મોદીના ગઢમાં દિગ્વિજયસિંહ નો ઘા! પત્રકાર પરિષદમાં પૂછ્યા વેધક સવાલ!

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહ ગુજરાતની મુલાકાતે હતા અને તેમણે મોદી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ગુજરાતને ભાજપ પોતાનો ગઢ માને છે ત્યારે ભાજપના ગઢમાં આવીને ભાજપ ને વેધક સવાલો પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘‘અચ્છે દિન’’, ‘‘બે કરોડ રોજગાર’’ જેવા રૂપાળા સુત્રો આપી સત્તા મેળવનાર ભાજપ સરકાર નાના દુકાનદાર, ઉદ્યોગો સહિત યુવાનોની રોજગારી ખતમ કરવાનું કામ કર્યું છે. નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજયસિંહ એ જણાવ્યું હતું કે,

ભાજપ સરકારના ‘ખાએંગે, ખીલાયેંગે ઓર લૂંટાયેંગે’ મોડલને કારણે નાના વેપારી અને ઉદ્યોગકારોનો ધંધો ચોપટ થઈ ગયો છે. દેશમાં ૧૪ કરોડ જેટલો રોજગાર છીનવાઈ ગયો છે. જી.એસ.ટી., આધાર, મનરેગા અને એફ.ડી.આઈ.નો વિરોધ કરતી ભાજપ સરકાર સત્તા મેળવ્યા પછી અણઘડ જી.એસ.ટી., અને ૧૦૦ ટકા એફ.ડી.આઈ. દ્વારા દેશના કરોડો દુકાનદારો, નાના ઉદ્યોગકારો અને યુવાનોની નોકરી ખતમ કરી છે. વૈશ્વિક ઈ-કોમર્સ કંપની ‘‘એમેઝોન’’ને દેશમાં લાલઝાઝમ દ્વારા પગપેસારાથી દેશના નાના દુકાનદારો, રીટેલરો અને વેપારીઓના ધંધા – રોજગાર પર મોટી અસર થશે. માનિતા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા ફાયદા કરાવવા, વેપારમાં અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓની મોનોપોલી માટે મદદ કરતી ભાજપ સરકારના શાસનમાં વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોનને કેન્દ્રની ભાજપ સરકારને ૮૫૪૬ કરોડ રૂપિયા ‘‘લીગલ ફી’’ પેટે આપવામાં આવ્યા છે.

દેશ જાણવા માંગે છે કે, કાયદો અને ન્યાય મંત્રાલયનું વાર્ષિક બજેટ ૧૧૦૦ કરોડ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં એમેઝોન દ્વારા ૮૫૪૬ કરોડ રૂપિયા ભાજપ સરકારને ક્યા અધિકારી કે મંત્રીને આ રકમ લાંચ સ્વરૂપે મેળવી ? નાના વેપારી, દુકાનદારો અને મધ્યમવર્ગના ઉદ્યોગ સાહસિકોની પરવાહ કર્યા વગર કેન્દ્રની ભાજપ સરકારે કયા નિયમોની ફેરબદલી કરી વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી ? એમેઝોન કંપની વિરૂદ્ધ લાંચ – રીશ્વર લેવા અને આપવા અંગે અમેરિકામાં ગુન્હાહિત કામગીરીની તપાસ ચાલુ કરવામાં આવી છે તો પછી કેમ ભાજપ સરકાર લાંચ – રૂશ્વતની તપાસ કરવા અંગે મૌન છે ? લાભાર્થી કોણ ?

‘‘વર્ષ ૨૦૧૪ના ઈલેક્શનમાં વિદેશીઓને દેશ વેચી રહ્યાં છે’’ જેવા આક્ષેપો કરતી ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૦૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થકી કરોડો વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને નાના એકમ ચલાવતા યુવાનોની રોજગારી છીનવવાનું કામ કરી રહ્યું છે. વ્યાપારી વિરોધી, ઉદ્યોગ વિરોધી અને યુવાન વિરોધી ભાજપ સરકારના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના લાંચ – રૂશ્વત અંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસની માંગ કરતા આટલા મોટા પાયે, કરોડો રૂપિયાની થયેલ લાંચ-રીશ્વત અંગે સુપ્રિમકોર્ટના જજ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી દિગ્વિજયસિંહ સીધા મોદી સરકારને પ્રશ્ન પુછી દેશહિતમાં જવાબ માંગ્યા હતા.
૧. એમેઝોન દ્વારા ૮૫૪૬ કરોડ રૂપિયાની લાંચ-રીશ્વત કયા અધિકારી અને રાજનેતાને મળી ?
૨. શું આ લાંચ-રીશ્વત મોદી સરકારમાં કાનુન અને નિયમ બદલવા માટે આપી ? તેથી નાના દુકાનદારો અને ઉદ્યોગો ધંધા બંધ કરી એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીનો વ્યવસાય ચાલી શકે ?
૩. એમેઝોનની છ કંપનીઓ ભેગા મળી ૮૫૪૬ કરોડ રૂપિયા ચુકવ્યા. આ કંપનીઓનું પરસ્પર સંબંધ શું છે ? એ કઈ બીજી કંપની જોડે ધંધાકીય સંબંધ છે તથા આ પૈસા કાઢીને કોને અને ક્યા પ્રકારે ચુકવણી કરી ?
૪. અમેરિકા અને ભારત બન્ને દેશમાં લોબીંગ અને લાંચ-રીશ્વતના પૈસા આપવા એ અપરાધ છે તથા ગેરકાનૂની છે. તો પછી મોદી સરકારની નાક નીચે આટલી મોટી રકમ રીશ્વત સ્વરૂપે કોને અને કેવી રીતે આપવામાં આવી ?
૫. શું વિદેશી કંપની દ્વારા ૮૫૪૬ કરોડ રૂપિયાની રીશ્વત આપણા દેશની સુરક્ષા માટેનો ખીલવાડ નથી?
૬. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ચુપ કેમ છે ? શું એમણે અમેરીકાના રાષ્ટ્રપતિ જોડે એમેઝોન કંપનીની ગોટાળાની સામેની તપાસની માંગ કરશે ?
૭. શું આ ગોટાળાની તપાસ સુપ્રિમ કોર્ટના સીટીગ જજ જોડે ના થવી જોઈએ ?
પત્રકાર પરિષદબાળ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સહિત ગુજરાત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.