વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ જનસ્થિરતા પખવાડીયા સમાપન સમારંભ યોજવામા આવ્યો
આ વર્ષનુ સુત્ર “ઉજવળ આવતીકાલની શરુઆત કુટુંબ નિયોજન સાથ” નો પ્રચાર પ્રસાર કરીને વિશ્વ વસ્તી પખવાડીયાની ઉજવણીને સાર્થક બનાવવા નાનો પરીવાર રાખવા અનૂરોધ કર્યો હતો
અમદાવાદ જિલ્લાના નવ તાલુકાના ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તા. ૧૧મી જુલાઇ થી તા. ૨૪મી જુલાઇ સુંધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી. આજ રોજ પખવાડીયાનો સમાપન સમારંભ વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કવોલીટી એસ્યોરન્સ મેડીકલ ઓફીસર ડો.સ્વામી કાપડીયાના પ્રમુખસ્થાને સાસુ વહુ સમેલન યોજીને કરવામાં આવ્યો હતો. તેમા તાલુકા હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ પટેલ તથા મેડીકલ ઓફીસર ડો. બ્રીજેશ શાાહ તથા આયુષ મે.ઓ ડો. સતીષ સોલંકી તથા જીલ્લા આઇ.ઇ.સી. અધિકારી વિજય પંડિત તથા જિલ્લા પી.એચ.એન. નયનાબેન ચૌહાણ તથા તાલુકા આઇઇસી અધિકારી ચંદુભાઇ ઠાકોર તથા મપહેસુ આચાર્યભાઇ હાજર રહ્યાં હતા અને સાસુ વહુ સમેલનમાં નાના પરીવારના સંદેશાઓ આપ્યા હતા. આ વર્ષનુ સુત્ર “ઉજવળ આવતીકાલની શરુઆત કુટુંબ નિયોજન સાથ” નો પ્રચાર પ્રસાર કરીને વિશ્વ વસ્તી પખવાડીયાની ઉજવણીને સાર્થક બનાવવા નાનો પરીવાર રાખવા અનૂરોધ કર્યો હતો સેમીનારમાં ઘણી મોટી સંખ્યામાં મહીલાઓ હાજર રહી હતી.
લગ્નની નિયત ઉમર, લગ્નબાદ પ્રથમ બાળક તુરંત નહી, બે બાળકો વચ્ચે સુરક્ષીત અંતર રાખવા અને કુંટુબના સર્વાંગી વિકાસમાં નાના કુટુબનો ફાળો વિગેરે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. નાના પરીવારને જ અપનાવવા માટે મહીલાઓને જણાવ્યું હતું અને પુખ્ત ઉમરે જ લગ્ન કરવા અને લગ્ન બાદ પ્રથમ બાળક ત્રણ વરસ સુધી નહી અને પ્રથમ અને બીજા બાળક વચ્ચે ત્રણ વર્ષનો ગાળો રાખવા બીન કાયમી પધ્ધતિ અપનાવા માટે મહીલાઓને સમજ આપી હતી. મહીલાઓને આપવામાં આવેલા સીમીત પરીવારના સંદેશાઓને ઘરે ઘરે પહોચાડવા જણાવ્યું હતું. નાના પરીવારના લાભો બાબતે મહીલાઓને જાણકારી આપી હતી. નાના પરીવારથી સુખ અને સમૃધ્ધિ સાથે બાળકનો વિકાસ અને શિક્ષણ પણ સારી રીતે આપી શકાય તેથી નાના પરીવારને જ અપનાવવા માટે મહીલાઓને જણાવ્યું હતું. પરીવાર નિયોજનના સંદેશાઓ આપતું ધ્યાનાકર્ષક આરોગ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.