આપણે 10 અને 12ની પરીક્ષાઓ પતે એટલે એમ સમજીએ કે ગંગા નાહ્યા! અને જિંદગીના બે મહત્વના પડાવ પાર કર્યા એમ સમજીને આગળ વધીએ. અને રાહતનો શ્વાસ લઈએ. પરંતુ કેટલાક સ્તુતિ ખાંડવાલા જેવા લોકો ઇતિહાસ સર્જવા જ જન્મ્યા હોય છે.
વાત છે સુરતની સ્તુતિ ખાંડવાલા જેની ઉંમર માત્ર 18 વર્ષની છે અને તેણે એક જબરદસ્ત રેકોર્ડ સર્જી નાખ્યો છે જે હાલ તો દૂર દૂર સુંધી કોઈ તોડી શકે એમ નથી. અરે કોઈ રેસમાંજ નથી એમ કહીએ તો પણ એ વધારે પડતું નથી.
સુરતની આ યુવતીનું નામ છે સ્તુતિ ખાંડવાલા, જેણે એક સાથે ખુબજ અઘરી ગણવામાં આવતી પરીક્ષાઓ રમતા રમતા પાસ કરી નાખી. જેમાં NEET, AIIMS, MBBS અને JEE (Main) નો સમાવેશ થાય છે. હા આ સાચા સમાચાર છે કોઈ ફેક કે અફવાહ નથી!
મૂળ સુરતની રહેવાસી સ્તુતિ ખાંડવાલા એ એકી સાથે NEET, AIIMS MBBS અને JEE (Main)ને પાસ કરીને તમામને હેરાન કરી દીધા છે. અને માત્ર પરીક્ષા પાસ જ નથી પરંતુ તેમાં રેન્ક ઓણ મેળવ્યો છે જે તેમની સફળતામાં ચાર ચાંદ લગાવે છે.
સુરતની સ્તુતિ ખાંડવાલા એ NEET 2019માં ઓલ ઈન્ડિયા રેન્ક 71 મેળવ્યો છે. AIIMSના ટેસ્ટમાં ઓલ ઈન્ડિયા રેન્ક 10 મેળવ્યો છે. આ પરીક્ષાઓ એટલી અઘરી આવે છે કે મોટા મોટા ખેરખાંઓ થાકી હારી ચુક્યા છે. જ્યારે સ્તુતિ એ એક સાથે આ પરીક્ષાઓ પાસ કરી છે.
કેટલાક તો આ પરીક્ષાઓ માટે વર્ષોથી મહેનત કરતા હોય છે છતાંય આ અઘરી ગણવામાં આવતી પરીક્ષાઓમાં પાસ થવામાં નિષ્ફળતા મળે છે જ્યારે આ ગુજરાતી યુવતીએ પોતાના પરાક્રમથી સૌ કોઈને ચોંકાવી દીધા છે.
આટલું ઓછું હોય તેમ સ્તુતિને વિશ્વમાં નંબર વન ગણવામાં આવતા અમેરિકાના પ્રસિદ્ધ મેસાચુસેટ્સ ઈસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માં પણ એડમિશન મળી ગયું છે. અને સાથે સાથે તેને 90 ટકા સ્કોલરશિપની પણ ઓફર મળી છે.
છે ને જબરદસ્ત! અદભુત! અકલ્પનિય! ગુજરાતી જે ધારે એ કરે. સખત મહેનત પુરૂષાર્થ અને ત્યારબાદ ભવ્ય સફળતા ગુજરાતીઓના હાથમાં છે અને તેને પામવામાં ગુજરાતી ક્યારેય પાછો ના પડે એ કરી બતાવ્યું સુરતની આ યુવતીએ. આ સાથે જ ગુજરાતનું નામ પણ રોશન કર્યું.
જો આ આર્ટિકલ ગમ્યો હોય તો લાઈક શેર અને અમને ફોલો કરજો સાથીઓ…