ક્લિવલેન્ડમાં ઘરેલું મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેના એજન્ડા પર કોઈ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો ન હતા. પરંતુ ભારત અને અન્ય દેશોનો ઉલ્લેખ આ ચર્ચાને આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં લઈ ગયો. જોકે ટ્રમ્પે આ અગાઉ ભારતને કોવિડ -19 ટેસ્ટિંગમાં બીજો શ્રેષ્ઠ દેશ ગણાવ્યો હતો.
ફોટો સોશિયલ મીડિયા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારતે કોવિડ -19 માં થયેલા મૃત્યુ અંગે યોગ્ય આંકડા આપ્યા નથી અને તે માહોલને વધુ ખરાબ બનાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત પર્યાવરણને પણ પ્રદૂષિત કરી રહ્યું છે. તેમની અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન વચ્ચે મંગળવારે રાત્રે થયેલી પહેલી ચર્ચા દરમિયાન, બંનેએ મહામારીના લીધે થયેલા મોત વિશે વિગતવાર વાત કરી અને એકબીજા પર નિશાન સાધ્યું હતું.
ફોટો સોશિયલ મીડિયા
આ ચર્ચા દરમિયાન બિડેને કહ્યું હતું કે યુ.એસ. માં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા 2 લાખ લોકો વૈશ્વિક મૃત્યુના 20 ટકા (10 લાખ)લોકો છે, જ્યારે યુ.એસ.ની વસ્તી વિશ્વમાં માત્ર 4 ટકા જ છે. ટ્રમ્પે આના પર પલટવાર કરતા કહ્યું હતું કે, “જો તમે સંખ્યા વિશે વાત કરો છો, તો શું તમે જાણો છો કે ચીનમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે? રશિયામાં કેટલા લોકોના મોત થયા છે? ભારતમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા? આ વિશે તમને ખબર નથી.તે તમને સાચા આંકડા આપતા નથી. “
ફોટો સોશિયલ મીડિયા
આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે આ મહામારીએ ચીનની ભૂલ છે, પરંતુ બિડેન, ટ્રમ્પને દોષી ગણાવવા માટે ચીનની ભૂમિકાનો ઉપયોગ કરવા માગે છે. આ ચર્ચામાં, જ્યારે જળવાયું પરિવર્તન અને પેરિસ જળવાયું પરિવર્તનના મુદ્દા ઉઠ્યા, જેનાથી ટ્રમ્પે યુએસને અલગ કરી દીધું હતું, ત્યારે તેમણે કહ્યું કે, “ચીન હવામાં અસલી ગંદકી મોકલે છે. રશિયા કરે છે. ભારત કરે છે.”
ફોટો સોશિયલ મીડિયા
જૉ બીડને ચર્ચા દરમિયાન એવા દેશોનું નામ લીધું જે પર્યાવરણીય એજન્ડાનું પાલન નથી કરતા.તેમણે બ્રાઝિલને ચેતવણી આપી કે જો તે જંગલોનો નાશ કરવાનું ચાલુ રાખશે તો “પછી તેમણે મહત્વપૂર્ણ આર્થિક પરિણામો ભોગવવા પડશે”.
ફોટો સોશિયલ મીડિયા
ક્લિવલેન્ડમાં થયેલી આ પ્રથમ ચર્ચા ઘરેલું મુદ્દાઓ વિશે હતી અને એજન્ડામાં કોઈ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો નહોતા. ભારત અને અન્ય બે દેશોનો ઉલ્લેખ તેને આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં લઈ ગયો. જો કે, આ પહેલા ટ્રમ્પે તેમની ન્યૂઝ કોન્ફરન્સમાં ભારત દ્વારા રેકોર્ડ કોવિડ -19 નું ટેસ્ટિંગ કરવા બદલ તેને વિશ્વનો બીજો શ્રેષ્ઠ દેશ ગણાવ્યો હતો અને માત્ર યુ.એસ.ને જ તેનાથી આગળ બતાવ્યો હતો.