GujaratSurat

સુરત આગકાંડમાં નવો વળાંક, મૃતકના પરિવારજનોએ કરી આ માંગ! જાણો શું!

સુરત ના જકાતનાકા વિસ્તારમાં ચાલતા એક ટ્યુશન કલાસીસમાં ગત ૨૪મી તારીખે આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ૨૨ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

તંત્ર અને સરકારની બેદરકારીને કારણે આગ લાગી હોવાનું પણ ખુલ્યું હતું. સુરત વહીવટી તંત્ર પાસે ચાર માળ સુંધી જઈ શકે તેવી સીડી નહોતી જેના કારણે બાળકોને બચાવવામાં વિલંબ થયો હતું અને ૨૨ જેટલા બાળકો મોતને ભેટ્યા હતા.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

ફાયર ફાઈટરને પણ આગ લાગ્યાના તુરંત બાદ ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ પણ લગભગ પોણો કલાક બાદ ઘટના સ્થળે પહોચ્યા હતા તેવો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલ પણ સુરત આગકાંડ મૃતકના પરિવારને ન્યાય અપાવવા અને બેદરકારી કરનાર અધિકારીઓ સામે કડક પગલા લઈને તેમનું રાજીનામું લેવા માટે સરકાર પર દબાણ કર્યું હતું અને અનસન પર બેસવાના હતા પરંતુ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

હવે આ મામલો ગુજરાતની વડી અદાલત માં પહોચ્યો છે. સુરત આગકાંડના પીડિત પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાક્રમની તપાસ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવે તેમજ તેમાં જણાવવામાં આવ્યું કે, આ કેસની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તે તપાસમાં પોલીસ ઢીલાશ રાખી રહી છે અને જવાબદારીપૂર્વક કામ નથી કરી રહી હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

આજ અનુસંધાને દેશની સર્વોચ્ચ અદાલત માં પણ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર આ મામલે જરુરી દિશા નિર્દેશ બહાર પાડે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ફાયર સેફટી બાબતે લેવામાં આવતા તમામ પગલાને લઈને મહત્વના દિશા નિર્દેશ કેન્દ્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવે તેવી અરજ કરવામાં આવી છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે સુરતના આગકાંડમાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓનાં મોત થયા છે. પોલીસ આ મામલે એક્શન મોડમાં આવીને ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાની સહિતના આરોપીઓની ધરપકડ કરી તપાસ વેગવંતી કરી છે. પરંતુ જે ગતિએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેનાથી મૃતક બાળકોના પરિવારજનોને અસંતોષ છે અને તે કારણે તેમને આ આગકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરતી અરજી ગુજરાત વડી અદાલતમાં કરી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!