ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ચોકઠાંઓ ગોઠવાઈ રહ્યા છે. ક્યાંક ચોકઠાં સાચા ગોઠવાઈ રહ્યા છે તો ક્યાંક ચોકઠાં ફેંદાઈ રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીઓ ગુજરાતમાં મજબૂત થવા માટે મરણીયા પ્રયત્નો કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દર અઠવાડિયે આવી રહ્યા છે એવું કહી શકાય છે જ્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે ખુદ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે. અને કોંગ્રેસમાં પણ જવાબદારી અશોક ગેહલોત સંભાળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય વાતાવરણ જામ્યું છે.
ભાજપ પોતાના નેતાઓને શિસ્તમાં રહીને પાર્ટી લાઇન માં રહેવા કડક સૂચનો આપી રહ્યા છે. ભાજપ માટે એક ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવું અનિવાર્ય બન્યું છે. કારણ કે ગુજરાત ભાજપ નું નાક છે જો ગુજરાતમાં ભાજપ કાચી પડે તો સમગ્ર દેશમાં ભાજપ સંગઠન નબળું પડે અને સમગ્ર દેશમાં ભાજપ માટે નકારાત્મક વાતાવરણ સર્જાઈ જાય જે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મોટું જોખમ ઉભું કરે. મોદી શાહ એ સારી રીતે જાણે છે કે ગુજરાત કેમ અગત્યનું છે. માટે ગુજરાતની કમાન મોદી શાહે ખુદ પોતાના હાથમાં લીધી છે.
આવા સમયે ભાજપ માં મોટું ભંગાણ થયું છે. જેના કારણે ભાજપ હચમચી ગયું છે. આ સમાચારને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. ગુજરાત ભાજપ માટે મોટું ભંગાણ પણ કહી શકાય છે. સમાચાર છે કે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને પ્રખર ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ભાજપ માંથી રાજીનામુ આપ્યું છે. પત્ર લખીને જયનારાયણ વ્યાસે રાજીનામુ આપીને પોતાની હૈયાવરાળ ખાલવી છે. ભાજપ માટે આ એઓ મોટા સેટબેક સમાચાર શકાય છે. જયનારાયમ વ્યાસના રાજીનામાં ને કારણે કેટલાય ભાજપ કાર્યકરોમાં અપસેટ સર્જાયો છે.
ચૂંટણીની તારીખોની જાહેર થયાંના થોડાજ કલાકોમાં ગુજરાતના રાજકીય વાતાવરણમાં મોટી હલચલ જોવા મળી છે. ભાજપ માં ભંગાણ સામે કોંગ્રેસ માં સંધાણ થયું છે. કોંગ્રેસને મોટો ફાયદો થયો છે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાના સીએમ પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું હતું અને ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ન કરાતા નારાજ થઈને કોંગ્રેસમાં પાછા જોડાયા હતા. આમ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું હતું જેનો ફાયદો કોંગ્રેસને થયો છે.
ત્યારે આજે વહેલી સવારે જ ભાજપ માં મોટો અપસેટ સર્જાયો છે. ભાજપ ના દિગ્ગજ ગણવામાં આવતાં અને પ્રખર ભાજપ નેતા તેમજ ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાય વ્યાસ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતના રાજકારણમાં આ એક મોટી ઘટના કહી શકાય છે. ભાજપ માંથી જયનારાયણ જેવા કદાવર નેતાના રાજીનામાથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. વ્યાસે રાજીનામું આપતાં જણાવ્યું હતું કે લોકલ નેતાઓ ના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે. પક્ષ પ્રમુખ સાથે કોઈ મતભેદ નથી તેમજ આગામી ચૂંટણી લડવાની પણ સહમતી બતાવી છે પરંતુ કઈ પાર્ટી માંથી લડવી તે સમય બતાવશે કહ્યું હતું.