IndiaPolitics

પ્રધાનમંત્રી મોદી ને મોટો ઝટકો! હિમાચલમાં ભાજપને મોટું જોખમ!

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થવાનું છે અને તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોના પ્રચારને વેગ મળવા લાગ્યો છે અને તમામ પક્ષોએ રેલીઓ અને જાહેર સભાઓ દ્વારા પોતપોતાની તરફેણમાં સમર્થન મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. સર્વે કંપનીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

ભાજપ માટે પ્રધાનમંત્રી મોદી ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની ભૂમિકામાં છે. આને લગતો એબીપી અને સી-વોટરનો એક સર્વે સામે આવ્યો છે, જે મુજબ હિમાચલની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી એક મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે. જોકે, 44 ટકા લોકો એવું માનતા નથી.

શું હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી બનશે મોટું પરિબળ? આ પ્રશ્નના જવાબમાં 56 ટકા લોકોનું કહેવું છે કે આ ચૂંટણીમાં તેઓ એક મોટું પરિબળ સાબિત થશે, જ્યારે 44 ટકા લોકોનું માનવું છે કે તેઓ કોઈ મોટું પરિબળ નહીં હોય. શું હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મહત્વનો મુદ્દો છે? ABP-CVoter ના સર્વેમાં 63 ટકા લોકો માને છે કે આ ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર મહત્વનો મુદ્દો હશે. તે જ સમયે, 37 ટકા લોકોને લાગે છે કે ભ્રષ્ટાચાર મહત્વનો મુદ્દો રહેશે નહીં.

હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. બહુમતી મેળવવા માટે પાર્ટીને 35 સીટોની જરૂર છે. ગત વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો મેળવી હતી અને બમ્પર જીત મેળવી હતી. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ જોરદાર ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત સાથે સાથે હિમાચલ પ્રદેશ ની ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌથી વધારે ફોક્સ કરી રહી છે હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં માત્ર લડવા ખાતર જ લડી રહી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે પરંતુ સર્વે નો મિજાજ અલગ જ છે.

હાલમાં જ ABP-CVoter દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જે મુજબ હિમાચલ પ્રદેશમાં લગભગ 37 વર્ષનો ટ્રેન્ડ આ વખતની ચૂંટણીમાં બદલાઈ શકે છે અને ભાજપ સત્તામાં વાપસી કરી શકે છે. ઓપિનિયન પોલ પ્રમાણે 38થી 46 સીટો ભાજપના ખાતામાં જઈ શકે છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 20થી 28 બેઠકો જઈ શકે છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કોઈપણ પાર્ટી સત્તામાં ફરીથી આવી નથી છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રેન્ડ યથાવત છે ભાજપ આ ટ્રેન્ડ ને તોડીને ફરીથી સત્તામાં આવવા માટે માંથી રહ્યું છે. ભાજપે હિમાચલમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપ માટે હિમાચલ પ્રદેશ જીતવો એ ગુજરાત જીતવા જેટલુંજ અગત્યનું છે. સર્વે મુજબ 44 ટકા લોકો પ્રધાનમંત્રી મોદી મોટું ફેક્ટર નથી એવું માને છે મતલબ પ્રધાનમંત્રી મોદી ની પોપ્યુલરીટી ઘટી રહી છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!