GujaratIndiaPolitics

પ્રધાનમંત્રી મોદી ગુજરાતની શાળામાં પહોંચતા રાજકારણ ગરમાયું! કેજરીવાલ એ કહ્યું…

પ્રધાનમંત્રી મોદી 19-20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. તેમની મુલાકાતના પહેલા જ દિવસે પ્રધાનમંત્રીમોદી એ અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી સ્કૂલમાં બાળકો સાથે ક્લાસરૂમમાં બેઠેલા જોવા મળ્યા હતા. PM મોદીનું શાળામાં આગમન થતાં ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમે કહ્યું કે હવે શિક્ષણ પ્રણાલી સ્માર્ટ બની છે અને ગુજરાતની શિક્ષણ પ્રણાલીમાં સુધારો થયો છે. PM મોદીની સ્કૂલ મુલાકાત પર અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે હું ખૂબ જ ખુશ છું કે આજે દેશના તમામ પક્ષો અને નેતાઓએ શિક્ષણ અને શાળાઓ વિશે વાત કરવી પડી છે. આ અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. હું આશા રાખું છું કે માત્ર ચૂંટણી દરમિયાન શિક્ષણ ચૂકી ન જાય. તમામ સરકારો સાથે મળીને માત્ર 5 વર્ષમાં તમામ સરકારી શાળાઓને તેજસ્વી બનાવી શકે છે. AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે સાહેબ જ્યારે આવ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ફરીથી શિક્ષાનો મુદ્દો બનાવીને ઉઠાવવામાં આવ્યો છે. આ પહેલાં દિલ્લીના શિક્ષણમંત્રી પણ ગુજરાતની શાળાની મુલાકાત લઈને ગુજરાતમાં શિક્ષણને મુદ્દો બનાવી ને જીતુ વાઘાણીને આડે હાથ લીધા હતા. અને દિલ્લી ની શિક્ષાનીતિ ને ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું હતું. હોવી કેજરીવાલ દ્વારા આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી ને ઘેરવામાં આવ્યા છે.

મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરીને લખ્યું છે કે આજે પહેલીવાર મોદીજી ગુજરાતના બાળકો સાથે શાળામાં બેઠા. જો તેની શરૂઆત 27 વર્ષ પહેલા થઈ હોત તો આજે ગુજરાતના દરેક શહેરથી લઈને ગામડા સુધીનું બાળક અદ્ભુત શિક્ષણ મેળવતું હોત. દિલ્હીમાં 5 વર્ષમાં બની શકે છે, તો ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, પણ શિક્ષક નથી. 10 કરોડ બાળકોમાંથી મોટાભાગના બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે.

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યા બાદ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી એ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100માંથી 20 બાળકો શાળાએ જતા ન હતા. એટલે કે પાંચમા ભાગનું શિક્ષણ અધૂરું રહી ગયું હતું. શાળાએ ગયેલા ઘણા બાળકો આઠમા ધોરણમાં પહોંચતાની સાથે જ ભણવાનું છોડી દે છે. કમનસીબે દીકરીઓની હાલત પણ કફોડી હતી.

પહેલા છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. પ્રધાનમંત્રી મોદી દ્વારા શાળાની મુલાકાત લેતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આ પહેલાં પણ શાળા બાબતે દિલ્લી અને ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું હતું.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!