
અમિત શાહ આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાજપની મહાજનાદેશ યાત્રાને સંબોધિત કરી રહયા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે જો બીજી પાર્ટીઓના નેતાઓ માટે દરવાજા ખોલી નાખ્યા તો શરદ પવાર અને પૃથ્વીરાજ ચૌહાણ સિવાય તેમની પાર્ટીમાં કોઈ બચશે નહીં. શરદ પવારે મહારાષ્ટ્ર માટે શું કર્યું છે? જેવા સવાલો અમિત શાહે કર્યા હતા. ત્યારબાદ થોડા દિવસ બાદ શરદ પાવર દ્વારા મહારાષ્ટ્રમાં એક રેલીને સંબોધન કરતાં અમિત શાહના આ સવાલના જવાબ આપવામાં આવ્યા હતા. અને કહ્યું હતું કે શરદ પવારે જે કાંઈ પણ સાચું કે ખોટું કર્યું હોય પણ તે અમિત શાહની જેમ જેલ નથી ગયા.

અમિત શાહે શરદ પવાર પર નિશાન સાધતા તેમને પૂછ્યું હતું કે તેઓએ મહારાષ્ટ્ર માટે શું કર્યું છે? શરદ પવારે અમિત શાહને રોકડું પરખાવતાં જણાવ્યું હતું કે, “મહિનાઓ ના મહિનાઓ જે લોકો જેલમાં વિતાવી ચુક્યા છે એ મને સવાલ કરે છે કે મેં શું કર્યું!? મેં શું કર્યું છે એ મરાઠી લોકો સાથે દેશની જનતા પણ જાણે જ છે.” બસ એના થોડાજ દિવસ બાદ એટલે કે ગઈ કાલે હવે શરદ પવાર પર એફઆઈઆર નોંધવામાં આવી છે અને આને એક સંજોક માત્ર પણ ગણી શકાય અથવા રાજનૈતિક પણ ગણી શકાય મહારાષ્ટ્રની મોટી કોઓપરેટિવ બેંક ફડચામાં ગઈ છે અને NCP પ્રમુખ શરદ પવાર, અજીત પવાર સહિત 70 લોકો સામે ED એ ફરિયાદ નોંધી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્ર કોર્પોરેશન બેંક સાથે સંકળાયેલા કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ કૌભાંડની તાપસની શરૂઆતમાં મુંબઈ પોલીસે સૌપ્રથમ એફઆઈઆર નોંધી હતી અને હવે આજ કેસમાં ઇડીએ તાપસ હાથ ધરી છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર, તેના ભત્રીજા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશન બેંક સાથે સંકળાયેલા લગભગ 70 જેટલા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. મહારાષ્ટ્ર કોર્પોરેશન બેંકનું લગભગ 25 હજાર કરોડ રૂપિયા જેટલું મસમોટું કૌભાંડ છે.

આ કૌભાંડમાં મુંબઇ હાઇકોર્ટ દ્વારા તાપસ હાથ ધરવાનો અને FIR નોંધવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુંબઇ પોલીસ દ્વારા આ કૌભાંડની તાપસ હાથધરીને FIR નોંધવમાં આવી હતી અને હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વાર ફ્રેશ તાપસ હાથ ધરવામાં આવી છે તેમજ શરદ પાવર સહિત લગભગ 70 લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇડી મુજબ આ કૌભાંડમાં કોર્પોરેટ બેંકના ઘણા સંચાલકો પણ શામેલ છે. આ મામલે હવે શરદ પવારની પણ પુછપરછ થઈ શકે છે અને ધરપકડ પણ થાય તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે, ઇડી પ્રમાણે આ કૌભાંડની શરૂઆત 2007માં થઇ હતી. એવો આરોપ છે કે, વર્ષ 2007 થી 2011ની વચ્ચે કોર્પોરેટ બેંકના સંચાલકો અને FIR માં જેમના નામ છે તેઓની મિલીભગતને કારણે મહારાષ્ટ્ર કોર્પોરેશન બેંકને કરોડો રૂપિયાની ખોટ પહોંચાડી છે. મહારાષ્ટ્ર કોર્પોરેશન બેંકના કૌભાંડમાં સંડોવાયેલા લોકોમાં મહારાષ્ટ્રના 34 જેટલા જિલ્લાની બેંકના અધિકારીઓ શામેલ છે. આ કૌભાંડ આચરવા માટે ષડયંત્રકારીઓએ સુગર મિલો અને સ્પિનિંગ મિલોને ધિરાણ આપવામાં અને તે ધિરાણની રીકવરીમાં કરવામાં અનેક પ્રકારની ગેરરીતિઓને આચરી હતી અને કરોડોની ઉચાપત કટકી કરી હતી તેવા આરોપ છે. મહારાષ્ટ્રમાં એક બાજુ વિધાનસભા ચુંટણી આવી રહી છે અને બીજી તરફ ઇડીનો સપાટો હવે જોવાનું એ રહ્યું કે આગળ જતાં થશે શુ? હાલ પુરતું તો મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે.