IndiaPolitics

રાહુલ ગાંધી નો શોટ ભાજપનો લોસ! ભાજપની છઠ્ઠ રઝળાવી કોંગ્રેસની ટાઢી સાતમ!

રાજસ્થાનમાં છેલ્લા એક મહિના ઉપરાંતથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ અમને સમને તો હતાં જ સાથે સાથે કોંગ્રેસના યુવા નેતા સચિન પાઇલોટ પણ બાગી થઈ ગયા હતા. કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપ સાથે જોડાવવાની ઓડિયો કેસેટ પણ રિલીઝ થઈ હતી. તો પાછલા બારણે સચિન પાઇલોટ ભાજપ સાથે બેસીને મેચ ફિક્સ કરતાં હોવાની વાતો પણ વહેતી થઈ હતી. તો આ બધાય વચ્ચે ધારાસભ્યોની ખરીદીના પ્રયત્નો તો ચાલુ જ હતાં. પરંતુ આ વખતે ખરીદનાર જ સેફપ્લેસ શોધવા મંડ્યા હતા. એટલે કે ભાજપ ખુદ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ સુંધી પહોંચી ગયા હતા અને એ પણ ગુજરાતમાં. બીજીતરફ કોંગ્રેસની બાજી રાહુલ ગાંધી એ હાથમાં લીધી હતી.

રાહુલ ગાંધી, અશોક ગેહલોત, કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ અશોક ગેહલોત દ્વારા તેમના તરફી ધારાસભ્યોને તો સેફ કરી દેવામાં આવ્યા હતાં તો સચિન પાઇલોટ તરફી ધારાસભ્યોને પણ સચિન દ્વારા સેફ કરી દેવામાં આવ્યા હતા બચ્યા ભાજપના ધારાસભ્યો ભાજપના ધારાસભ્યો તૂટવાની ભીતિને પગલે દિલ્લી ભાજપ હાઈકમાન્ડના આદેશ મુજબ 6 થી 12 જેટલા ધારાસભ્યોને ગુજરાતના ગીરમાં આવેલા એક પ્રાઇવેટ રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા હતાં. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જણાવ્યા મુજબ આ રિસોર્ટ ભાજપના નેતાનું છે અને ત્યાં ભાજપના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. તો ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ રાજસ્થાનના ધારાસભ્યો ગુજરાતના રિસોર્ટમાં રોકાયા નથી.

આ તમામ વચ્ચે રાહુલ ગાંધી દ્વારા માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો હતો અને ભાજપને મોટા લોસનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સાંજે રાહુલ ગાંધી દ્વારા ઓપરેશન પાઇલોટ હાથ ધરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ હતા અને બંને એ સચિન પાઇલોટ સાથે મીટિંગ કરીને ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. ભાજપને ધારાસભ્યોના લોકેશનમાં વ્યસ્ત રાખીને કોંગ્રેસ દ્વારા સચિન પાયલોટને માનવી લેવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિના ઉપરાંતથી રાજસ્થાનમાં અસ્થિર બનેલી સરકારને સ્ટેબલ કરી નાખીને રાહુલ ગાંધી એ રાજસ્થાન કોંગ્રેસમાં ઉર્જા લાવવાનો પ્રયત્ન કર્યો છે તેમજ ભાજપને ચારોખાનેચિત કરી નાખી છે.

રાહુલ ગાંધી, અશોક ગેહલોત, રાજસ્થાન ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

સચિન પાઇલોટની વાપસી બાદ ભાજપમાં વાતાવરણ સુમસામ થઈ ગયું હતું. ભાજપને આશા હતી કે રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશ વાળી થશે અને ફરીથી અન્ય એક રાજ્યમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થશે પરંતુ રાહુલ ગાંધી છેલ્લા સમયે બેટિંગમાં ઉતરતા ભાજપના સપના તૂટ્યા હતાં. અધૂરામાં પુરુ સચિન પાઇલોટ કેમ્પના ધારાસભ્યો દ્વારા અશોક ગેહલોતને નેતા માનતું નિવેદન પણ જાહેરમાં કરવામાં આવતાં ભાજપને ધારાસભ્યોને ગુજરાતના મોંઘા રિસોર્ટમાં ઉતારો તેમજ અન્ય કાયદાકીય ખર્ચ પણ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. જઓ કે ફરી સરકાર રચવાનું સપનું તૂટવું એ સૌથી મોટો આઘાત ગણી શકાય.

રાહુલ ગાંધી,રાજસ્થાન ભાજપ, કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

ગઈ કાલે સાંજે સચિન પાઇલોટ, સમર્થકો અને પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સાથે દિલ્લી સ્થિત કોંગ્રેસ વોર રૂમ ખાતે મીટિંગ યોજાઈ હતી. જે બાદ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સ્થિર છે અને સંપૂર્ણ બહુમતમાં છે તે સાબિત થઈ ગયું હતું. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના 22 જેટલા ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાઈ જતાં 15 વર્ષના વનવાસ બાદ રાજ્યમાં પાછી ફરેલી કોંગ્રેસની કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ભાજપની શિવરાજ સરકારે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બસ આવો જ ઘાટ રાજસ્થાનમાં સર્જાતા ભાજપ ગેલમાં આવી ગયું હતું. પરંતુ રાજસ્થાનમાં ખુદ રાહુલ ગાંધી એક્ટિવ થતાં ભાજપની આશા ઠગારી નીવડી હતી.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!