GujaratPolitics

અલ્પેશ ઠાકોર ની જાન લીલા તોરણે પાછી આવશે! હુંકાર ભરતાં ભાજપ નેતા! રાજકારણ ઘેરાયું!

ગુજરાતમાં ચૂંટણીઓ માહોલ જામ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતી જઈ રહી છે તેમ ક્યાંક ને ક્યાંક વિરોધ, આંદોલન અને પક્ષપલ્ટો વધારે થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે દલ બદલની રાજનીતિ ચરમસીમા પર આવી ગઈ છે. સાથે જ પાર્ટીમાં આંતર વિગ્રહ પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે તો ટિકટ માટે લોબીઇંગ અને ટીકીટ માટે પણ વિરિધ પ્રતિરોધ થઈ રહ્યા છે. આવું જ કઈંક રાધનપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સાથે થઈ રહ્યું છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

મંત્રી પદની મહેચ્છાએ ધારાસભ્ય પદ ગુમાવ્યું!
જણાવી દઈએ કે વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી પણ લડ્યા હતાં અને જીત્યા હતા. પરંતુ મનમેળ ના બેસતા અને મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષા ના કારણે તેમણે કોંગ્રેસ છોડી હતી અને ભાજપમાં જોડાયા હતાં. પરંતુ પોતાની તાકાત ત્યારે ખબર પડી જ્યારે રાધનપુર બેઠક પર પેટાચૂંટણી થઈ. ભાજપે અલ્પેશ ઠાકોર ને ટીકીટ આપી સામે કોંગ્રેસ માંથી રઘુ દેસાઈને ટીકીટ મળી. કોંગ્રેસ રઘુ દેસાઈને મેદાન એ જંગ માં ઉતારી ને સફળ થઈ અને અલ્પેશ ઠાકોર ને હાર નો સામનો કરવો પડ્યો હતો. મંત્રી બનવાની અતિ મહત્વાકાંક્ષાએ ધારાસભ્ય પદ પણ છીનવી લીધું.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

એક્ટિવ થયાં પણ લડવું મુશ્કેલ!
હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફરી એક્ટિવ થઈ ગયા છે અને ફરી રાધનપુર બેઠક પર ચૂંટણી લડવાની મહેચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે હવે તેમની સામે જ વિરોધનો વંટોળ ઉભો થયો છે. એક રિપોર્ટ મુજબ રાધનપુર મતવિસ્તારમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ભાજપ ખેમાંમાં જ વિરોધ છે જે બાબતે સાંતલપુરના કોરડા ગામે ભારતીય જનતા પક્ષના આગેવાનોએ સંમેલન યોજયું હતું. સંમેલન માં સંકલ્પ કરવામાં આવ્યો હતો કે સૌથી પહેલાં ટીકીટ અને પ્રાથમિકતા લોકલ સ્થાનિક વ્યક્તિને ફાળવવામાં આવે. મતલબ સ્પષ્ટ છે કે આ વખતે અલ્પેશ ઠાકોર સિવાય સ્થાનિક લોકલ નેતાને ટીકીટ આપવામા આવે. મતલબ ભાજપ માં અલ્પેશ ઠાકોર નો વિરોધ હોય તેવું દેખાઈ રહ્યું છે?

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

અલ્પેશ ઠાકોરનું સુચક નિવેદન
થોડા સમય અગાઉ જ મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી રાધાનપુરથી લડવાના સંકેત આપ્યા હતાં. મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.’ કહીને અલ્પેશ ઠાકોર દ્વારા પોતાની ભૂલોની માફીપાન જાહેરમાં માંગી લીધી અને કહી પણ દીધું કે આગામી ચૂંટણી લડવાનો છું. અલ્પેશ ઠાકોર નું આ નિવેદન સૂચક હતું. અલ્પેશ ઠાકોરને ફરીથી રાધનપુરમાં ટીકીટ અપવા સામે સ્થાનિકોનો સખત વાંધો છે.

ભાજપ નેતાઓ એ કર્યો વિરોધ!
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ ગણવામાં આવતી રાધનપુર બેઠક પર ભાજપ દ્વારા ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જાહેર કરવાના ભાજપ નેતૃત્વના નિર્ણય સામે સ્થાનિકો અને લોકલ નેતાઓમ ભારે રોષની લાગણી છે. અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવા સામે સ્થાનિકો અને લોકલ નેતાઓ દ્વારા ભાજપ નેતૃત્વ સામે શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગત મંગળવારે સમી તાલુકાના રણાવાડા ગામે અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવા સામે તમામ સમાજના ભાજપના અગ્રણીઓનું સંમેલન યોજાયું હતું અને તે જ સંમેલનમાં અલ્પેશ ઠાકોર સામે રોષ વ્યક્ત કરવા સાથે સાથે સ્થાનિક ઉમેદવારની માંગ કરવામાં આવી હતી. મહા સંમેલનમાં ભાજપના તમામ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

અલ્પેશ ઠાકોર ને લીલા તોરણે પાછા મોકલવાનો હુંકાર
સમી તાલુકાના રણાવાડા ગામે અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવા સામે યોજવામાં આવેલા મહાસંમેલનમા ભાજપ ના જ બે પૂર્વ ધારાસભ્યો નાગરજી ઠાકોર અને લવિંગજી સોલંકી સાથે ડઝનબંધ ભાજપ નેતાઓએ હાજરી પુરાઈ હતી. અને ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલે સુંધી કે ભાજપ નેતૃત્વને ધમકી લન આપી દેવાઈ હતી કે જો સ્થાનિક ઉમેદવાર નહીં મુકવામાં આવે અને અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવામાં આવશે તો અલ્પેશ ઠાકોરને તો લીલા તોરણે પાછા મોકલવામાં આવશે તેવો હુંકાર ખુદ ભાજપના નેતાઓ અને બે પૂર્વ ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. જે જોતા ભાજપ માટે રાધનપુર બેઠક માથાનો દુખાવા સમાન બની છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!