મોટા સમાચાર! યુક્રેન છોડીને ભાગ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી! : રશિયન મીડિયા
યુક્રેન અને રશિયાના વિવાદમાં સમગ્ર વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની ઝપેટમાં અકવી ગયું હોય એવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે યુક્રેનને રશિયા વચ્ચેનું યુદ્ધ વધારે બે વધારે વિનાશક બનતું જઇ રહ્યું છે. રશિયા વધારે આક્રમક બની રહ્યું છે અને યુક્રેનના એક બાદ એક શહેર પર કબ્જો કરતું જઈ રહ્યું છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વિવાદિત અને રશિયાને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને વર્ધમાં વધારે ઉશ્કેરણી કરી રહ્યા છે. આમ કરવાનું કારણ યુક્રેનની જનતા અને સેના ને આવા કપરા સમયમાં મનોબળ વધારવાનું યુક્રેનની મીડિયા કહી રહી છે પરંતુ તેના ફાયદા કરતા નુકશાન વધારે છે. રશિયા એ યુક્રેનના મોટા મોટા શહેરો પર કબ્જો જમાઈ લીધો છે.
ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દેશની સેના અને પોતાની જનતાનું મનોબળ વધારવા માટે ક્યારેક સેનાના યુનિફોર્મમાં જોવા મળે છે, તો ક્યારેક ટીવી પર રશિયાને પડકારતા જોવા મળે છે. યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સામે મીડિયામાં યુદ્ધ લડી રહ્યા હિય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 8-8 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષવામાં યુક્રેન સફળતા મેળવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સેનામાં કામ નથી કરી ચુક્યા પણ તેમનું જોડાણ સેના સાથે છે. તેમના દાદા રશિયાની રેડ આર્મીમાં લેફ્ટનન્ટ હતા. યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના દાદાએ સિમોનએ બીજા વર્લ્ડ વોરમાં હિટલરની નાઝી સેનાના ઘમસાણ યુદ્ધ કર્યું હતું અને નાઝીસેના ને પાણીચુ બતાવી દીધું હતું.
રશિયાની ન્યૂઝ એજન્સી સ્પુટનિકે દાવો કર્યો છે કે, પ્રેસિડેન્ટ ઝેલેન્સકી યુક્રેન છોડીને પોલેન્ડ ચાલ્યા ગયા છે. જોકે રશિયાના દાવાના થોડા સમય પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિએ વોરઝોનમાંથી એક વીડિયો જાહેર કરીને પોતાના દેશમાં હોવાનો દાવો કર્યો હતો. હવે સાચું શું છે એ તો સમય જ બહાર લાવશે. રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટો નો અંતિમ પ્રયત્ન ચાલી રહ્યો છે જો વાટાઘાટોનો સુખદ અંત આવે તો જ યુદ્ધ વિરામ ની દિશામાં આગળ વધશે નહીંતર હજુ વધારે ભીષણ યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર દેશ છોડીને પોલેન્ડ ભાગી ગયા છે. રશિયન સમાચાર એજન્સીનો આ દાવો ઝેલેન્સકીના વીડિયો બાદ આવ્યો છે, જેમાં તેણે યુક્રેનના વોર ઝોનમાં હોવાનો દાવો કર્યો હતો.
યુક્રેન પર રશિયન આક્રમણને નવ દિવસ થઈ ગયા છે. શુક્રવારે (4 માર્ચ, 2022) યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેમની સેનાએ અત્યાર સુધીમાં 9000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો રશિયન સૈનિકો પોતાનો જીવ બચાવવા માંગતા હોય તો યુક્રેન છોડીને પોતાના દેશમાં પાછા ફરો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પોલેન્ડ જવાના હોવાના રશિયન સમાચાર એજન્સીના દાવાને કેટલું સાચું છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે અત્યાર સુધી યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એટલું કહી શકાય કે ઝેલેન્સકીને આ સમયે યુક્રેનમાં ખતરો છે. બ્રિટિશ અખબાર ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ગત સપ્તાહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હત્યાના ત્રણ પ્રયાસો થયા છે.
ધ ટાઈમ્સના રિપોર્ટમાં સૌથી મહત્વની વાત એ છે કે ઝેલેન્સકી પર થયેલા ત્રણ હુમલા પાછળ પણ રશિયાના લોકોનો હાથ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ ઝેલેન્સકીને મારવાનું કામ વેગનર અને ચેચન સ્પેશિયલ ફોર્સને આપ્યું છે. આ બંને જૂથોએ ત્રણ વખત ઝેલેન્સકીને મારવાની કોશિશ પણ કરી છે, પરંતુ રશિયન ફેડરલ સિક્યુરિટીની મદદથી ઝેલેન્સકી પરના આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, રશિયન ફેડરલ સિક્યોરિટીએ હુમલા પહેલા યુક્રેનને માહિતી લીક કરી હતી, જેના કારણે દરેક વખતે ઝેલેન્સકીનો જીવ બચી ગયો હતો. રશિયન ફેડરલ સિક્યોરિટીએ આવું કર્યું કારણ કે તે યુક્રેન પર હુમલો કરવાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિર્ણયની વિરુદ્ધ છે. ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે રશિયાએ તેમને મારવા માટે 400 હત્યારા મોકલ્યા છે.