IndiaPolitics

યોગીની મોટી ચાલ રાહુલ પ્રિયંકા હાથરસ પ્રવાસ નિષ્ફળ કરવા પહેલાં જ લીધા હતા આ પગલાં!

ઉત્તર પ્રદેશના હાથરસ માં બનેલી જઘન્ય ઘટના ના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે. હિન્દૂ સંસ્કૃતિમાં સૂર્યાસ્ત બાદ અંતિમ ક્રિયા થતી નથી પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પીડિતાના અડધી રાત્રે જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા અને એ પણ તેના માતા પિતા પરિવારના કોઈ વ્યક્તિને હાજર રાખ્યા વગર. દેશમાં પીડિત પરિવારને ન્યાયની માંગ ઉઠી છે. કેટલાય સામાજિક સેવાઓ આપતા એનજીઓ દ્વારા મદદ માટે હાથ લંબાવવામાં આવ્યો છે. તો કેટલાય વકીલો દ્વારા પણ કાયદાકીય લડાઈ માટે મફત સેવા આપવાનું જણાવ્યું છે.

હાથરસ
ફોટો સોશિયલ મીડિયા

હાથરસ માં 19 વર્ષની યુવતી સાથે જઘન્ય કૃત્યના પડઘાસંગ્ર દેશમાં પડતાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે. સમગ્ર દેશ માંથી પીડિત પરિવારોને ન્યાય આપવા માટેની માંગ ઉઠી છે ત્યારે યોગી સરકાર જનતાના આક્રોશનો સામનો કરી રહી છે. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ અને સરકાર આ મામલાને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.વધુમાં પીડિત પરિવારે કહ્યું છે કે, પોલીસ દ્વારા અમને અમારી દીકરીની અંતિમ ક્રિયાનો પણ હક છીનવી લેવામાં આવ્યો, અમારા પરિવારને છેલીવાર તેનું મોઢું પણ જોવા દેવામાં ના આવ્યું.

હાથરસ
ફોટો સોશિયલ મીડિયા

પોલીસ ઘેરામાં પીડિતાને અડધી રાત્રે પોલીસ દ્વારા અગ્નિસંસ્કાર આપવામા આવતાં સમગ્ર હાથરસમાં રોષ છે ત્યારે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા ઉત્તર પ્રદેશ ના હાથરસ પીડિત પરિવારને સાંત્વના આપવા જવાની વાત મીડિયામાં લીક થતાંની સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમનો આ પ્રવાસ નિષ્ફળ બનાવવાનો તખ્તો ઘડાઈ ગયો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જાવા નીકળ્યા હતાં પરંતુ યોગી સરકારના બંદોબસ્તના કારણે પહોંચી શક્યા નોહતા અને અધવચ્ચેથી જ પાછા ફરવું પડ્યું હતું. એટલું જ નહીં યોગી સરકાર દ્વારા ફરિયાદ પણ દાખલ કરવાં આવી હતી.

હાથરસ
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની હાથરસ જવાની વાત લીક થતાં યોગી સરકાર હરકતમાં આવી ગઈ હતી. ચારે બાજુ પોલીસ બંદોબસ્ત અને બેરીકેડ લગાવી દેવામાં આવ્યા હતા. તેમજ હાથરસ માં144ની કલમ લગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત જનપદમાં પણ કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અકપ્રેસ વે પાર પહોંચ્યા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે, અહીં પર કલમ 144 લાગૂ છે અને તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. પોલીસ દ્વારા રાહુલ પ્રિયંકા ને લો એન્ડ ઓર્ડર વગેરેની પણ વાત કરી અને વગર મંજૂરીએ એક્સપ્રેસ વે થઈ આગળ જવાની ના પાડી દેવામાં આવી હતી.

હાથરસ
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ને કાફલા સાથે જવાની ના પાડતા તેઓ ચાલતા પગપાળા નીકળી ગયા હતાં પરંતુ ત્યાં પોલીસ સાથે ઝપાઝાપી થઈ હતી અને પોલીસ દ્વારા રાહુલ ગાંધીને ધક્કો મારીને પડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે પગપાળા પણ નહીં જવા દેવામાં આવે જનપદમાં કલમ 144 લાગૂ છે તેમજ કોવિડ-19નું પણ કારણ આગળ ધર્યું હતું. યોગી સરકાર યેનકેન પ્રકારે રાહુલ પ્રિયંકા ની હાથરસના પ્રવાસને રોકવા માંગતા હતા અંતે પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની સાથે સાથે ગ્રેટર નોઇડામાં કોંગ્રેસના 203 નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

હાથરસ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જેતે સમયે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ની અટકાયત બાદ છોડી દેવામાં આવ્યા હતા અને દિલ્લી પરત જવા માટે કહ્યું હતું. બાદમાં તેમની સામે વિરૂદ્ધ ગ્રેટર નોઇડાના ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાના ઇકોટેક વન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં રાહુલ પ્રિયંકા સહિત 203 લોકો વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદમાં કેટલીક ગંભીર કલમો લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે આ કેસ ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી જ દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારે સરકાર અને પોલીસની સાંઠગાંઠ દ્વારા યોગી આદિત્યનાથ રાહુલ પ્રિયંકાને હાથરસ જતા રોકવા માટે સફળ રહ્યા.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!