IndiaPolitics

રાહુલ ગાંધી રાજકારણ નહી કરવાનું કહે છે બીજી બાજુ મોટું રાજકારણ રમાઈ જાય છે! જાણો!

લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં તાળાબંધી થઈ ગઈ છે. ભારતે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સમગ્ર ફ્લાઇટ બંધ કરી દીધી છે. તો પહેલીવાર ટ્રેનો પણ સમગ્ર ભારતમાં બંધ થઈ ગઈ છે. ટોટલી વાહનવ્યવહાર ઠપ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મિલ, ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે માત્ર હોસ્પિટલ, મેડિકલ દુકાનો, જરૂરી ચીજવસ્તુઓની દુકાનો વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ માત્ર ઉપલબ્ધ છે. હાલમાં કોરોના નો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકારણ નહીં કરીને, જરૂરીયાતમંદ લોકોને મદદ અને દેશ સેવા કરવી જોઈએ તેવું નિવેદન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા હાલમાં જ આપવા આવ્યું હતું.

કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા WHO

રાહુલ ગાંધી દ્વારા પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. તેમણે તેમની ગ્રાન્ટ માંથી સૌથી પહેલા તાત્કાલીક 2.66 કરોડ ફાળવીને રાહત કામગીરી અને મેડિકલ ઈકવિપમેન્ટ લાવવા માટેની જાહેરાત કરી દીધી હતી આ ઉપરાંત તેમણે જરૂરત મુજબનો સમાન, રાહત સામગ્રી વાયનાડ મોકલી આપી હતી હાલ વાયનાડમાં કરવામાં આવેલી કામગીરીની આરોગ્ય મંત્રાલય દ્વારા સરાહના પણ કરવામાં આવી છે. તો બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ નેતાઓ કાર્યકરોને પણ કોઈ પક્ષપાતમાં પડ્યા વગર જનતાની સેવામાં લાગી જવા જણાવ્યું હતું. પરંતુ તોય રાજકારણ રમાયું અને દેશની રાજનીતિમાં મોટી હલચલ થઈ જવા પામી.

રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે, રાહુલ ગાંધી દ્વારા પોતાની લોકસભા વાયનાડમાં રાહત સામગ્રી પહોંચાડ્યા બાદ તેમની પૂર્વ લોકસભા અમેઠીમાં પણ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પહેલાં જથ્થામાં પંજાબથી ઘઉંનો ટ્રક સાથે સેનેટાઇઝર, સાબુ, માસ્ક અને એની સાથે અન્ય રાહત સામગ્રી મોકલી હતી. જે અમેઠીની જનતામાં વહેંચી દેવામાં આવી હતી. અમેઠી કોંગ્રેસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પ્રથમ જથ્થામાં આવેલી રાહત સામગ્રી 877 ગ્રામપંચાયત અને નગરપંચાયતમાં 16,400 જેટલી રાશન કીટ પણ પહોંચાડી દેવામાં આવી છે. તેમજ 50 હજાર માસ્ક, 20 હજાર સેનેટાઇઝર અને 20 હજાર સાબુ પણ લોકોમાં વહેંચવામાં આવ્યા છે.

ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

હજુ સુંધી તો ઠીકઠાક હતું પરંતુ બે ત્રણ દિવસ પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા બીજા જથ્થામાં ઘઉં, ચોખાના પાંચ-પાંચ ટ્રક અને એક ટ્રક દાળ સાથે તેલ, મસાલા અને અન્ય ખાદ્ય સામગ્રી સાથે 11 ટ્રક અમેઠી મોકલવામાં આવ્યા હતાં. જે જરૂરીયાતમંદ લોકોમાં વહેંચવા માટે અમેઠી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. પરંતુ ગઈ કાલે ઉત્તરપ્રદેશમાં આ બાબતે રાજકારણ ગરમાઈ ગયું. રાહુલ ગાંધી દ્વારા પહોચાડવામાં આવેલી રાહત સામગ્રી કોંગ્રેસ કાર્યાલય પર હતી તે ગૌરીગંજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ઉત્તરપ્રદેશ પ્રશાસન છાપામારી કરવા આવી પહોંચી અને રાહત સામગ્રીને જનતામાં વહેંચતા અટકાવવાના પ્રયત્નો થયા તેવો કોંગ્રેસ દ્વારા યોગી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો.

કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલ દ્વારા તેમના આધિકારીક ટ્વિટર એકાઉન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમેઠીમાં કોરોના પર રાજનીતિ દુર્ભાગ્યપૂર્ણ. ગૌરીગંજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર વગર કોઈ કારણે અને વગર વોરંટે પ્રશાસન છાપેમારી કરવા માટે પહોંચી. તેમણે આગળ યોગી સરકાર પર નિશાન સાધતાં લખ્યું કે, કદાચ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા અમેઠીની જનતાને કરવામાં આવતી મદદ યોગી સરકારને હજમ ના થઇ. તેમણે છેલ્લે જણાવ્યું કે, રાજનીતિ છોડીને સાથેમળીને મદદ કરીએ. જણાવી દઇએ કે રાહુલ ગાંધી દ્વારા થોડા દિવસ પહેલાં પણ રાજનીતિ બાજુ પર રાખીને દેશ સેવાને પ્રથમ મહત્વ આપવા જણાવ્યું હતું.

કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi, randeep surjewala
ફોટો સોશિયલ મીડિયા

એક બાજુ રાહુલ ગાંધી રાજકારણ છોડી, તમામ મતભેદ બાજુપર મૂકીને આ કપરા સમયમાં જનસેવા કરવાની વાત કરે છે પરંતુ સત્તાપક્ષ દ્વારા તેમની સાથે જ મોટું રાજકારણ રમવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા અમેઠી મોકલવામાં આવેલી રાહત સામગ્રી બાબતે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર છાપેમારીની કાર્યવાહીને કોંગ્રેસ દ્વારા અમાનવીય ગણાવવામાં આવી છે. તો આ બાબતે અમેઠી, ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રાજકારણ ગરમાઈ ગયું છે. આવા સમયે રાજકીય હુંસાતુંસી ભૂલીને જનસેવામાં લાગી જવું જોઈએ સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!