અમદાવાદ જીલ્લામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના નાનોદરા પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ જન સ્થિરતા ખવાડીયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણના પ્રમુખ સ્થાને મહીલા સેમીનાર યોજવામા આવ્યો હતો. જે મહિલા સેમીનાર માં સગર્ભા માતાઓને પ્રોટીન પાવડરના ડબા આાપવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવ તથા જિલ્લા આર.સી.એચ.ઓ ડો ગૌત્તમ નાયક, કયુ.એમ.ઓ ડો.સ્વામી કાપડીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાગાણી તથા જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી વિજય પંડિત તથા મેડીકલ ઓફીસર ડો. તૃષાર પંચાલ હાજર રહયા હતા.
ઉજવળ આવતી કાલની શરુઆત કુટુબ નિયોજન સાથ
નાનોદરા પ્રાથમિક શાળાના વિધાર્થીઓની રેલીને લીલી ઝંડી આાપીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રસિહ ચૌહાણે પ્રસ્થાન કરાવ્યુ હતુ. ઢોલ નગારા સાથેની બેનર્સ તથા પ્લેકાર્ડ સાથેની રેલ એ નાના પરીવાર સુખ અપારના સંદેશાઓ આપ્યા હતા. આ વર્ષનુ સુત્ર “ઉજવળ આવતી કાલની શરુઆત કુટુબ નિયોજન સાથ” નો પ્રચાર પ્રસાર કરીને વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ અનૂરોધ કર્યો હતો. સેમીનારમા ઘણી મોટી સંખ્યામા મહીલાઓ હાજર રહી હતી.
કુટુંબ કલ્યાણ વિષે અપાઈ જાણકારી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવે મહીલા સેમીનારમાં કુટુંબ કલ્યાણ વિષે વિગતવાર જાણકારી આાપતા જણાવ્યું હતુ કે, લગ્નની નિયત ઉંમર, લગ્નબાદ પ્રથમ બાળક તુરત નહી, બે બાળકો વચ્ચે સુરક્ષીત અંતર રાખવા અને કુંટુબના સર્વાગી વિકાસમાં નાના કુટુબના ફાળો વિગેરે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આાપ્યુ હતુ. નાના પરીવારને જ અપનાવવા માટે મહીલાઓને જણાવ્યું હતુ અને પુખ્ત ઉમરે જ લગ્ન કરવા અને લગ્ન બાદ પ્રથમ બાળક ત્રણ વરસ સુધી નહી જ તથા પ્રથમ અને બીજા બાળક વચ્ચે ત્રણ વર્ષનો ગાળો રાખવાની મહીલાઓને સમજ આપી હતી. મહીલાઓને આપવામાં આવેલા સીમીત પરીવારના સંદેશાઓને ઘરે ઘરે પહોચાડવા જણાવ્યું હતુ.
નાના પરીવારના લાભ
જિલ્લા આર.સી.એચ.ઓ ડો. ગૌત્તમ નાયકે મહીલા સેમીનારમાં નાના પરીવારના લાભો બાબતે મહીલાઓને જાણકારી આપી હતી. નાના પરીવારથી સુખ અને સમૃધ્ધિ સાથે બાળકનો વિકાસ અને શિક્ષણ પણ સારી રીતે આપી શકાય તેથી નાના પરીવારને જ અપનાવવા માટે મહીલાઓને જણાવ્યું હતુ.
સગર્ભા માતાઓને પ્રોટીન પાવડરના ડબા આાપવામાં આવ્યા
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રસિહ ચૌહાણના વરદ હસ્તે સગર્ભામાતાઓને પ્રોટીન પાવડરના ડબા આાપવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ. પરીવાર નિયોજનના સંદેશાઓ આપતું ધ્યાનાકર્ષક આરોગ્ય પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ. પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય કર્મીઓ સહીત મોટી સંખ્યામા મહીલાઓ હાજર રહી હતી. સમગ્ર સેમીનારનુ સફળ સંચાલન જિલ્લા આઇ.ઇ.સી.અધીકારી વિજય પંડિતે કર્યુ હતુ.