GujaratPolitics

કોંગ્રેસની આ સ્ટ્રેટેજી સામે ફીકી પડી અલ્પેશ ઠાકોર ની દાદાગીરી! ભાજપમાં પણ નહીં મળે મહત્વનું સ્થાન? જાણો!

અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાવાની સાથે તેમને રાધનપુર વિધાનસભાની ટીકીટ આપવામાં આવી હતી અને એની સાથે જ તેમના અનેક સાથીઓને ટીકીટ આપવામાં આવી હતી. ચૂંટણી બાદ પણ કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર નું માન સમ્માન જાળવવા માટે એ.આઈ.સી.સી. માં સેક્રેટરી બનાવ્યા અને બિહારના સહપ્રભારી બનાવ્યા. આટલું ઝડપી કોંગ્રેસમાં કોઈ સીનીયર નેતાને ય સ્થાન નથી મળ્યું એટલું અલ્પેશ ઠાકોરને એક વર્ષમાં મળી ગયું!

કોંગ્રેસ દ્વારા આટલું માન સમ્માન આપવા છતાં અલ્પેશ ઠાકોર દ્વારા અપમાન થયું અન્યાય થયોની ધુન ગાવામાં આવી રહી છે. અપમાન અને અન્યાયને આગળ ધરીને અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસને પોતાનું રાજીનામુ મોકલવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ હાઇકોર્ટમાં જતાં અલ્પેશે સોગંદનમા માં જણાવ્યું કે હજુ કોંગ્રેસ માંથી રાજીનામુ નથી આપ્યું! કોંગ્રેસન જ સદસ્ય હોવાનું કબુલ્યું અને સોસીયલ મીડિયામાં ફેક રાજીનામું ફરે છે તેમ જણાવ્યું હતું.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

બસ આજ ભૂલ અલ્પેશ ઠાકોર કરી બેઠા અને કોંગ્રેસ દ્વારા આનો ફાયદો ઉઠાવવામાં આવ્યો રાજ્યસભા ચુંટણી વખતે કોંગ્રેસ દ્વારા તેના દરેક ધારાસભ્યોને વ્હીપ મોકલવામાં આવ્યો હતો અને સાથે સાથે અલ્પેશ ઠાકોર ને પણ આ વ્હીપ મોકલવામાં આવ્યો. જે મુજબ કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ દ્વારા વ્હીપમાં જણાવવામાં આવ્યું હોય તેમ કરવું અને તેને જ મત આપવો.

અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર મીડિયામાં માહિતી ફેલાવવામાં આવતી હતી કે કોંગ્રેસના હજુ 15 ધારાસભ્યો કોંગ્રેસ વિરૂદ્ધ મતદાન કરશે અને કોંગ્રેસ માંથી રાજીનામુ આપશે. અલ્પેશ ઠાકોર ની દાદાગીરી વધી જવા પામી હતી. કોંગ્રેસ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે કોઈ ધારાસભ્યો અલ્પેશ સાથે જાય નહીં અને ક્રોસ વોટિંગ પણ કરે નહીં. જે મુજબ જ રાજ્યસભામાં વોટિંગ સમયે થયું.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

જેથી અલ્પેશ ઠાકોર ની દાદાગીરીની હવા નીકળી જાય. અલ્પેશ ઠાકોર ની 15 ધારાસભ્યો કોંગ્રેસ છોડસે કોંગ્રેસ વિરોધી મતદાન કરશે એવું કશું થયું નહીં અને અલ્પેશ ઠાકોર સાથે માત્ર એક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ક્રોસ વોટિંગ કર્યું અને કોંગ્રેસ છોડી જે નિશ્ચિત હતું. આમ અલ્પેશની દાદાગીરીની કોંગ્રેસે હવા કાઢી નાખી. મીડિયામાં અને ભાજપમાં જે કદ અલ્પેશભાઈ એ બનાવ્યું હતું તે કદ હવે ફિકુ પડી ગયું હતું.

કહેવાતા પોતાના નિવેદનો અને મીડિયામાં ચાલતી વાતોના આધારે પહેલા તો ભાજપમાં અલ્પેશનું કદ વધી જશે તેવી વાતો થતી પરંતુ કોંગ્રેસની માસ્ટર સ્ટ્રેટેજીના કારણે અલ્પેશ ઠાકોર ના ઘરના રહ્યા કે ના ઘાટના રહ્યા! કોંગ્રેસ દ્વારા અલ્પેશ સાથે કોઈ ધારાસભ્યો જશે નહીં અને ક્રોસ વોટિંગ પણ કરશે નહીં તેવું સુનિશ્ચિત કરી લેતા. કોંગ્રેસના 15 ધારાસભ્યોનું સમર્થન છે કહેનાર અલ્પેશભાઈ પાસે માત્ર 1 ધારાસભ્ય સમર્થનમાં આવ્યા.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

બકરી ડબ્બામાં પુરાતાં અલ્પેશ અને ધવલસિંહ દ્વારા રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ સભ્યપદ છીનવાઈ જવાના ભયે રાજીનામુ આપીને મહાન બનવાના પ્રયત્નો કર્યા. જે નિરર્થક નીવડ્યા. અલ્પેશ અને ધવલસિંહના રાજીનામાં પહેલા કોંગ્રેસ દ્વારા સ્પીકરને મૌખિક અને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જો કે સ્પીકર દ્વારા કોંગ્રેસની વાંધા અરજી પહેલા અલ્પેશ ધવલસિંહનું રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા હતા.

મીડિયામાં વાતો હતી કે ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવશે પરંતુ એવું થયું નહીં ભાજપમાં આવતા પહેલા જ કદ મુજબ વેતરી નાખ્યા જેવું થયું. હવે તેઓ ભાજપ માં જોડાય તો પણ કોંગ્રેસમાં મળતું હતું તેવું સ્થાન અને માન સમ્માન તો નહીં જ મળે એ નક્કી. ઉપરથી તેમના આ કરતુતના કારણે તેમની વિધાનસભામાં ઠાકોર સમાજ દ્વારા જ તેમનો વિરોધ થયો!

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

રાજ્યસભામાં કરેલા ક્રોસવોટીંગ અને વ્હીપના અનાદરના કારણે કોંગ્રેસ અલ્પેશ અને ધવલસિંહ સામે છેક દિલ્લી સુંધી લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરુદ્ધ કોર્ટના દ્વારા ખખડાવીને પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહીની માંગ કરીને 6 વર્ષ માટે ચુંટણી લડવા પર પ્રતિબંધ લાવવા માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જેમ ભાજપ દ્વારા અહમદ પટેલની રાજ્યસભાની જીતને પડકારી હતી તેમ જ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના ભાજપના બંને નેતાની જીતને પડકારવામ આવશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!