GujaratPolitics

19મી જૂને ગુજરાત માં મોટી રાજકીય ઉથલપાથલ થાય તો નવાઈ નહીં! જાણો!

કોરોના મહામારીના કારણે પાછી ઠેલાયેલી રાજ્યસભા ની ખાલી પડેલી ચાર બેઠકો માટે ગુજરાત માં મતદાનની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજયસભાની ચાર બેઠકો માટે મતદાનની તારીખ જાહેર થતાંની સાથે જ ગુજરાત ના રાજકિય વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે અને રાજકારણમાં ગરમાંગરમી વધી ગઈ છે. કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસ માટે રાજયસભાની બે બેઠક કબ્જે કરવા માટે આંકડાની કટોકટી સર્જાઈ ગઈ છે. તો ભાજપ પુરજોશમાં આવી ગયું છે. પરંતુ હજુ પણ ભાજપ માટે રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવી એ ખુબજ અઘરું છે.

મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું તે પહેલાં રાજ્યસભા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. લોકડાઉન પહેલા રાજ્યસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા અને હડકંપ મચી જવા પામ્યો હતો. લોકડાઉન બાદ અનલોક-1 ની જાહેરાત થઈ હતી અને ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા માટે મતદાન દિવસની તારીખ 19 જૂન જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા હતા અને કોંગ્રેસ જીતની બાજી હારવા લાગી ગઈ હતી. ચાર રાજયસભાની બેઠક માંથી એક ભાજપ પાસે એક આંચકી લેવાના કોંગ્રેસના સપના પર આ આઠ ધારાસભ્યોએ પાણી ફેરવી નાખ્યું તેમ લાગી રહ્યું છે.

ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

વર્ષ 2017 માં ગુજરાત વિધાનસભાની 77 બેઠકો કોંગ્રેસે જીતી હતી પરંતુ હવે પાર્ટીનું સંખ્યા બળ ઘટીને 65 થઈ ગયું છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. રાજ્યસભાની ચૂંટણી સુધી કોંગ્રેસે તેના બાકીના ધારાસભ્યોને સિનિયર નેતાની દેખરેખ હેઠળ અલગ અલગ સ્થળે મોકલી દીધા છે. કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ગોહિલને પ્રથમ પસંદગીના આધારે મત મળશે પરંતુ બીજી બેઠક માટે કોંગ્રેસનો રસ્તો મુશ્કેલ બન્યો છે કારણ કે બીજેપીએ નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

જેમ ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યોમાં અસંતોષ છે તે રીતે ભાજપમાં પણ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોમાં અસંતોષ હોવાનું જણાઈ રહ્યું છે. રાજસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપના કેટલાક ધારાસભ્યોએ ભાજપ સામે બાંયો ચડાઈ હતી તો હજુ હમણાંજ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને ધારાસભ્ય બનેલા પરસોત્તમ સાબરીયા એ જાહેરમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા તેમને કોઈ પ્રોગ્રામ અંગે જાણ કરવામાં આવતી નથી તેમજ પક્ષે તેમને સ્વીકાર્યા નથી. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમને માત્ર જયંતિ ભાઈ કવાડિયા સાથે માનમોટાવ છે. અને આ બાબતે પ્રદેશ નેતા સાથે વાત કરશે. તેવું જણાવેલ હતું.

ગુજરાત, રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

નેતાઓનો વિશ્વાસ ક્યારેય ન કરાય આજે શું બોલે અને કાલે શું બોલે. તાજું ઉદાહર કોંગ્રેસમાંથી ભજપમાં ગયેલા ધારાસભ્યોએ ભાજપમાં જતાં પહેલાં એક વિડીયો તેમના મત ક્ષેત્રની જનતા માટે બનાવ્યો હતો જેમાં તેઓ કહેતા હતા કે તેઓ જનતાદ્રોહ નહીં કરે અને ભાજપમાં નઈ જાય પરંતુ તેમ છતાં લોકડાઉન ખુલતાં કોંગ્રેસમાંથી ભાજપમાં પહોંચી ગયા હતા. એટલે 19મી જૂને કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થાય તો નવાઈ નહીં. કોંગ્રેસ દ્વારા એનસીપી પર દબાણ લાવીને વ્હિપ જાહેર કરાઈ દેવામાં આવ્યો છે તો બીટીપી સાથે પણ વાતચીત ચાલી રહી છે.

ગુજરાત, રાજ્યસભા, ધમણ, રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી, congress, rajya sabha, gujarat
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત કોંગ્રેસ આવખતે ભાજપ સામે નમતું જોખવા માટે તૈયાર નથી. કોંગ્રેસ પાસે હજુ પણ આંકડા છે અને એક સ્પષ્ટ રણનીતિ મુજબ કોંગ્રેસ બંને બેઠક જીતશે તેવી આશા કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ તૈયાર છે અને ભાજપ 3 બેઠક આરામથી જીતી જશે તેવું ભાજપ મોવડી મંડળ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ બંને પાર્ટીઓમાં ઉકળતો અસંતોસનો ચરુ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. બીજી તરફ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા દ્વારા પણ વારંવાર રાજ્યસભા બાબતે નિવેદનો આવી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે 19મી જૂને થાય છે શું!?

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!