GujaratPolitics

ગુજરાત ભાજપ માં ઉકળતા ચરું જેવી સ્થિતિ! આંતરિક વિદ્રોહની ફોજ મોટી થતી જઇ રહી છે! જાણો!

ગુજરાતમાં ભાજપ છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી સરકારમાં છે. તોય ભાજપમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને અસંતોષ પણ નેતાઓ કાર્યકર્તાઓ કરતાં વધારે ધરાસભ્યોમાં અસંતોષ અને નારાજગી છે. ગુજરાત ભાજપ ના એક પછી એક ધારાસભ્યો બળવાના સૂર પોકારી રહ્યાં છે. શરૂઆત થઈ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર થી અને હજુ પણ ધારાસભ્યોના બગાવતી સુર એવાને એવું જ છે અન્ય એક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ રૂપાણી સરકાર સામે બાંયો ચડાવી ચુક્યા છે. યેનકેન પ્રકારે ભાજપ નેતાઓએ આ વિદ્રોહને ડામી દીધો છે પરંતુ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિ છે.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત ભાજપ દ્વારા માંડ માંડ ધરાસભ્યોનો વિદ્રોહ શાંત પાડ્યો ત્યારે હવે ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ પણ ભાજપ સરકાર સામે લાલ આંખ કરી છે. મહેન્દ્ર ત્રિવેદીએ આરોપ લગાવ્યો છે કે, ભાવનગરમાં કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ પડતો મૂકી દેવાયો છે. અને ભાવનગરના લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે. વારંવાર રજૂઆતો છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જનલક્ષી કામો કરવામાં આડોડાઇ કરી રહ્યાં છે. ભાવનગર એટલે જીતુ વાઘાણી ભાજપ પ્રદેશ અધ્યક્ષનો ગઢ અને ત્યાં જ જો આવું થાય તો અન્ય જગ્યાએ શું પરિસ્થિતિ હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે.

કેતન ઈનામદાર
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત ભાજપ ધારાસભ્યોને મોટા નેતાઓ અને મંત્રીઓ ગાંઠતા નથી અને અધિકારીઓ તેમને એક જનપ્રતિનિધિ તરીકેનું માન સમ્માન આપતાં નથી. આવી વ્યથા ખુદ ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી અને સરકાર સામે વ્યક્ત કરી કરીને થાક્યા ત્યારે વિદ્રોહનો સહારો લીધો છે. ભાજપમાં અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ સહિતના ધારાસભ્યો મંત્રીઓ, સરકારી તંત્ર અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સામે વિરોધ વિદ્રોહ નોંધાઇ ચુક્યા છે. અને આ ખુલ્લે આમ થઈ રહ્યુ છે જે જોતા ભાજપમાં સબ સલામતની માત્ર વાતો છે!

કેતન ઈનામદાર
ફોટો સોશિયલ મીડિયા

આ જોતા લાગી રહ્યું છે કે, ગુજરાત ભાજપ નેતાઓ ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી વિજયભાઇ અથવા તેમના મંત્રીમંડળના મંત્રીઓના વલણ અને કામ કરવાની પદ્ધતિથી નારાજ હોઈ શકે છે. આ બાબત ભાજપ મોવડી મંડળમાં ચિંતાનો વિષય બન્યો છે. બે દાયકાથી સતત સત્તામાં રહેલી ગુજરાત ભાજપ માં પ્રથમ વખત ભંગાણ પડ્યું છે કે સરકાર પોતાની હોવા છતાં ધારાસભ્યને રાજીનામુ આપવું પડ્યું હોય અને એ પણ એ કારણે કે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વિકાસના કામોમાં ઉદાસીનતા દાખવે છે અને ધારાસભ્ય તરીકેની ગરીમાં અને માન સમ્માન જળવતાં નથી! જો સત્તાધારી ભાજપના ધારાસભ્યોની આ હાલત હોય તો વિચારો વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો સાથે આ મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ કેવું વર્તન કરતાં હશે!?

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં બની રહેલી ઘટનાઓ અને સંજોગોને જોતા આગળના સમયમાં ગુજરાત ભાજપ માં ભડકો મોટો થઈ શકે છે તેમજ ગુજરાતના રાજકારણમાં કોઈ મોટી નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. જેમાં કોઈ નવાઈ ની વાત નહીં હોય. બે દાયકામાં પહેલીવાર સત્તાધારી પક્ષ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. કેતન ઇનામદારના રાજીનામાને પગલે ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો ત્યાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દબંગાઈ સામે આવી અને ચારેબાજુ એક જ ચર્ચા છે કે પહેલીવાર ગુજરાતમાં ભાજપ તૂટી રહી છે પરંતુ ભાજપના નેતાઓ કહે છે સબ ચંગા સી. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ વિરોધના વિદ્રોહને શાંત કરી શકે છે કે સરકારે ખુદ વિદ્રોહનો ભોગ બનવું પડે છે.

ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી જે દેખાય છે એ નથી પરંતુ જે નથી દેખાતાં એ છે. રાજનીતિના અઠંગ ખિલાડી વિજય રૂપાણીએ અત્યાર સુંધીમાં મોટા મોટા વિદ્રોહને શાંત પાડ્યા છે અને આ વિરોધ અને વિદ્રોહની પણ કઈ દવા દ્વારા સારવાર કરવી એ પણ તેમને આવડે જ છે. વિજય રૂપાણી પોતાની આ જ કળા અને કાબેલિયતના કારણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહના હૈયે વસેલા છે. આનંદીબેન પટેલના રાજીનામાં બાદ ગુજરાતની કમાન અચાનક વિજય રૂપાણીને એમનેમ નથી મળી!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!