BusinessGujaratIndia

મોદી સરકાર માં બેરોજગારી આસમાને, 6 વર્ષમાં 90લાખ નોકરીઓ ગઈ, જાણો ગુજરાતની પરિસ્થિતિ

મોદી સરકાર ભલે ગમે તેટલા દાવા કરે પરંતુ દેશના યુવાનોને શોધવા પર પણ નોકરીઓ મળી રહી નથી. હાલત એ છે કે દેશમાં બેરોજગારી દર ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. ઓકટોબરના આંકડા પ્રમાણે બેરોજગારી દર 8.5 ટકા ના આંકડાએ પહોંચી ગયો છે. કેટલાક રાજ્યોમાં બેકારીની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. છેલ્લા 6 વર્ષ એટલે કે મોદી સરકાર ના સમયગાળા દરમિયાન સૌથી વધારે બેકારી નોંધાઇ છે. મોદી સરકાર ના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

દેશમાં બેરોજગરીનો દર ત્રણ વર્ષની સૌથી ઉંચાઈ પર છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમાઇઆઈ) દ્વારા જાહેર આંકડા પ્રમાણે ગત ઓકટોબર મહિનામાં બેરોજગારી દર 8.5 ટકા રહ્યો જે ઓગસ્ટ 2016 પછી સૌથી વધારે છે. આ આંકડો આ વર્ષના સપ્ટેમ્બરમાં જાહેર થયેલા આંકડા કરતાં પણ વધારે છે. જે દેશની હાલત બતાવે છે અને દેશમાં મોદી સરકાર ની પોલ ખોલી રહ્યું છે. મોદી સરકાર ના રોજગારીના તમામ દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ આંકડાઓ.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટની તરફથી પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 6 વર્ષમાં રોજગાર મેળવતાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2011-12 અને 2017-18 ની વચ્ચે, 90 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે. ગુજરાતમાં 15 લાખ લોકો બેરોજગાર બન્યા છે. દેશના ત્રણ રાજ્યોમાં પરિસ્થિતિ સૌથી જોખમી બની છે. સીએમઆઈઇના ડેટા અનુસાર, ત્રિપુરા, હરિયાણા અને હિમાચલ પ્રદેશના લોકોને શોધ્યા બાદ પણ નોકરી મળી રહી નથી. ત્રિપુરામાં બેરોજગારીનો દર 23.3 ટકા નોંધાયો છે.

મોદી સરકાર
ફોટો: સોશિયલ મીડિયા

દેશમાં ભારે મંદી અને બેકારીનો માહોલ છે એ આ આંકડાઓ સાબિત કરે છે. સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસના જણાવ્યા મુજબ દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેરોજગારી સતત વધી રહી છે. આમાં પણ શહેરી વિસ્તારોમાં લોકોને નોકરીઓ નથી મળી રહી. આ અસર ઓટો સહિતના ઘણા ક્ષેત્રોમાં પણ જોવા મળી રહી છે. ટેક્સટાઈલ, કૃષિ, મેન્યુફેકચરિંગ, બાંધકામ અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

વારાણસી
ફોટો: સોશિયલ મીડિયા

સીએમઆઇઇ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, 2016 થી 2018 ની વચ્ચે, 1.1 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. ફેબ્રુઆરી 2019 માં બેરોજગારીનો આંકડો 7.2 ટકા પર પહોંચ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો 5.9 ટકા હતો. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે જ્યાં 40.6 કરોડ લોકો નોકરી કરતા હતા એટલે કે રોજગાર મેળવતા હતા, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં, આ આંકડો ફક્ત 40 કરોડ થઈ ગયો હતો. આ હિસાબે વર્ષ 2018 થી 2019 ની વચ્ચે, લગભગ 60 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ આંકડાઓ જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે, દેશમાં ભયંકર બેકારી અને મંદીનો માહોલ છે. આ વર્ષે મે મહિનામાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારોની સંખ્યા 7.8 ટકા રહી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 5.3 ટકા છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીના કારણે નવી નોકરીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જે હજી સ્થિર નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!