GujaratIndiaPoliticsSurat

સુરતને લઈને હાર્દિક પટેલ આક્રમક! નરેન્દ્ર મોદી ભાજપ પર સાધ્યું નિશાન! જાણો!

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટી માં જોડાયા બાદ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો સાથે સાથે જનતાના મુદ્દાઓ પણ સતત ઉઠાવી રહ્યા છે. હાલ હાર્દિક પટેલ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને યુવાનો સાથે ચોરે ચોકે મિટિંગ લોકોને મળીને તેમના પ્રશ્નો સમસ્યાઓ જાણી રહ્યા છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ પાર્ટીના દિશાનિર્દેશ પ્રમાણે મહારાષ્ટ્રમાં ખુબજ એક્ટીવ છે અને જિલ્લે જિલ્લે સભા બેઠકો કરીને કોંગ્રેસ પક્ષને મજબુત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. લોકસભા ચુંટણીમાં મળેલી કારમી હાર બાદ નિરાશ થવાને બદલે હાર્દિક પટેલ મહારષ્ટ્રનો રસ્તો લઈને ચુંટણી લક્ષી કામગીરી કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. હાર્દિક પટેલ મહારાષ્ટ્રમાં યુવાનોને મળી રહયા છે અને યુવાનોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી રહ્યા છે. તેમજ લોકલ પ્રશ્નો પણ શું છે તેની જાણકારી તેમજ સંગઠન બાબતે પણ ચર્ચા વિચારણા હાથ ધરી રહ્યા છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આ બધાયમાં કોમન મુદ્દો અને જે સરકારી ફેંસલા એ લાખો કરોડો લોકોના જીવનમાં દુઃખના વાદળો લાવી દીધા તે નોટબંધી અને જીએસટીના મુદ્દે હાર્દિક પટેલ ભાજપ સરકારને ઘેરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ લાગુ કરવામાં આવેલ જીએસટીના કારણે દેશમાં સૌથી વધારે નુકશાન ગુજરાતના સુરતમાં થયું છે. જેને લઈને હાર્દિક દ્વારા ફરી આ મુદ્દે સરકારને ઘેરવામાં આવી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલે જણાવ્યું કે, “નોટબંધી અને જીએસટી લાગુ કરવાના કારણે ધંધા રોજગારમાં મંદી આવી છે. વ્યાપારી પાયમાલ થઈ ગયા છે. સુરતમાં છેલ્લા અઢી વર્ષમાં બે હજાર કરતાં વધારે લોકોએ આત્મહત્યા કરી છે. કેટલાક લોકો પાસે હવે ઘરચાલે એટલું રાશન પણ બચ્યું નથી!” નોટબંધી અને તેના તરત બાદ લાગુ કરવામાં આવેલ જીએસટી એ સરકારનો તુઘલકી નિર્ણય હતો જેની સૌથી વધારે અસર સુરતમાં જોવા મળી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં હાર્દિક દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “આવા સમયે એક થઈને લડવું પડશે જો હવે લાડીશું નહીં તો આજે જે વ્યાપારીઓ સાથે થયું એ કાલે આપણી સાથે પણ થઈ શકે છે!” હાર્દિક પટેલ દ્વારા સરકાર સામે બાંય ચઢાવવામા આવી હોય એવી આ પહેલી ઘટના નથી હાર્દિક પટેલ દ્વારા ઘણા લોકલ મુદ્દે પણ સરકાર સામે લાલ આંખ કરવાં આવી છે. જેમાં પાટીદાર અનામત આંદોલન હોય કે સુરતમાં થયેલા આગ કાંડ હોય.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

હાલ તો હાર્દિક પટેલ મહારાષ્ટ્રના ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે કોંગ્રેસને મજબૂત કરવા સાથે સાથે જનતાના પ્રશ્નો પણ સરકાર સમક્ષ મુકી રહ્યા છે. હાર્દિક પટેલને ટૂંક સમયમાં કોંગ્રેસમાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવી શકે છે. જોકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભામાં હાર્દિક પટેલને નેશનલ લેવલે પ્રચારની કામગીરી સોંપી હતી. ત્યારબાદ હાલ તેઓને મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવાનું કામ સોંપવામાં આવેલું છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક જ સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ ની પસંદગી થઈ જશે અને ત્યારબાદ કોંગ્રેસ હાર્દિક પટેલને રાષ્ટ્રીય હોદ્દો આપશે હાર્દિક પટેલની ઉંમર અને અનુભવ જોતા તેઓને ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે તેવું હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પરંતુ આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત લરવામાં આવી નથી કે હાર્દિક પટેલ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી શેર કરવામાં આવી નથી.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને જીએસટીની સૌથી વધારે અસર ગુજરાતના સુરતમાં થઇ છે જેના કારણે ઉદ્યોગ ધંધા ઠપ થઇ ગયા રોજગારની તકો સાથે સાથે નાના ઉદ્યોગો પણ બંધ થઇ ગયા અને મહામંદીનો સામનો કરતા ૨ હાજર કરતા વધારે લોકોને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. સુરત એ લાખો લોકોને રોજગારી આપે છે હીરા ઉદ્યોગ હોય કે નાના મોટા અન્ય ઉદ્યોગો ત્યાંજ લોકો મહામંદીનો માર ઝીલી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!