મહારાષ્ટ્રમાં ઘણા વિઘ્નો બાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા જય રહ્યા છે. 28 તારીખ સાંજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને બાલાસાહેબ ઠાકરેનું સ્વપ્ન પૂર્ણ થશે. બલસાહેબનું સપનું પૂરું કરવામાં જો કોઈનો મોટો હાથ હોય તો એ છે મરાઠા શરદ પવાર બાબુ. શરદ પવાર ના હોત તો આજે શિવસેનાનું અને બાલાસાહેબ ઠાકરેનું આ સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું ના હોત. કહેવાય છે કે અજિત પવારને લઈને જે નાટક થયા તેમાં પણ શરદ પાવરનો હાથ છે. શરદ પવાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન ઉઠાવવા માટે આ દાવ રમ્યો હોવાનું કહેવામાં આવે છે.
શરદ પવાર મહારાષ્ટ્રમાં ભાજપ અમિત શાહના રાજકારણને માત આપીને વિપક્ષી પાર્ટીના હીરો બની ગયા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભલે ઉદ્ધવ ઠાકરે બની રહ્યા છે પરંતુ વિપક્ષના દરેક નેતાઓ દ્વારા શરદ પવારને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. કરણ કે મહારાષ્ટ્રમાં રાજકીય ચાલ ચાલીને અમિત શાહ જેવા મહારથીને માત આપીને શરદ પવારે પોતાને રાજનીતિના અઠંગ ખિલાડી સાબિત કરી દીધા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભલે ઉદ્ધવ ઠાકરે હોય પરંતુ સરકારમાં શરદ પવાર એક મહત્વનો રોલ ભજવશે મેન્ટરનો એક વડીલનો એક સિનિયરનો. જેમ શરદ પવાર પવાર બાલાસાહેબ ઠાકરેને પ્રણામ કરતા હતા તેમ ઉદ્ધવ ઠાકરે શરદ પવારને પ્રણામ કરે છે.
પવાર અને ઠાકરે પરિવાર વચ્ચે આજ કાલની મિત્રતા નથી પરંતુ વર્ષો જુની મિત્રતા છે એજ મિત્રતા અને એજ સંબંધ આજે શિવસેના અને એનસીપીને સાથે લાવ્યું છે તો એનસીપી દ્વારા કોંગ્રેસને સાથે લાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આવતી કાલે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તો બની જશે એ હવે નક્કી છે અને આગામી 3 ડિસેમ્બર સુંધી બહુમત પણ સાબિત કરી દેશે. પરંતુ હવે વાત રહી શરદ પવારની આગામી ભૂમિકાની તો શરદ પવાર વિપક્ષી એકતાનો ચહેરો બની ગયા છે. જે તમામ દાવપેચ ઉઠાપઠક જાણે છે અને મોદી શાહ સામે કેવીરીતે લડવું તે પણ તેઓ સારી રીતે જાણે છે. તો આગામી સમયમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા શરદ પવારને કોઈ મોટી જાવબદારી સોંપવામાં આવી શકે છે.
પવાર ભલે દિલ્લીમાં એક્ટિવ રહ્યા પરંતુ તેમણે ક્યારેય મહારાષ્ટ્રની રાજનીતિ છોડી નથી. અને એજ મહારાષ્ટ્ર આજે તેમની સાથે ઉભું છે જેમનું પરાક્રમ આજે સમગ્ર દેશે જોઈ લીધું. દિલ્લી અને મુંબઇ માં શરદ પવારના આ માસ્ટરસ્ટ્રોકની વાતો થઈ રહી છે અને કહેવાય છે કે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવવા અને અજિત પવારને અપરાધમુક્ત બનાવવા માટે શરદ પવાર દ્વારા જ આ રાજરમત રમવામાં આવી હતી જેમાં ભાજપ અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ ફસાઈ ગયા હતા. એટલી શિફતપૂર્વક શરદ પવાર આ ગેમ રમ્યા કે કોઈને ગંધ સુધ્ધા પણ ના આવી. હવે શરદ પવાર ભાજપ સામે એક મજબૂત ચહેરો બની ગયા છે.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જેટલી અગ્રેસીવતાથી ભાજપ સામે લડતા હતા તેવું આજે કોઈ નથી રાહુલ ગાંધી સામે પોતાનીજ પાર્ટીમાં ઘણા પડકારો છે. તેઓ જાહેરમાં કહી ચુક્યા છે કે પાર્ટીના સિનિયર નેતાઓએ પણ હારની જવાબદારી સ્વીકારવી જોઈએ જે હજુ પણ હારની જવાબદારી સ્વીકારી રહ્યા નથી. રાહુલ ગાંધીએ સ્વયં પોતાની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દીધું હતું ત્યારે હાલ દેશમાં ભાજપ સામે રાહુલ ગાંધીની જેમ અગ્રેસીવતાથી ટકી શકે તેવું કોઈ નથી તે હકીકત છે તેમાં વિપક્ષી પાર્ટીઓને શરદ પવારના રૂપે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં શરદ પવારને વિપક્ષી પાર્ટીઓ મોટી જવાબદારી સોંપે તેમાં કોઈ નવાઈ નથી.