માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વસ્થ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત અને આખાય વિશ્વ માં યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે જે અંતર્ગત 21મી તારીખે સાણંદમાં યોગનો કાર્યક્રમ રાખેલ છે. જે અંતર્ગત કાર્યક્રમ સ્થળે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખુદ નગરપાલિકા મેમ્બર પણ આ તૈયારી કરવામાં વ્યસ્ત છે. આવતી કાળના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાણંદ ભાજપના કાર્યકરો તેમજ નગરપાલિકા સભ્યો તૈયારી માં લાગી ગયા છે.
સાણંદ નગરપાલિકા વોર્ડ 3 ના સભ્ય શ્રી જયેશભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આવતી કાલના કાર્યક્રમ માટેની લગભગ તમામ તૈયારી પૂર્ણ થવાને આરે છે અને આ કાર્યક્રમ માં લગભગ 400 થી 500 વ્યક્તિઓ હજાર રહશે.
તથા વોર્ડ 6 ના સદસ્ય શ્રી નિખિલભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે યોગદીવસના કાર્યક્રમ માટે 500 જણાને યોગ કરવામાટેની જગ્યા તેમજ મોટી એલઇડીસ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ સવારે 6 વાગે સ્થળ અંબિકા પાર્ટી પ્લોટ,ઘોડાગાડી સ્ટેશન રોડ, સાણંદ ખાતે રાખવામાં આવેલ છે.