GujaratPolitics

આ કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત માંથી સંસદભવન પહોંચશે! જાણો!

ગુજરાતમાં પણ ચુંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં વિધાનસભા કે કોઈ પેટા ચૂંટણી નહીં પરંતુ રાજ્યસભા ચૂંટણી આવી રહી છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ચાર જેટલી રાજ્યસભા બેઠકો ખાલી થાય છે. જેની ચૂંટણી આગામી 23 માર્ચના રોજ યોજાવા જય રહી છે. જેમાંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. પરંતુ હાલનું વિધાનસભાનું ગણિત જોતાં કોંગ્રેસ ભાજપ પાસેથી એક સીટ આંચકી લઈ શકે છે. અને ભાજપ બે બેઠક તથા કોંગ્રેસ બે બેઠક પર ઉમેદવાર ઉભા રાખી શકે છે. ગત રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતાં આ વખતે આવી કોઈ ઘટના બને એવું લાગતું નથી. ગુજરાત માંથી રાજ્યસભાની બે બેઠક માંથી એક બેઠક પર પ્રિયંકા ગાંધી ને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં દલ બદલું નેતાઓને જનતાએ બરાબરનો પાઠ ભણાવી દીધો છે એ જોતાં કોઈપણ ધારાસભ્યો આઘાપાછા થાય એમ લાગતું નથી. અને અત્યારે ભાજપમાં પણ ઉકળતાં ચરું જેવી પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ આવી કોઈ પહેલ થાય એમ લાગતું નથી. ભાજપના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ પણ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં સામેલ કરીને મંત્રી પદ આપવા સામે વિરોધ નોંધાવી ચુક્યા છે ત્યારે ભાજપ પોતાના આંતરિક વિખવાદને ડામવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાના પ્રયત્નો કરશે નહીં. કોંગ્રેસ દ્વારા અત્યારથી જ આ બાબતે વ્યૂહરચના ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

પ્રિયંકા ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત સાથે લગભગ તમામ રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે સિનિયર નેતાઓને બદલે બીજી પેઢીના નેતાઓને પણ રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે જેમાં રાષ્ટ્રીય નેતાઓ ગણીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, આરપીએન સિંહ, સુરજેવાલા, રાજીવ સાતવ, જીતીન પ્રસાદ વગેરે નેતાઓને રાજ્યસભામાં મોકલી શકે છે તો ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની બે બેઠક પર ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. જેમાં એક બેઠક માટેનું નામ લગભગ લગભગ નક્કી છે. કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને રાજ્યસભામાં મોકલી શકે છે.

પ્રિયંકા ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત માંથી બીજી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ને રાજ્યસભામાં મોકલવાની તૈયારી બતાવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ને રાજ્યસભામાં મોકલવા માટે ચાર રાજ્યો દ્વારા પાર્ટી હાઇકમાન્ડને રજુઆત કરવામાં આવી છે જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કોંગ્રેસ નેતાઓ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની તૈયારી બતાવવામાં આવી છે. ગુજરાતમાં તમામ ધારાસભ્યો દ્વારા આ બાબતે તૈયારી બતાવી છે અને ટૂંક સમયમાં ગુજરાતના ધારાસભ્યો આ બાબતનો ઠરાવ પણ કરીને કોંગ્રેસન અંતરીમ અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલી આપશે.

પ્રિયંકા ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસ ધારાસભ્યોમાં પ્રિયંકા ગાંધી ને રાજ્યસભામાં મોકલવાની માંગ ઉઠી રહી છે. ગુજરાતમાં ઉત્સાહ વધારે છે કારણે કે ગુજરાતમાં આગામી વિધાનસભા 2022માં આવી રહી છે અને કોંગ્રેસ તેને ફોકસ કરી એ તૈયારીઓ કરવા લાગી ગઈ છે તેવામાં જો પ્રિયંકા ગાંધી ગુજરાતમાંથી રાજ્યસભામાં જાય તો ગુજરાત કોંગ્રેસના કાર્યકરોના જોશમાં વધારો થાય અને કોંગ્રેસ વર્ષ 2017ની ચૂંટણીમાં જેટલી મજબૂત હતી તેના કરતાં વધારે મજબૂતાઈથી લડે અને ગુજરાતમાં સરકાર પણ બને. કોંગ્રેસ દ્વારા આ બાબતે થોડા સમયમાં ઠરાવ પણ કરવામાં આવશે અને કોંગ્રેસનું ડેલીગેશન પણ પ્રિયંકા ગાંધી ને રૂબરૂ મળે તેવી શક્યતાઓ પણ છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ રાજ્યસભા ચૂંટણી બાબતે ચર્ચાઓ અને મિટિંગોનો દોર શરૂ થઈ જશે. આ વખતે પણ રાજ્યસભા ચૂંટણી એટલી જ રસાકસી ભરી રહેશે જેટલી એહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત વચ્ચે જામેલા જંગ સમયે હતી. કરણ કે ગુજરાતની ચાર બેઠક માંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે તો એક બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે વિધાનસભામાં ગણિત જોતાં કોંગ્રેસ ભાજપ પાસેથી એક બેઠક આંચકી લઈ શકે છે અને ભાજપ ત્રણ બેઠકના બદલે બે બેઠક જીતી શકે છે તો કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઇ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!