મહારાષ્ટ્રમાં ચૂંટણી પુરી થયા બાદ નાટકીય રીતે ભાજપની સરકાર અજિત પવારના સમર્થનથી સત્તામાં આવી અને 72 કલાકમાં જ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે રાજીનામું આપ્યું હતું અને એક કલાક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામુ આપી દીધું હતું. આ સરકાર માત્ર. 72 કલાકમાં જ પડી ગઈ હતી. કરણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે 24 કલાકમાં ફ્લોરટેસ્ટ કરવો જેમાં ભાજપ પાસે બહુમતી નોહતી અને સરકાર પડી ગઈ ત્યારબાદ ૨૮ નવેમ્બરે મહા વિકાસ આઘાડીનો શપથ સમારંભ યોજાયો જેમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને એનસીપી કોંગ્રેસના બે બે નેતાઓએ કેબિનેટ મિનિસ્ટરના શપથ લીધા.
મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલીઓ વધવા લાગશે એ નક્કી છે. યેન કેન પ્રકારે ભાજપ આ ગઢબંધનને તોડવાના અને સરકાર ડગમગાવવાના પ્રયત્નો કરી શકે છે. ચૂંટણી પહેલા ઇડી દ્વારા એનસીપી નેતા શરદ પવારને સાધવાના પ્રયત્નો કર્યા હતાં પરંતુ શરદ પવારે આ વાતાવરણ ભાજપ તરફી બને એ પહેલાં પોતાના પાસા નાખીને આખું ટેબલ ફેરવી નાખ્યું હતું અને લોકોની લાગણી મેળવીને ગઈ વખતે જે 44 સીટો હતી તેના કરતાં 10 સીટો વધારે એમ 54 સીટ મેળવી હતી. જે ભાજપ માટે નુકશાનીનું પગલું હતું.
એટલે ભાજપ હવે શરદ પવારને હાથ અડાડવાની તો હિંમત કરશે જ નહીં, તો આ મહાયુતિમાં બચી કોંગ્રેસ તો મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ સામે ઇડી દ્વારા તાપસ ચાલુ કરીને સરકાર ડગમગાવવાના પ્રયત્નો કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ પહેલા જ એક સમાચાર વાઇરલ થઈ ગયા હતા કે ઇડી દ્વારા આદર્શ કૌભાંડમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં કેટલાય સમયથી ધીમી તપાસ થઈ રહી છે અથવાતો તપાસ હાલ બંધ છે. જોકે હવે આ તપાસ ફરી શરૂ થાય તો નવાઈ નથી! દરેક રાજ્યોમાં અને હાલ દેશમાં પણ જોઈ રહ્યા છો તેમ ઇડી અને સીબીઆઈનો ઉપયોગ રાજકીય બદલો લેવા માટે થાય છે અને દરેક રાજકીય પાર્ટીઓ તે કરે જ છે.
શપથ ગ્રહણ સમારોહ પહેલા એવા સમાચાર વાઇરલ થયાં હતાં કે ઇડી દ્વારા આદર્શ મામલે તપાસ ઝડપી કરી નાખી છે. પરંતુ ઇડી દ્વારા હાલમાં આ બાબતે નિવેદ જાહેર કરવામાં આવ્યું છે કે, આ બાબતે હાલ કોઈ તપાસ થઈ નથી. પ્રવર્તન નિર્દેશલયે મીડિયામાં આવેલી ખબરને નિરાધાર જણાવી હતી. જેતે સમયે આ બાબતે રાજ્યપાલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ સામે કેસ ચલાવવાની અનુમતિ આપી હતી જે બાદમાં હાઇકોર્ટે આ બાબતે પૂર્વ મુખ્યમંત્રીની સામે કેસ ચલાવવા માટેના રાજ્યપાલના આદેશને રદ કરી દીધો હતો. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષાના કારણો આગળ ધરીને આ આદર્શ સોસાયટીનો કબજો સેનાને લઇ લેવા કહી દીધો હતો.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે યુતી તૂટ્યા બાદ ભાજપ સૌથી મોટું દળ હોવા છતાં વિપક્ષમાં બેસવા મજબૂર બની ગયું છે. મહારાષ્ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સરકાર આવી ગઈ છે. બસ હવે ભાજપ માટે ખરી મુશ્કેલી શરૂ થશે જેમાં વિધાનસભાની 26 સીટો પર રહેલ એમએલસીનો કાર્યકાળ વર્ષ 2020માં પૂરો થઈ રહ્યો છે. બીજેપીને આ સીટો પર મોટું નુકશાન થઈ શકે છે. આવનારી લોકલ બોડી ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફટકો પડશે. હવે કોંગ્રેસ એનસીપી શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં ભાજપને કાઢવાનો કારશો રચી નાખશે જેમાં ધીમે ધીમે વિધાનપરિષદ બાદ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી શરૂઆત કરશે.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસ હવે વધારે આક્રમકતાથી ભાજપ સમક્ષ પ્રચાર કરશે અને ભાજપનો મહારાષ્ટ્રમાંથી એકડો કાઢવાનો સંપૂર્ણ પ્લાન ભેગા મળીને રચી નાખશે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે. હવે શિવસેના મરાઠી માનુસ અને મી મરાઠા લઈને ભાજપ વિરુદ્ધ એક આંદોલન ઉભું કરશે જે ભાજપ માટે નુકશાન કરતાં સાબિત થશે. ખરી મુશ્કેલી હવે શરૂ થશે જ્યારે મહારાષ્ટ્રની લોકલ પાર્ટીઓ સાથે આવીને ભાજપના ખેલ ઊંધા પાડશે. માટે આમ જોવા જઈએ તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ સૌથી વધારે મુશ્કેલી ભાજપ અને કોંગ્રેસ બંનેને થશે. પરંતુ સૌથી મોટું નુકસાન ભાજપને છે એ નક્કી છે.
- આ પણ વાંચો…
- ફડણવીસ સરકાર પાડવામાં અને અજિત પવારને પાછા લાવવામાં શરદ પવાર ની નહીં પણ આ વ્યક્તિની છે મોટી ભૂમિકા! જાણો!
- શરદ પવાર નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અમિત શાહ પવારની આ ફેંકેલી જાળમાં ફસાઈ ગયા! જાણો!
- મહારાષ્ટ્રમાં અમિત શાહને માત આપ્યા બાદ શરદ પવાર આ કામ કરશે! જાણો!
- ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા તો ભાજપ માટે મહામુસીબત! ભાજપને અહીં પણ પડશે મોટો ફટકો! જાણો!