IndiaPolitics

ખાડો ખોદે તે પડે જેવું થયું સ્મૃતિ ઈરાની સાથે! રાહુલ ગાંધી ને ફસાવવા જતાં ખુદ ફસાયા! જાણો!

આમ તો લોકસભા શરૂ થઈ ત્યારથી સ્મૃતિ ઈરાનીનો આવાજ નોહતો સાંભળતો. દેશમાં બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ થઈ તો પણ ઈરાની શાંત હતા તે અજુગતું લાગતું હતુ. ઉનનાવ હોય કે હૈદરાબાદ ક્યાયની ઘટનાઓ બાબતે સ્મૃતિ ઈરાનીનું તેજાબી ભાષણ કે ધગધગતું નિવેદન આવ્યું નોહતું. મહિલાઓના હક માટે પોતે લડે છે તેવું ઘણી વાર સાબિત કરવાના નાકામ પ્રયત્નો કરી ચુક્યા છે પરંતુ આવી જઘન્ય ઘટનાઓ બાબતે સ્મૃતિ ઇરાનીનું મૌન એ મહિલાઓ માટે આશ્ચર્યજનક હતું. પરંતુ ગઈકાલે સ્મૃતિ ઈરાની લોકસભામાં રાહુલ ગાંધી પર જબરદસ્ત ગાજયા અને એટલા બધા ગાજયા કે રોક્યા ના રોકાયા! પરંતુ તેમણે કોઈના માટે પાથરેલી જાળમાં પોતે જ ફસાઈ ગયા!

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, રાહુલ ગાંધી ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેમણે જણાવ્યું કે દેશમાં બળાત્કાર જેવી ઘટનાઓ વધી ગઈ છે. મોદી જી એ કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા થશે પરંતુ તમે સવારે છાપું વાંચો છો ત્યારે રેપ ઇન ઇન્ડિયા જોવા મળે છે. રાહુલ ગાંધી દ્વારા ઉંનાવ અને હૈદરાબાદની ઘટનાઓને પણ યાદ કરી અને દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. શરૂઆતથી જ સ્મૃતિ ઈરાની ને પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવા માટે રાહુલ ગાંધીના નિવેદનની જરૂર પડે છે?! કાયમ રાહુલ ગાંધી દ્વારા નિવેદન અપાયા બાદ સ્મૃતિ ઈરાની તેમની વિરુદ્ધમાં નિવેદન આપતાં જોવા મળે છે. આ વખતે પણ અત્યાર સુંધી શાંત સ્મૃતિ ઈરાની અચાનક આક્રમક બની ગયા તેનું પણ કારણ રાહુલ ગાંધીનું નિવેદન છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધી ઝારખંડમાં એક સભા સંબોધિત કરતાંબોલ્યા હતા કે, “નરેન્દ્ર મોદીએ કહ્યું હતું : મેક ઈન ઇન્ડિયા. હવે દેશમાં જ્યાં જુઓ ત્યાં મેક ઈન ઇન્ડિયા નથી પણ રેપ ઈન ઇન્ડિયાની સ્થિતિ છે. અખબારોમાં આ જ ખબરો આવ્યા કરે છે. ઝારખંડમાં મહિલાઓ પર બળાત્કાર, ઉન્નાવમાં બીજેપીના પૂર્વ MLA કુલદીપ સેંગરે બળાત્કાર ગુજાર્યો, ત્યાર બાદ પીડિતાની ગાડી સાથે જીવલેણ અકસ્માત કર્યો, આ મુદ્દે નરેન્દ્ર મોદી એક શબ્દ નથી બોલ્યા. દેશના તમામ રાજ્યોમાં દરરોજ રેપ ઈન ઇન્ડિયા થાય છે. આગળ રાહુલ ગાંધી બોલ્યા હતા કે, નરેન્દ્ર મોદી કહે છે બેટી બચાઓ, બેટી પઢાવો. પણ મોદીજી તમે એ ન જણાવ્યું કે બેટીઓને કોનાથી બચાવાની છે. બેટીઓને ભાજપના MLAથી બચાવવાની છે!?”

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

આ નિવેદન બાબતે સ્મૃતિ ઈરાની દ્વારા કેટલાક મહિલા સાંસદો સાથે રાહુલ ગાંધીના આ નિવેદન બાબતે લોકસભામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ગાંધી માફી માંગે ની માંગણીઓ કરવામાં આવી તેમજ ચૂંટણી કમિશનને ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરીને તેમની સદસ્યતા રદ કરવા સુંધી પણ પહોંચી ગયા. પણ આ તામામ વ્યર્થ સાબિત થયું! કારણ કે રાહુલ ગાંધી દ્વારા મીડિયામાં જણાવવામાં આવ્યું કે, હું માફી નહીં માંગુ, મારી પાસે પ્રધાનમંત્રી મોદીજીની પણ કલીપ છે જેમાં તેઓ દિલ્લીને રેપ કેપિટલ ગણાવે છે જે હું મારા ટ્વિટર એકાઉન્ટ પર મુકીશ. ત્યાર બાદ હવે ગેમ રાહુલ ગાંધી તરફી થઈ ગઈ અને સ્મૃતિ ઈરાની દ્વારા જે વિરોધ કરવામાં આવેલો તેની હવા નીકળી ગઈ હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ કેટલાક નેતાઓ દ્વારા સ્મૃતિ ઈરાનીને ભાજપના ધારાસભ્ય કુલદીપ સેનગર દ્વારા એક મહિલાના બળાત્કારના ગુનામાં દોષી હોવા છતાં કેમ એક શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી તેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. કેટલાક નેતાઓ દ્વારા ભાજપના નેતાઓ દ્વારા મહિલા સાથેના દુરાચાર બાબતે સવાલો પૂછવામાં આવ્યા હતા તો સોસીયલ મીડિયામાં આમ જનતા દ્વારા સ્મૃતિ ઈરાનીને ભાજપ નેતાઓ દ્વારા મહિલા વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓના ન્યુઝ લિંક ટેગ કરીને તે બાબતે સવાલ કરવામાં આવ્યા હતા. અને ટ્વિટર પર #ShamelessSmriti #YoSmritiSoDumb જેવા હેશ ટેગ ટ્રેન્ડ થવા લાગ્યા હતા.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર નરેન્દ્ર મોદીની આવી જ એક કલીપ મુકવામાં આવી હતી જેમાં નરેન્દ્ર મોદી દિલ્લીને રેપ કેપિટલ કહે છે ત્યારબાદ કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલા દ્વારા પણ અન્ય એક કલીપ રજુ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ આક્રમક બન્યા બાદ સ્મૃતિ ઈરાની અને ભાજપ પીછે હઠ કરી હતી. આમ સ્મૃતિ ઈરાનીએ જાળ તપ રાહુલ ગાંધી માટે બિછાવી હતી પરંતુ તેમાં પોતે જ ફસાઈ ગયા. સ્મૃતિ ઈરાની દ્વારા રાહુલ ગાંધી માટે ખોદવામાં આવેલા ખાડામાં પોતે જ પડી ગયા!

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!