IndiaPolitics

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ! ભાજપ નેતાએ ધારાસભ્યોને આપી આટલા કરોડની લાલચ!

મહારાષ્ટ્રમાં ચુંટણી પૂર્ણ થયે 14 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને આગામી 9 તારીખે એટલે કે આવતી કાલ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની સમયમર્યાદા પુરી થઈ રહી છે. હવે 24 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ સરકાર રચવાની ગતિવિધિ પણ તેજ થઈ ગઈ છે. શિવસેના મુખ્યમંત્રી પદ સિવાય ઓછું કશું માંગતી નથી ત્યારે એનસીપી વિપક્ષમાં બેસવાની વાત કરે છે તો કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી. ત્યારે ભાજપ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્યમંત્રી બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા શપથ સમારંભ માટે ક્રિકેટ સ્ટેડિયમ પણ બુક કરાઈ લેકામાં આવ્યું છે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

હાલ સત્તાની ચાવી કોંગ્રેસ અને એનસીપી પાસે છે શિવસેના નેતા સંજય રાઉત શરદ પવારને ફરી મળવા પહોંચ્યા હતા. તો ભાજપને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ પાછલા બારણે શિવસેના એનસીપીને સમર્થન કરીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા સાથ આપવા સક્રિય બની છે. પરંતુ આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે કોંગ્રેસ નેતા નીતિન રાઉત દ્વારા ભાજપ પાર કર્ણાટક વળી કરવાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે શિવસેના બાદ કોંગ્રેસ પણ તેના ધારાસભ્યોને સેફ પ્લેસ પર લઇ જવાનું વિચારી રહી છે.

ભાજપ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નીતિન રાઉતનું મોટું નિવેદન આવ્યું છે, તેમણે કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રૂપિયાની લાલચ આપવામાં આવી છે તે બાબતે તેમણે જણાવ્યું કે, ગઈકાલે અમારા એક-બે ધારાસભ્યોને ભજઓને નેતાઓ દ્વારા આશરે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. શિવસેના દ્વાર પણ પહેલા આરોપ લગાવવામાં આવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસના લોકો દ્વારા અમારા ધારાસભ્યો પર દબાણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા નીતિન રાઉતનું મોટું નિવેદન આવી રહ્યું છે.

ભાજપ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા નીતિન રાઉતે કહ્યું, એવા અહેવાલો આવ્યા છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો ભાજપના નેતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યા છે. ગઈકાલે અમારા એક-બે ધારાસભ્યોને આશરે 25 કરોડની ઓફર કરવામાં આવી હતી. કર્ણાટકથી શરૂ થયેલ હોર્ષ-ટ્રેડિંગની પેટર્નને રોકવા માટે અમે તમામ પ્રયાસ કરીશું. મહારાષ્ટ્રમાં હવે માત્ર 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે નવી સરકારના ગઠન કરવા માટે અને ત્યારે ભાજપ પર કોંગ્રેસ નેતા દ્વારા મુકવામાં આવેલા આરોપ એ ખુબજ ગંભીર છે. શિવસેના દ્વારા તેમના તમામ ધારાસભ્યોને હોટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

ભાજપ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના નમવા માટે તૈયાર નથી અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું કોકડુ ગૂંચવાઇ ગયેલું છે. જો એનસીપી અને કોંગ્રેસ શિવસેનાને સરકાર બનાવવા માટે સમર્થન આપે અને શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપના સમર્થન વગર સરકાર બનાવે તો આમ ભાજપની તો હાર છે જ છે પરંતુ સાથે સાથે અમિત શાહની પણ મોટી હાર છે. કરણ કે મહારાષ્ટ્ર ચુંટણીમાં સમગ્ર મેનેજમેન્ટ પાર અમિત શાહની ચાંપતી નજર હતી અને શિવસેના સાથે ગઢબંધન કરવા માટે પણ અમિત શાહ કી પર્શન બન્યા હતા.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા


Related Articles

Back to top button
આજનું રાશિફળ!