GujaratPolitics

ભાજપ ધારાસભ્ય ને દબંગાઈ ભારે પડી! પળવારમાં ઓકાદ ખબર પડી! રાજકીય ઘમસાણ!

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. નેતાઓ પોતાનું મહત્વ બતાવવા અવનવી ડંફાશ મારતા રહેતા હોય છે. પોતે દબંગ નેતા છે અને બધે તેમનું ચાલે છે એવું બતાવી ને મતદારો અને સમર્થકોમાં એક આગવું સ્થાન બનાવવા માંગતા હોય છે જે તેમને આગામી ચૂંટણીમાં મદદરૂપ થાય અને પોતાની એક દબંગ નેતા તરીકેની છાપ ઉભી થાય. પરંતુ ક્યારેક ક્યારેક નેતાજીની આવી જ હરકતો તેમની ઈજ્જત પાણી પાણી કરી નાખે છે. આવું જ કઈંક ભાજપ ધારાસભ્ય સાથે બન્યુ. દબંગ બનવાની ડંફાશ મારતાં નેતાને પોતાની ઓકાદ ખબર પડી. સમર્થકો અને કાર્યકરો સામે મોટી મોટી વાતો કરીને ભાજપ ધારાસભ્ય ભરાઈ ગયા અને છેવટે તેમને પોતાની ઓકાદ ખબર પડી. કાયદા આગળ સૌ સમાન એ સાબિત થયુ.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે ભાજપ નેતા અને વડોદરાના સાવલીથી ધારાસભ્ય કેતન ઇનામદાર ને ડંફાશ મારવી ભારે પડી. કાર્યકર્તાઓ અને સમર્થકો વચ્ચે પોતે કઇંક છે અને પોતાનું માત્ર સાવલી માં જ નહીં પરંતુ અમદાવાદ, મહેમદાવાદ, રાજકોટ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, ઉમરેઠ બધે જ ઉપજે છે માત્ર નામ લેવાથી વાળ વાંકો નહીં થાય. હવે આવી ભાજપ નેતા અને ધારાસભ્યને આવી ડંફાશ મારવી ભારે પડી રહી છે. થોડાક જ સમય માં ધારાસભ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પોલીસ દ્વારા તેમને તેમની ઓકાદ બતાવાઈ. કેતન ઇનામદાર દ્વારા એક સભામાં જણાવ્યું હતું કે, ‘મારું નામઆપી દેવું. લાઇસન્સની ક્યાંય જરૂર નહીં પડે’

કેતન ઈનામદાર
ફોટો સોશિયલ મીડિયા

ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે તેવા સમયમાં ભાજપ ધારાસભ્ય એ કાયદો અને વ્યવસ્થાની સીધી જ ચેલેન્જ આપી હતી જે ટૂંક સમયમાં જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા યુવા સંમેલનમાં યુવાનોને કાયદો વ્યવસ્થા માં બધા રૂપ બનવા અને અવ્યવસ્થા ઉભી થાય તેવા નિવેદન આપ્યા હતા. નેતાજી દ્વારા ગુજરાત પોલીસનું મોરલ ડાઉન થાય અને એક પડકાર ફેંક્યો હોય તેમ દાદાગીરી કરતો ધારાસભ્ય કેતન ઇનામદારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલથઈ રહ્યો છે.

કેતન ઈનામદાર
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ ધારાસભ્ય એ કહ્યું કે, સાવલીનો વ્યક્તિ ફસાય તો સાવલી વિધાનસભા મત વિસ્તારના ઇનામદારનું નામ જણાવી દેજો, તો કોઇ બાઇક લાઇસન્સની જરૂર નહિ પડે. ના માત્ર સાવલી પરંતુ અમદાવાદ, મહેમદાવાદ, રાજકોટ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, ઉમરેઠ કે અન્ય સ્થળે પકડાય તો કહી દેજો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ના ત્યાંથી છું. જેવી શેખી મારીને ભાજપ નેતાએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી જે બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જે બાદ સાવલી પોલીસ મથકની હદમાંથી પસાર થતા વિવિધ બાઇક સવારોને હેલ્મેટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સના મુદ્દે ડ્રાઈવ દરમિયાન 50 વાહનો પોલીસે ડીટેઇન કર્યા હતા.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

પોલીસની ડ્રાઇવ બાદ જે યુવકોના હેલ્મેટ અને જરૂરી ડોક્યુમેન્ટ વગર વાહન જપ્ત કર્યા હતા તે યુવકોએ ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરવા પહોંચ્યા હતાં જે બાદ ધારાસભ્યએ પોલીસ મથકે રૂબરૂ જઉ પડ્યું હતું અને ફરજ પરના અધિકારી સાથે ચર્ચા કરીને યુવકોને પોતાના વાહનો પરત આપાવ્યા હતા. જો કે પોલીસ દ્વારા તમામ વાહનો ના જરૂરી ડોક્યુમેન્ટ જમા લીધા હતા અને દંડ ભર્યેથી ડોક્યુમેન્ટ પરત આપવાની શરતે વાહન લઈ જવા દીધા હતાં. પોલીસને પડકાર ફેંકતાની સાથે જ પોલીસ દ્વારા કડક શબ્દોમાં જવાબ આપીને સાબિત કર્યું કે કાયદો અને વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે સમાન છે એ ધારાસભ્ય હોય કે સામાન્ય વ્યક્તિ.

હાર્દિક પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!