GujaratPolitics

ગુજરાત કોંગ્રેસ ને મોટો ફટકો! ફરીથી મોટું ભંગાણ! ભાજપ ને મોટો ફાયદો!

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ, ગુજરાત કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ત્રિપંખીયા જંગમાં હાલમાં આમ આદમી પાર્ટી આગળ દેખાઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીએ અત્યારસુંધી 41 કરતા વધારે ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે અને આ ઉમેદવારો ચૂંટણીની તૈયારીમાં પોત પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કામે લાગી ગયા છે. કોંગ્રેસ થોડા સમયમાં દિવાળી પહેલાં એક લિસ્ટ જાહેર કરી શકે છે અને દિવાળી બાદ અંતિમ લિસ્ટ જાહેર કરી શકે છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આ બાબતે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

બીજી તરફ ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસના કેટલાક લોકલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ધારાસભ્યની વાત કરીએ તો હર્ષદ રિબડીયા એ ગુજરાત કોંગ્રેસ માંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપ માં જોડાઈ ગયા છે અને નક્કી જ છે કે આગામી ચૂંટણી તેઓ ભાજપ માંથી જ લડશે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો સમાન છે. ભાજપ ને સૌરાષ્ટ્રમાં જબરદસ્ત ફાયદો થાય તેમ છે પરંતુ જો જનતા હર્ષદ રિબડીયા ને સાથ આપે તો. બીજી તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ ના લોકલ નેતાઓ પણ હવે કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાઈ રહ્યા છે. પહેલાં આમ આદમી ઓરતી એ ઓપરેધ ઝાડુ હાથમાં લઈને કેટલાક અસંતોષી કોંગ્રેસીઓને પોતાની પાર્ટીમાં શામેલ કરી નાખ્યા હતાં તો હવે ભાજપ માં પણ કોંગ્રેસના નેતાઓને જવાની મૌસમ આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી ઓરતી અને ભાજપ બંને કોંગ્રેસનું સંગઠન તોડી રહ્યા છે. જો કે કોંગ્રેસ ને એક ફાયદો એ થશે કે તાલુકા જિલ્લા ક્ષેત્રે નવી નેતૃત્વની લાઇન આગળ આવી શકશે. જે આગળ જતાં કોંગ્રેસને ફાયદો કરવી શકશે. બીજી તરફ ભાજપ માં ભીડ વધતાં દરેક સાથે ન્યાય કરી શકશે નહીં. પરંતુ ચૂંટણી સમયે સંગઠન તૂટતા કોંગ્રેસને ફટકો પડશે એ નક્કી છે.

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં ગુજરાત કોંગ્રેસ ને મોટો ફટકો પડયો છે એક સાથે 50 જેટલા રાજીનામાં આવી ગયા છે. કોંગ્રેસ માં હાલ એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ને ભયંકર મોટું નુકશાન ઝેલવું પડે તેમ જણાઈ આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસમાંથી એક સાથે 50થી વધુ નેતાઓએ પોતાના રાજીનામાં પ્રમુખ સમક્ષ મૂકી દીધા છે અને ટૂંક જ સમય માં આ દરેક લોકો ભાજપ માં જોડાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસમાં આ મોટું ભંગાણ ગની શકાય છે. કોંગ્રેસ માટે આ ભંગાણ મોટું ગની શકાય કારણ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પોતાને મજબૂત કરવા મથી રહી છે ત્યારે ભંગાણ પડી રહ્યું છે.

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ માંથી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સ્વાગત સમિતિના પ્રમુખ, ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ દશરથભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ, તાલુકાના પૂર્વ પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ મહેશ ચૌધરી અને સાથે જ તેમના સમર્થકો સહિત 50 જેટલા નેતાઓ કાર્યકરો હોદ્દેદારોએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ટૂંક જ સમયમાં ભાજપ સાથે રહેવાનો નિર્ણય કરી શકે છે. સમગ્ર સંગઠને કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુ આપી દેતા મોટો હડકંપ મચી જવા પામ્યો છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!