IndiaPolitics

સંજય રાઉત ના ભાજપ પર આકરા પ્રહાર કહ્યું દિલ્લી કોઈના બાપની નથી મોટા મોટા આવ્યા અને ગયા!

શિવસેના અને ભાજપ વચ્ચે સત્તાની ખેંચતાણ ચરમસીમાએ છે એમાં શિવસેના તરફે સંજય રાઉતે મોરચો સાંભળ્યો છે. સંજય રાઉત હોસ્પિટલમાં હતા ત્યારે પણ હોસ્પિટલમાંથી પત્ર લખ્યો હતો અને મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનાવવા માટે સતત કાર્યશીલ રહ્યા હતા. એનસીપી સાથે મિટિંગ હોય કે ભાજપને જવાબ આપવાનો હોય સંજય રાઉત દરેક મોરચે હજાર જ હોય. સંજય રાઉત દ્વારા ફરી જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે અને 170 ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણબહુમત વાળી રાસરકાર બનશે જે પુરા પાંચ વર્ષ કાર્ય કરશે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

શિવસેના અને ભાજપ 30 વર્ષ ઉપરાંતથી ગઢબંધનના સાથી હતા જે ભાજપ દ્વારા ગઢબંધન શરત ભંગ કર્યા બાદ ગઢબંધનમાં ભંગાણ આવ્યું હતું. જે બાબતે ઉદ્ધવ ઠાકરે પણ નમતું જોખવાના મૂડમાં નોહતા કે અમિત શાહ પણ નમતું જોખવાના મૂડમાં નોહતા આખરે ૩૦ વર્ષ જુના આ ગઢબંધનનો અંત આવ્યો અને મહારાષ્ટ્રમાં અલગ અલગ વિચારધારાઓ એકસાથે મળીને સરકાર રચવા જઇ રહી છે. સરકાર રચવાના એક સવાલના જવાબ પર સંજય રાઉતે જણાવ્યું કે ડિસેમ્બર સુંધી મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન થઈ જશે અને શિવસેનાનો મુખ્યમંત્રી બનશે. જેને 170 જેટલા ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત હશે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

સંજય રાઉતે કહ્યું હતું કે, અમે વિધાનસભામાં બહુમત સાબિત કરીશું. અમારી સરકાર આગામી સંપૂર્ણ 5 વર્ષ માટે રચાશે અને મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. તેમણે આગળ કહ્યું હતું કે, એનસીપી અને કોંગ્રેસ સાથે કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને ચર્ચા થઈ ચુકી છે. અને આજે શરદ પવાર સાહેબ દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે પછી બધું જ ક્લીયર થઇ જશે. અમારી પણ વાતચીત મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ સાથે ચાલી રહી છે. અમે અપક્ષ સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ કોઈ પણ અપક્ષ ભાજપ સાથે જવા નહીં માંગે. આ સાથે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ અને શિવસેનાના નેતાઓ વચ્ચે આજે મિટિંગ યોજાવવાની છે જેમાં તમામ સ્પષ્ટતાઓ થઈ જશે અને આગામી ટૂંક સમયમાં રાજ્યમાં સરકાર રચાશે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપ સાથે છેડો ફાડયા બાદ સંસદમાં શિવસેનાની સીટીંગ એરેંજમેન્ટ બદલાઈ ગઈ છે તેમને પ્રથમ હરોળ માંથી ત્રીજી હરોળમાં બેસાડી દેવામાં આવ્યા છે જે બાબતે શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર ભાજપ માટે આકરી ભાષાનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, સદનમાં અમારી સીટીંગ એરેન્જમેન્ટ બદલાઈ ગઈ છે. કોઈ જ વાંધો નહી પણ દરેક પાર્ટીએ એટલું સમજી લેવું જોઈએ કે દિલ્હી કોઈના બાપની નથી. મોટા મોટા આવ્યા અને ગયા. મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન ક્યારે થસેના જવાબમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ જશે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપે મહારાષ્ટ્રમાં અમારી સાથે દગો કર્યો છે. અમને વચન આપ્યું હતું તે નિભાવ્યું નથી, ભાજપે કહ્યું હતું કે ભાજપ અને શિવસેનાના મુખ્યમંત્રી અઢી અઢી વર્ષ માટે બનશે એ વચન આપ્યું હતું જે સૌની સામે કહ્યું હતું તેનાથી ભાજપ ફરી ગયુ અને અમારી સાથે દગો કર્યો. મહારાષ્ટ્રમાં હવે નેતા તો શું જનતા પણ ભાજપની સાથે નથી. અમે પુર્ણ બહુમત સાથે સરકાર બનાવીશું અને તે સરકાર 5 વર્ષ ચાલશે. વધુમાં તેમણે જણાવ્યું કે, એનડીએમાં બધા જ સ્વાર્થી છે. રામ વિલાસ પાસવાન, નીતીશ કુમાર પણ સત્તા માટે એનડીએમાં આવ્યા છે. સત્તા અને સ્વાર્થ માટે તમામ દળ એનડીએ યુપીએમાં આવ જાવ કરે છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!