IndiaPolitics

ભાજપ નો નાનો નેતા નાનું જુઠ્ઠાણું અને સૌથી મોટા નેતા સૌથી મોટું જુઠ્ઠાણું બોલે છે!!

સમગ્ર દેશમાં ચૂંટણી જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આ વર્ષ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ લઈને આવ્યું છે અને રાજકારણ તેના ચરમ સીમા પર છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વના ગણવામાં આવતાં રાજ્યો ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, જમ્મુ એન્ડ કાશ્મીર, મણિપુર જેવા મહત્વના ગણવામાં આવતા રાજ્યોમા વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે. જણાવી દઈએ કે ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, મણિપુર રાજ્યોમાં ભાજપ ની સ્પષ્ટ બહુમતી વાળી અને ગઢબંધન સરકાર છે જ્યારે પંજાબમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં છે. અને જમ્મુ કાશ્મીર માં ગવર્નર રાજ છે. પંજાબ માં ભાજપ સત્તામાં આવવા મથી રહ્યું છે જ્યારે કોંગ્રેસ સરકાર ફરી બનાવવા આગળ વધી રહ્યુ છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

ઉત્તરાખંડ માં ભાજપ સત્તામાં તો છે પરંતુ ફરીથી સત્તામા આવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. બીજી તરફ હિમાચાલમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને માટે રસાકસી જેવું વાતાવરણ રહ્યું છે. તો ગોવા માં પણ હવે ભાજપ કોંગ્રેસ ને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ મેદાનમાં છે. મણિપુર માં પણ બદલાવ ની હવા છે જેમાં લોકલ પાર્ટીઓ ફાવી જાય તો નવાઈ નહીં. જમ્મુ કાશ્મીર માં હાલમાં કઈ પણ કહેવું મુશ્કેલ છે. ભાજપ હાલમાં જોવા જઈએ તો ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દૌથી મજબૂત સ્થિતિ માં દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ થોડી મહેનત વધારે તો 2017 કરતા પણ આશ્ચર્યજનક પરિણામ આવે તો નવાઈ નહીં.

કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ ઉત્તરપ્રદેશ માં ચૂંટણી માહોલ વધારે માં વધારે જામતો જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સમગ્ર કેબિનેટ ઉત્તરપ્રદેશના ચક્કર લગાવી રહ્યા છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં તો સત્તામાં છે અને મજબૂત રીતે સત્તામાં છે પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફી વાતાવરણ થોડું મંદુ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી ચૂંટણી લાદવામાં આવી રહી છે તો બીએસપી સુપ્રીમો માયાવતી પણ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તો સૌથી મજબૂત દેખાઈ રહ્યા છે સમાજવાદી પાર્ટી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ. કહેવાય છે કે ઉત્તરપ્રદેશમાં જે બહુમતીથી સરકાર બનાવે તે કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે.

યોગી આદીત્યનાથ, યોગી સરકાર, ભાજપમાં ભંગાણ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, rahul gandhi, priyanka gandhi, yogi sarkar, hathras
ફોટો સોશિયલ મીડિયા

શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બદાયુંમાં સપા ઉમેદવારની તરફેણમાં જનસભા કરી હતી. આ દરમિયાન ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નાના નેતા નાનું જુઠ્ઠું બોલે છે, મોટા નેતા મોટું જુઠ્ઠું બોલે છે અને સૌથી મોટો નેતા સૌથી મોટું જુઠ્ઠું બોલે છે. આ સાથે જ તેમણે પરિવર્તનની અપીલ કરતા લોકો પાસે વોટ માંગ્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા અખિલેશ યાદવે શનિવારે બદાયુંમાં કહ્યું હતું કે ભાજપના એક નેતા કહી રહ્યા છે કે, અમે ગરમી કાઢી નાંખશું. પરંતુ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું કે તેમના કાર્યકરો અને આગેવાનો ઠંડા પડી ગયા. પહેલા તબક્કાના મતદાનમાં જ ભાજપની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને આગામી તબક્કામાં તેમની સ્થિતિ વધુ ખરાબ થશે. સપા ગઠબંધન આ વખતે ચૂંટણી જીતશે. અને સરકાર બનાવશે.

અમિત શાહ, કોંગ્રેસ,
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત તેમણે નોકરી આપવાનું વચન આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે જેમને ભાજપ સરકારમાં ભેદભાવ અને અન્યાયનો સામનો કરવો પડ્યો છે, તેઓને બંધારણની વ્યવસ્થા પ્રમાણે એડજસ્ટ કરવામાં આવશે અને પછી તેમને નોકરી આપવામાં આવશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દેશના કોઈ મુખ્યમંત્રી પર જેટલા કેસ નથી એટલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર છે. તેમણે ઉમેર્યું કે યોગી આદિત્યનાથે પોતાના પરના તમામ કેસો જાતે જ રફાદફા કરાઈ નાખ્યા. આ પહેલા બદાયુંના ઈસ્લામનગરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે વર્તમાન ભાજપ સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું.

ભાજપ, akhilesh yadav, bjp, sp, uttar pradesh,

અખિલેશ યાદવે ઈસ્લામનગરમાં કહ્યું કે બીજેપીને ફરીથી સત્તામાં આવવા દેવી જોઈએ નહીં. જો તેઓ ફરી આવશે તો બંધારણ અને લોકશાહી ટકી શકશે નહીં. આ લોકશાહી બચાવવાની ચૂંટણી છે. સાથે જ તેમણે કહ્યું કે સમાજવાદી સરકાર બનશે તો 300 યુનિટ મફત વીજળી આપીશું અને ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપીશું. આ દરમિયાન અખિલેશ યાદવે બેરોજગારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આટલી બેરોજગારી પહેલા ક્યારેય જોઈ નથી. સેના અને પોલીસ સહિત તમામ નોકરીઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ સપાની સરકાર બન્યા બાદ તમામ સરકારી વિભાગોમાં ભરતી કરવામાં આવશે. આ સિવાય તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોના સંક્રમણનો ભોગ ઘણા લોકો બન્યા હતા. સરકાર દવાની વ્યવસ્થા કરી શકી નથી. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા નહોતી. ઓક્સિજન મળતો નોહોતો. આ એ સરકારને હટાવવાની ચૂંટણી છે જે લોકોને મદદ કરી શકી નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!