IndiaPolitics

ભાજપ નો સપાટો! અપક્ષ સહિત વિપક્ષના ધારાસભ્યોને કર્યા ભાજપમાં શામેલ!

ગુજરાતમાં જબરદસ્ત મેજોરીટીથી અને તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ભાજપ સમગ્ર દેશમાં ઉર્જાવાન બન્યું છે સાથે સાથે ભાજપના કાર્યકરો પણ ઉર્જાવાન દેખાઈ રહ્યા છે. જો કે ભાજપે હિમાચલ પ્રદેશ ગુમાવવાનો વારો આવ્યો છે. આગામી વર્ષે લગભગ 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે એ જોતાં ભાજપ ફરીથી ચૂંટણી મોડમાં આવી ગયું છે. ભાજપે 9 રાજ્યોમાં જીતીને સરકાર બનાવવા માટે કમર કસી લીધી છે. ત્યારે ભાજપ માટે સૌથી મોટા સમાચાર પૂર્વોત્તર રાજ્યો માંથી આવી રહ્યા છે.

પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં મોટો રાજકીય ખેલ ચાલી રહ્યો છે. રાજ્યના ટીએમસી ધારાસભ્ય એચએમ સાંગપ્લિયાંગ અને અન્ય ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જી મેઘાલયમાં છે. સાંગપ્લિયાંગ ઉપરાંત નેશનલ પીપલ્સ પાર્ટીના ફરલિન સંગમા, બેનેડિક્ટ મારક અને અપક્ષ ધારાસભ્ય સેમ્યુઅલ સંગમા પણ ભાજપમાં જોડાયા છે. મેઘાલયમાં આવતા વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા આ મોટો રાજકીય ઘટનાક્રમ થયો છે.

મમતા બેનર્જીએ મંગળવારે શિલોંગમાં TMC કાર્યકર્તાઓની રેલીને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે મેઘાલય અને પૂર્વોત્તર રાજ્યોની અવગણના કરી છે. તેમણે કહ્યું હતું કે અમે મેઘાલયનું ધ્યાન રાખીશું. TMC ઈચ્છે છે કે મેઘાલયની ધરતીના પુત્રો રાજ્ય પર શાસન કરે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારે મેઘાલય અને અન્ય પૂર્વોત્તર રાજ્યોની સંપૂર્ણ ઉપેક્ષા કરી છે. અમે સુનિશ્ચિત કરીશું કે અમે પરિવર્તન લાવીશું અને પહાડી રાજ્યોમાં સમૃદ્ધિ લાવીશું.

સાંગપ્લિયાંગ, ફાર્લિન સંગમા અને બેનેડિક મારકે ગયા મહિને વિધાનસભા અધ્યક્ષ મેટબાહ લિંગદોહને તેમના રાજીનામા સુપરત કર્યા હતા. હવે ત્રણેય ભાજપમાં જોડાયા છે. ભાજપ પણ રાજ્યમાં એનપીપીના નેતૃત્વવાળી સરકારનો ભાગ છે. આ ધારાસભ્યોના રાજીનામા બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ પોતાના પક્ષમાંથી રાજીનામું આપી ચુક્યા છે અને ભાજપમાં જોડાઈ શકે છે. રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી યોજાશે. જણાવી દઈએ કે મમતા બેનર્જી હાલમાં મેઘાલયના પ્રવાસ પર છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!