IndiaPolitics

પીએમ મોદીએ અશોક ગેહલોત ના વાખાણ કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા! ઘમાસાણ!

પીએમ મોદીએ એક કાર્યક્રમમાં ગેહલોતના વખાણ કર્યા હતા. ત્યારથી સચિન પાયલટ અને તેના સમર્થકો ગેહલોતને નિશાન બનાવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે કોંગ્રેસ નેતા સચિન પાયલટને તેમની વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો માટે ઠપકો આપતા કહ્યું કે, ‘આવી ટિપ્પણી ન કરવી જોઈએ.’ વાસ્તવમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે સીએમ ગેહલોતની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી શેર કરવામાં આવી રહી છે.

અશોક ગેહલોત

પીએમ મોદીએ એક કાર્યક્રમમાં ગેહલોતના વખાણ કર્યા હતા. ત્યારથી સચિન પાયલટ અને તેના સમર્થકો ગેહલોતને નિશાન બનાવી રહ્યા છે. પાયલોટે કહ્યું હતું કે પાર્ટી દ્વારા તેને “હળકામાં ન લેવું જોઈએ” તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદીએ ગુલાબ નબી આઝાદના વખાણ કર્યા ત્યારે બધાને ખબર હતી કે શું થયું. આઝાદે તાજેતરમાં જ પાર્ટી છોડી દીધી છે. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે ગેહલોતની પ્રશંસાને ‘ખૂબ જ રસપ્રદ’ ઘટના ગણાવી હતી.

આ સાથે તેમણે ટોણો મારતા પાર્ટીના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પણ યાદ કર્યા હતા. વાસ્તવમાં જ્યારે આઝાદ રાજ્યસભા છોડી રહ્યા હતા ત્યારે પીએમ મોદી તેમના વખાણ કરતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ ઘટનાના થોડા મહિના પછી આઝાદે કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી. પાયલોટે કહ્યું હતું કે, ‘આપણે બધાએ માનગઢ ધામની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ જોયા.

વધુમાં આગળ જણાવ્યું કે, આપણે બધાએ રાજ્યસભામાં પહેલા પણ આવી જ વસ્તુઓ જોઈ છે જ્યારે PMએ તેમના વિદાય દિવસે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી. તે પછી શું થયું તે બધા જાણે છે. આ ગઈકાલનો એક રસપ્રદ વિકાસ છે અને તેને હળવાશથી ન લેવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ’25 સપ્ટેમ્બરે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક હતી જે થઈ શકી ન હતી જેના માટે મુખ્યમંત્રીએ માફી માંગી હતી.

આ બાબતે AICCએ તેને અનુશાસનહીન મામલો ગણ્યો હતો અને 3 લોકોને નોટિસ આપી હતી. કોંગ્રેસ જૂની અને શિસ્તબદ્ધ પાર્ટી છે. વ્યક્તિ ગમે તેટલી મોટી હોય, કાયદા અને નિયમો દરેકને લાગુ પડે છે. હજુ સુંધી એ લોકો પર કાર્યવાહી થઈ નથી પરંતુ જલ્દી જ કાર્યવાહી થઈ શકે છે. ખરગે સાહેબ નવા પ્રમુખ બન્યા છે તેઓ સેટ થાય પછી અનુશાશનહીનતા બાબતે જારી થયેલી નોટિસમાં આગળ કાર્યવાહી થઈ શકે છે.

પાયલટ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાબતે અશોક ગેહલોત ગુસ્સે થઈ ગયા છે અને આ મામલે પ્રતિક્રિયા આપતા ગેહલોતે અલવરમાં કહ્યું, ‘તેમણે આવી ટિપ્પણી ન કરવી જોઈએ. તો આ યુદ્ધમાં પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ પણ કૂદી પડ્યા છે અને બંને નેતાઓને શિસ્તમાં રહેવા જણાવ્યું હતું. કેસી વેણુગોપાલે પાર્ટીના દરેકને આવી કોઈ ટિપ્પણી ન કરવા કહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ શિસ્તનું પાલન કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજસ્થાનના માનગઢ ધામની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમમાં અશોક ગેહલોત સાથે મંચ શેર કર્યો હતો. આ દરમિયાન ગેહલોતે કહ્યું હતું કે, ‘PM મોદી જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમને ઘણું સન્માન મળે છે. કારણ કે તે ગાંધી રાષ્ટ્રના પીએમ છે, જ્યાં લોકશાહી ઊંડી છે- જ્યારે વિશ્વને આ વાતનો અહેસાસ થાય છે, ત્યારે તેઓ ગર્વ અનુભવે છે કે તે દેશના પીએમ તેમની પાસે આવી રહ્યા છે…”

આ પછી પીએમએ સીએમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘અશોક ગેહલોત જી અને મેં સીએમ તરીકે સાથે કામ કર્યું છે. આપણા ઘણા મુખ્યમંત્રીઓમાં તેઓ સૌથી વરિષ્ઠ હતા. અશોક જી હજુ પણ સ્ટેજ પર બેસનારા સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રીઓમાંના એક છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી હતા અને કેટલીય વાર સાથે જોવા મળ્યા છે. અને પાડોશી રાજ્યના મુખ્યમંત્રી હોવાને કારણે વાતચીત પણ થઈ હોય એ શક્ય જ છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!