
આગ્રાનો તાજમહેલ પણ રસ્તા, ચોક, જિલ્લાના નામ બદલવાની જેમ કતારમાં આવી ગયો છે. વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલ નું નામ બદલવા માટે ભાજપના કાઉન્સિલર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર બન્યા બાદ અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા હતા. હવે તાજમહેલનું નામ બદલીને તેજો મહાલય કરવાની માંગ ઉઠી છે. વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલ નું નામ બદલવા માટે ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠોડે બુધવારે મહાનગરપાલિકાની બેઠકમાં દરખાસ્ત બનાવીને રજૂ કરવાનું નક્કી કર્યું છે.

આ પ્રસ્તાવને ગૃહમાં વાંચવામાં આવશે અને તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.ભાજપના કાઉન્સિલર શોભરાજ રાઠોડનું કહેવું છે કે હવે તાજમહેલનું નામ બદલવાનો સમય આવી ગયો છે. સાથે જ શોભરાજના આ નિર્ણય પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આરસની સુંદરતાની ઇમારત તાજમહેલને લઈને વિવાદ ચાલુ છે. કેટલી વાર આ વિવાદ ઉઠ્યો છે કે તાજમહેલનું નામ તેજોમહાલય કરવામાં આવે. આ બવતે કેટલીય રાજરામતો પણ રમાઈ ચુકી છે. કેટલાય દાવાઓ પણ કારવામાં આવ્યા છે પરંતુ આજ સુંધી આ મુદ્દો આટલે તેજ રફતાર સાથે ચગ્યો નથી.

મહાનગરપાલિકાના ગૃહમાં ચર્ચા થશે
ક્યારેક તાજમહેલમાં પ્રવેશવાને લઈને વિવાદ થાય છે તો ક્યારેક તાજના નામને લઈને વિવાદ થાય છે. વિશ્વની સૌથી સુંદર ઈમારતોમાંથી એક એવા તાજમહેલનું નામ બદલવાની માંગ હવે મહાનગરપાલિકાના ઘરમાં પણ ગુંજશે. ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠોડે બુધવારે મળનારી મહાનગરપાલિકાની બેઠકમાં દરખાસ્ત બનાવીને રજૂ કરવાનું નક્કી કર્યું છે. આજ સુંધી કોઈ નેતા દ્વારા આ પ્રકારે કરવામાં આવ્યું નથી. આ મુદ્દાને હંમેશા માટે આગવંતો જ રાખવામાં આવ્યો છે. જેના કારણે ચૂંટણીઓમાં ફાયદો લઇ શકાય. પરંતુ હજુ સુંધી આ બાબતે કોઈ ઉગ્ર આંદોલન કે એવું કશું મોટું થયું નથી. પરંતુ હવે આંદોલન થઈ શકે તેવું લાગી રહ્યું છે.

ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠોડનું શું કહેવું છે?
આગ્રાના તાજગંજ વિસ્તારના બીજેપી કાઉન્સિલર શોભારામ રાઠોડનું કહેવું છે કે તેમની પાસે પુરાવા છે કે તાજમહેલમાં કમળનું કલશ છે અને આ વાત સાબિત કરે છે. આ અંગે પાલિકાના અધિકારીઓ મૌન છે, ગૃહમાં તૈયાર કરાયેલી દરખાસ્ત વાંચવામાં આવશે અને તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ આગળની કાર્યવાહી શક્ય છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દાખલ કરવામાં આવ્યા બાદ આ બાબતે વધારે વિવાદ સર્જાશે તેવું લાગી રહ્યું છે. હાલમાં જ્ઞાનવાપી બાબતે તો વિવાદ ચાલે જ છે કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે ત્યારે આ નવો વિવાદ જન્મશે એટલે હવે જોવું એજ રહ્યું કે ભાજપ કાઉન્સિલર દ્વારા દરખાસ્ત દાખલ થયા બાદ શું થાય છે!
