આખાય વિશ્વમાં કોરોના મહામારી કહેર વર્ષાવી રહ્યું છે વિશ્વના 180 કરતાં વધારે દેશોમાં કોરોનાએ દસ્તક દીધી છે અને આ વાયરસે અત્યાર સુંધીમાં વિશ્વના 42,341 લોકોની જાન લઈ લીધી છે. ઇટલી, સ્પેન અને ચીનમાં મોટી ત્રાસદી સમાન આ વાયરસે હજારો લોકોની જાણ લીધી છે અને સમગ્ર વિઉશ્વાને બાનમાં લઇ લીધું છે. આખું વિશ્વ લોકડાઉન થઇ ગયું છે. પરંતુ હજુ વિશ્વના 15 દેશો એવા છે જ્યાં હજુ સુંધી કોરોના વાયરસ સંક્રમણના કોઈપણ કેસ થયા નથી. આમાં ઉત્તરકોરિયા, યમન જેવા દેશો સામેલ છે. અને કેટલાક એવા પણ દેશો છે જ્યાં 10 કરતા ઓછા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે.
કોરોના મહામારી પર અપડેટ માટે અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ દુનિયાનો સૌથી મોટો ડેટાબેઝ તૈયાર કર્યો છે. જેના દ્વારા સાચા આંકડા જાણવા મળ્યા છે જે પ્રમાણે આ જાન લેવા વાયરસ દુનિયાના 180 દેશ સુંધી પહોંચી ગયો છે. અને 8.59 લાખ જેટલા કેસો સામે આવ્યા છે. તો વિશ્વના 130 દેશોમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે 42,341 લોકોના મોત નીપજ્યા છે. દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે 1.89 લાખ જેટલા કેસ અમેરિકામાં નોંધવામાં આવ્યા છે. જ્યારે દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસ સંક્રમણથી 12,428 લોકોના મોત ઇટલીમાં નોંધવામાં આવ્યા છે.
અમેરિકા માં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન અને ચીનને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. પરંતુ આ બધાય વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે હજુ પણ દુનિયામાં એવા દેશો પણ છે જ્યાં કોરોના વાયરસ સંક્રમણના કોઈ કેસો નથી. અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારી પર 31 માર્ચ સુંધીના ડેટાના આધારે આપવામાં આવેલી માહિતી મુજબ આ દેશોમાં ઉત્તર કોરિયા પણ છે. જેની સીમા ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે જોડાયેલી છે. જ્યાં દુનિયામાં સૌથી પહેલા આ વાઇરસે તબાહી મચાવી હતી.
આના સિવાય જોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર આફ્રિકાના મહાદ્વીપમાં પણ કેટલાય એવા દેશો છે જ્યાં અત્યાર સુંધી કોરોના વાયરસ સંક્રમણના એક પણ કેસ સામે આવ્યા નથી. આ દેશોમાં યમન, બોત્સાવના, તુર્કમેનિસ્તાન, તાજીકિસ્તાન, કોમોરોસ, મલાવી, સાઓ તોમે એન્ડ પ્રિન્સિપી, દક્ષિણી સુદાન શામેલ છે. આના સિવાય સોલોમન આઇલેન્ડ, વાનુઆતુ જેવા કેટલાય નાના આઇલેન્ડ પણ છે જ્યાં હજુ સુંધી આ કોરોના વાયરસનું સંક્રમણ નથી પહોચ્યું. એટલે હાલ તો આ દેશોને સેફ ગણવામાં આવી રહ્યા છે પરંતુ આગળના દિવસોમાં આ વાયરસ ત્યાં પહોચીને તબાહી મચાવે તો નવાઈ નહિ.
આ સેફ દેશોમાં ઉત્તર કોરિયામાં કોરોના વાયરસ સંક્રમણ ના હોવાના સમાચાર પર સવાલો ઉઠી રહ્યા છે અને આ બાબતે મોટો વિવાદ થયો છે. કેટલાક વિશેષજ્ઞ સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક વિશેષજ્ઞ ઉત્તર કોરિયાના આ દાવાને સમર્થન પણ આપે છે જેની પાછળ તેઓ તેનું માનવું એ છે કે ઉત્તર કોરિયા દુનિયા સાથે જોડાયેલ નથી તે સૌથી અલગ છે એટલે ત્યાં કોરોના વાયરસન સંક્રમણના કેસો ના હોય એ હકીકત હોઈ શકે છે. આ બધાય વચ્ચે જાણવા જેવી બાબત એ છે કે, જ્યારે આખી દુનિયા આ વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે ઉત્તર કોરિયા એ હજુ બે દિવસ પહેલા જ એક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
- આ પણ વાંચો
- ફાંકા ફોજદાર જગત જમાદાર અમેરિકા માં ચીન ઈટલી કરતાં હાલત ભયાનક! જાણો!
- કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
- કોરોના સામેની લડાઈમાં અમદાવાદમાં અનોખી પહેલ! અમદાવાદીઓ મેદાને!
- પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
- કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
- કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ