સમાજની બેઠક મળી હતી અને આ બેઠક પહેલાં એવા સમાચારો વહેતા થયાં હતાં કે આ રાજકીય મિટિંગ છે, શક્તિ પ્રદર્શન છે પરંતુ જયેશ રાદડિયા અને નરેશ પટેલ દ્વારા જાહેરમાં જણાવ્યું હતું કે આ મિટિંગ એકદમ સામાજિક છે તદ્દન બિનરાજકીય છે. સમાજના જ લોકો ભેગા થયાં છે કોઈપણ પ્રકારની રાજકીય વાતો કેનિવેદન બાજી થશે નહીં. આ દરમિયાન બેઠક ને અંતે પત્રકારો દ્વાર નરેશ પટેલને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા તેના જવાબ તેમણે આપ્યા હતા. અને કહ્યું હતું કે આ સમજની મિટિંગ હતી અને સમાજના કલ્યાણ સિવાય અન્ય રાજકીય ચર્ચાઓ થઈ નથી.

સીએમ રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા નિવેદન, પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તેમજ કયા પક્ષમાં નરેશ પટેલ જશે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે. પરંતુ મને શ્રદ્ધા છે કે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ તે બાબતે નરેશ પટેલે જણાવ્યું કે રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જે પણ નિર્ણય હશે એ મીડિયાના માધ્યમથઈ દરેક સુંધી પહોંચાડવામાં આવશે. નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલ નિવેદન ને સૂચક ગણી શકાય છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

કેજરીવાલ સાથે થયેલી મુલાકાત બાબતે પણ ખુલાસો કર્યો અને કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલ સાથે થયેલી મુલાકાત રાજકીય નોહતી અને હમણાંની વાત નથી ઘણા સમય પહેલાંની વાત છે તે વ્યાપારિક મિટિંગ હતી રાજકારણ સાથે તે મિટિંગને કોઈ લેવાદેવા નથી. આ ઉપરાંત તેમણે ભાજપના નેતા દિલીપ સંઘાણી દ્વારા આપવામાં આવેલા એક નિવેદન અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. પરંતુ તેમણે આડકતરી રીતે જણાવી દીધું હતું કે, રાજકારણમાં જોડાવવા અંગે હું 20 થી 30 માર્ચ સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ. સમાજ કોઇ 2-3 લોકોનો નથી, ખૂબ જ મોટો સમાજ છે તે તમામની સલાહ લઇને જ રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય લઇશ.

જણાવી દઈએ કે, પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેની અટકળો ચાલી રહી છે. અને આ અટકળો અંગે નરેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં તે બાબતે 30 માર્ચ સુધીમાં પોતાનો નિર્ણય લેશે અને જણાવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા બાબતે જે પણ નિર્ણય લેવામાં આવશે તે નિર્ણય સમાજને પૂછીને જ લેવામાં આવશે અને પછી જ હું રાજકારણમાં આવીશ. આ પહેલાં નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલ એક નિવેદન માં જણાવ્યું હતું કે, રાજનીતિમાં જઈશ. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. નરેશ પટેલનું નિવેદન સૂચક ગણી શકાય.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!