IndiaPolitics

સંજય રાઉત હવે છેલ્લે સુંધી લડી લેવાના મૂડમાં! આપ્યું મોટું નિવેદન! જાણો!

જ્યારથી સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બૉલીવુડ પર તાકવામાં આવેલું નિશાન ક્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર આવી ગયું એ લોકોને સમજ જ ના પડી. ભાજપે પણ વિપક્ષ તરીકે આ મુદ્દાને ઝડપી લીધો. બીજી તરફ બિહારમાં ચૂંટણી આવી રહી છે અને સુશાંતસિંહ રાજપૂત મૂળ બિહારના એટલે બિહારમાં પણ આ ચૂંટણીનો મુદ્દો બન્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં આ મુદ્દો હવે બદલાઈ ગયો છે અને સીધો સરકાર પર આવી ગયો છે. ત્યારે સંજય રાઉત મેદાનમાં છે.

ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

કંગના રનૌત દ્વારા વારંવાર તૂટડાક થી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જેમ તેમ બોલવામાં આવી રહ્યું છે. કારણ માત્ર ને માત્ર કંગના રનૌતનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડવાનું માત્ર. જણાવી દઈએ કે આ પહેલા પણ શાહરુખ ખાન, સલમાન ખાન, કપિલ શર્મા જેવા દિગ્ગજ કલાકારોના ગેરકાયદેસરના બાંધકામ બીએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે એટલે આમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ કંગના એ આ મુદ્દાને પોતાની પબ્લિસિટી માટે યુઝ કર્યો અને સરકાર પર પ્રહારો કરી રહી છે.

સંજય રાઉત, કંગના રનૌત, sanjay raut, kangna ranaut
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે સંજય રાઉત પણ હવે લડી લેવાના મૂડમાં છે. સંજય રાઉત પણ હવે પાછા પડવાના પક્ષમાં નથી. કંગના રનૌતના વિવાદ બાદ અન્ય એક વિવાદે જન્મ લીધો છે કેટલાક ગુંડા તત્વો દ્વારા પૂર્વ મર્ચન્ટ નેવીના અધિકારીને મારા મારવામાં આવ્યો હતો આ બાબતે વિવાદ થતાં સંજય રાઉત દ્વારા નિવેદન આવામાં આવ્યું હતું. સંજય રાઉતે કહયુ હતું કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે અહી આવી ઘટના કોઇની સાથે પણ ઘટી શકે છે. મહારાષ્ટ્રમાં કાયદાનું હંમેશાં સન્માન કરવામાં આવે છે. આરોપીઓને તુરંત જ ધરપકડ કરવામાં આવી હતી, ભલે તેઓ કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા હોય.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

સંજય રાઉત ને કંગના રનૌતના મુદ્દે પૂછતાં તેમણે કહ્યું હતું કે અમે આ મુદ્દા પર વાત કરવાનું બંધ કરી દીધું છે, જો કે કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ આપણાં મહાન રાજ્ય મહારાષ્ટ્ર વિશે શું મત ધરાવે છે તેને અમે નોટિસ જરૂરથી કરી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું હતું કે શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશમાં કેટલા એક્સ સર્વિસ મેન પર હુમલો થયો છે? છતાં પણ સંરક્ષણ પ્રધાને કોઈને બોલાવ્યા નથી. મહારાષ્ટ્રની અમારી સરકાર કોઈ પણ નિર્દોષ પર હુમલાને માન્યતા આપશે નહીં.

રાજ ઠાકરે, સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ શિવસેનાના મુખપત્ર સામનામાં પણ એક લેખ લખીને મહારાષ્ટ્રને બદનામ કરતા લોકો વિરૂદ્ધ એક થવાની અપીલ કરી હતી અને આજ લેખમાં અક્ષય કુમાર અને રાજ ઠાકરે ને પણ નિશાન બનાવવામાં આવ્યા હતાં રાજ ઠાકરે ને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઠાકરે નું પતન એટલે મહારાષ્ટ્રનું પતન અને તેના રેલા રાજ ઠાકરે સુંધી પણ પહોંચશે કારણ કે રાજ પણ ઠાકરે પરિવારનો હિસ્સો છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!