IndiaPolitics

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મોટું જોખમ! ભારતીય જનતા પાર્ટીની મોટી ચૂક…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં સૌથી વધારે સંક્રમણ હાલ અમેરિકામાં છે. તો અમેરિકાના રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મીલાનીયા ટ્રમ્પ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા અને આજે તેઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. ત્યારે ભારતમાં પણ કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ થી માંડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રોજ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાની વાત કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલમાં એક ટનલ નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા જે આ ટનલનું નામ અટલ ટનલ નામ આપવામાં આવ્યું છે. આ ટનલ ભારતની સૌથી લાંબી ટનલ છે. જેનો શિલાન્યાસ કોંગ્રેસ સરકાર વખતે કરવામાં આવ્યો હતો અને મોદી સરકાર દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ ભાજપ સરકાર દ્વારા મોટી ચૂક થઇ છે. ટનલના ઉદ્દઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ દ્વારા એક ભૂલ થઈ હતી. રામ મંદિરના શિલાન્યાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ બીજો સાર્વજનિક કાર્યક્રમ હતો. આ જાહેર કાર્યક્રમમાં હિમાચલ સરકારના હાથે મોટી ચૂક થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

3 ઓક્ટોબરના રોજ યોજાયેલા અટલ ટનલ રોહતાંગના ઉદ્ધાટન સમારોહ દરમિયાન ત્યાં પીએમ મોદીની સાથે, મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વનમંત્રી રાકેશ પઠાનિયા હાજર રહ્યા હતા. ત્યાર બાદ સમાચાર મળ્યા હતા કે પીએમ મોદી સાથે સતત સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વનમંત્રીએ પોતાને અઈસોલેટ કાર્ય છે.

આ કાર્યક્રમના આગાઉના દિવસે જ ત્યાંના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના શૌરી કોરોના પોઝિટિવ, હોવાની જાણ ટનલ ઉદ્ધાટન કાર્યક્રમના એક દિવસ પહેલાં એટલે કે 2 ઓક્ટોબરે જ થઈ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

હિમાચલ સરકાર દ્વારા આજ મોટી ચૂક થઈ છે. અટલ ટનલના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર તથા વનમંત્રી રાકેશ પઠાનિયા કોરોના સંક્રમિત ધારસભ્યન સપ્રકમાં આવ્યા હતા. અને આ બાદ મુખ્યમંત્રી પણ પોતે અઈસોલેટ થઇ જતાં ભાજપમાં ભયનો માહોલ છવાયેલો છે.

હિમાચલ સરકારની અટલ ટનલના ઉદ્ઘાટન દરમિયાન થયેલ આ એક ભૂલના લીધે પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરના માથે પણ કોરોનાનું મહા વિઘ્ન સર્જાયું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સાથે મંચ ઉપર બેસનારા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાની જાતને આઈસોલેટ કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

તેમણે આગળ જણાવ્યું હતું કે તેેમને શૌરીના પોઝિટિવ હોવાની જાણકારી 3 ઓક્ટોબરે મળી હતી. પીએમઓને અંગે કોઈ જાણ કરવામાં આવી નહતી. જો કે અટલ ટનલ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મંચ શેર કરનાર અને નજીકથી વાતચીત કરનારા વનમંત્રી રાકેશ પઠાનિયા પણ કોરોનાથી સંક્રમિત થયેલા ધરાસભ્યના સંપર્કમાં આવ્યા હતા, તેથી તેઓ જાતે આઈસોલેટ થયા હતા.

આ નેતાઓ થયા આઈસોલેટ

પઠાનિયાએ જણાવ્યું હતું કે તેમને શૌરી પોઝિટિવ થયા હોવા અંગેની માહિતી મુખ્યમંત્રીના આઈસોલેટ થયા તે પછી મળી છે. શૌરીએ અને મેં નજીકથી મુલાકાત કરી ન હતી અને અમે બંનેએ માસ્ક પણ પહેર્યા હતા. પરંતુ કોરોનાની માર્ગદર્શિકા અને ગાઈડલાઈનને આધારે મેં પોતાને આઈસોલેટ કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

હિમાચલ મુખ્યમંત્રી અને મંત્રીઆઈસોલેટ થયા પછી, હિમાચલ સીએમના રાજનીતિક સલાહકાર ત્રિલોક જમ્વાલ, ભાજપના સંગઠન મહામંત્રી પવન રાણા અને બીજા 6 થી વધુ નેતઓ પણ હોમ ક્વોરન્ટાઈન થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર બેસનાર શિક્ષામંત્રી ગોવિંદ ઠાકુરે પણ કહ્યું કે તેમણે અન્ય મંત્રીઓ જોડે મુલાકાત કરી નોહતી એટલે તેઓ આઈસોલેટ થયા નથી.

હિમાચલ સરકારની આ મોટી ચુક બાદ, પીએમ અને છેક પીએમઓ સુધી કોરોનાના સંકટના વાદળો ઘેરાયા છે. જોવા જઈએ તો, જ્યારે કોઈ પણ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓની જાણકારી મેળવવામાં આવે છે અને નજીકથી કોન્ટેક્ટમાં આવેલા લોકોને જાતે જ આઈસોલેટ થવાનું કહેવામાં આવે છે.

મોદી સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

પણ અહીં આવું જોવા મળ્યું ન હતું. શૌરીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી મળ્યા પછી શૌરીને તો આઈસોલેટ કરવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીથી લઈને કોન્ટેક્ટમાં આવેલા બીજા સાંસદો ફરતા રહ્યા અને બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંચ પણ શેર કર્યું હતું. હિમાચલ સ્વાસ્થ્ય વિભાગની આટલી મોટી ભૂલથી હિમાચલ સરકારની સાથે સાથે પ્રધાનમંત્રી અને પીએમઓ પર પણ કોરોના વાયરસના વાદળો ઘેરાયા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!