GujaratIndiaPolitics

દારૂ ડિબેટ ચરમ સીમાએ! વિજય રૂપાણી સળગતું પકડી ભરાયા!? જાણો!

દારૂ દારૂ અને દારૂ… છેલ્લા બે દિવસથી દારૂ અંગેની ડિબેટ જામી છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અને હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ગુજરાતમાં દારૂબંધીને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે જે બાદ રાજકારણ ગરમાઈ ગયું છે અથવા રાજકારણ નશાયુક્ત બની ગયું છે. ગેહલોતના આ નિવેદન બાદ કેટલાક ભાન ભૂલેલા લોકો દ્વારા રાવણ દહનના બદલે ગેહલોતનું પૂતળું બાળવામાં આવ્યું હતું!! પરંતુ આ વિવાદે આગ ત્યારે પકડી જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અશોક ગેહલોત સામે વળતો પ્રહાર કરવામાં આવ્યો.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અને હાલ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે રવિવારે ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલ ઉઠાવતાં કહ્યું કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં સૌથી વધુ દારૂ પીવાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હું ગુજરાતમાં એક વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસનો પ્રભારી હતો. અહીં છેક આઝાદીથી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂનું સૌથી વધારે સેવન થાય છે. આ મહાત્મા ગાંધીના ગુજરાતની પરિસ્થિતિ છે. જોકે અશોક ગેહલોતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં દારૂબંધી લાગુ કરવાના સમાચાર, અફવાહ વહેતા થયા છે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

અશોક ગેહલોતના આ નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત અસ્મિતાની આડ લઈને અશોક ગેહલોતના નવેદન સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. વિજય રૂપાણી દ્વારા અશોક ગેહલોતને જવાબ આપતાં જણાવ્યું કે, “અશોક ગેહલોતે અને કોંગ્રેસે આવા આરોપો માટે માફી માંગવી જોઈએ. ગુજરાતમાં પોતાના પક્ષને જિતાડી ન શક્યા હોવાથી તેઓ આવાં નિવેદનો આપે છે. રાજસ્થાનના લોકો પણ દારૂબંધીની તરફેણમાં છે પણ લોકોની લાગણીને સમજવાને બદલે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યાં છે કે ગુજરાતના દરેક ઘરમાં દારૂ પીવાય છે.”

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ વાસ્તવિકતા અલગ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ને દર વખતની જેમ સળગતું પકડવાની આદત હોય તેમ આવખતે પણ તેઓ ભૂલ કરી બેઠા. અને આ નિવેદનને ઇગ્નોર કરવાની જગ્યાએ પકડી લીધું. વાસ્તવિકતા જોવા જઈએ તો અશોક ગેહલોતની વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. ખુદ ગુજરાત સરકારના આંકડા જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું સેવન કરતાં લોકોમાં વધારો થયો છે. લોકસભા ચૂંટણી હોય કે ગુજરાત વિધાનસભા ચુંટણી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાય છે જે હકીકત છે અને તેના આંકડા ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

અશોક ગેહલોતના દારૂ ઠેર ઠેર મળે છે ના નિવેદનમાં શંકાને કોઈ સ્થાન નથી. મુખ્યમંત્રી વિજય રૂપણી દ્વારા કાયદા કડક કરવાને બદલે માત્ર નિવેદન આધારે ગરજી રહ્યા છે. વર્ષ 2019માં લોકસભા ચુંટણીના માત્ર પ્રથમ બે તબક્કા બાદ ગુજરાતમાંથી 3.69 લાખ લિટર દારૂ પકડાયો હતો જેની કિંમત આશરે રૂપિયા 10.7 કરોડ જેટલી હતી. હવે કલ્પના કરો ગુજરાતમાં વાર્ષિક કેટલા કરોડનો અને કેટલા લાખ લીટર દારૂ ગેરકાયદેસર વેચાતો હશે! મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હકીકતનો સ્વીકાર કરીને ગુજરાતમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવને બદલે ગુજરાતની અસ્મિતાની આડ લઈને રજકરણ કરી રહ્યા છે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

ચલો બીજા આંકડા જોઈએ તો તેમાં એઇમ્સના ‘નેશનલ ડ્રગ ડિપૅન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર’ના ડેટા અનુસાર ગુજરાતમાં ‘ક્યારેય’ દારૂનું સેવન કર્યું હોય તેવી વ્યક્તિની સંખ્યા કુલ વસતીના 8.1 ટકા છે. જ્યારે બિહારમાં આ ટકાવારી 7.4 છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં વર્ષ 2015થી દારૂબંધી લાગુ કરાઈ છે. બિહાર કરતાં પણ ગુજરાત આમાં મોખરે છે! જેનું મુખ્ય કારણ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનો અભાવ અને સરકાર દ્વારા કાયદાનો કડક અમલ કરાવવાની ઈચ્છા શક્તિનો અભાવ જવાબદાર છે. જો સરકાર સાચે માં દારૂબંધી કડક કરવા માંગતી હોય તો મોટર વ્હીકલ એક્ટની જેમ રાતોરાત કડક કાયદો લાવે.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

આજ વર્ષ 2019ના માર્ચ મહિનાના અંત સુધીમાં ચુંટણીપંચ દ્વારા દેશભરમાંથી 1,400 કરોડ રૂપિયાનાં દારૂ, ડ્રગ અને રોકડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી વધારે જપ્તી ગુજરાતમાંથી રૂપિયા 509 કરોડની કરાઈ હતી. મુખ્યમંત્રી પાસે આ અંગે કોઈ જવાબ હોય તો જણાવે! કાયદો નબળો છે એ હકીકત છે અને તેને કડક બનાવવો એ સરકારનું કામ છે. રાતોરાત મોટરવ્હીકલ એક્ટમાં સુધારો કરીને અંધાધૂંધ તોતિંગ અને મસમોટા દંડ સાથે લાગુ કરી શકાય તો દારૂબંધી અંગે કડક કાયદો કેમ ના ઘડી શકાય!?

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

વર્ષ 2009ની એ ગોઝારી ઘટના તો યાદ જ હશે! વર્ષ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો જે ઘટનામાં એક સાથે 136 લોકોનાં મૃત્યુ થયાં હતાં! એક સાથે કેટલાય પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. જે ગુજરાતના અને અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી અને ગોઝારી ઘટના હતી જેમાં લઠ્ઠાના સેવન બાદ એક સાથે 136 જેટલા આમ નાગરિકોના મોત થયા હોય. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી કડક બનવવાના પ્રયત્નો થયાં હતાં. પરંતુ અસરકારક નીવડ્યા નહીં. સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2012થી 2014 દરમિયાન ગેરકાયદે દારૂએ રાજ્યમાં 177 લોકોનો ભોગ લીધો હતો.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાતમાં હાઈકોર્ટમાં વકીલાત કરતા બંદિશ સોપારકર દ્વારા વર્ષ 2018માં કરાયેલી એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 2011થી 2017 દરમિયાન કાયદેસર દારૂનું વેચાણ 6 ગણું વધ્યું હતું. આરટીઆઈમાં અપાયેલી માહિતી અનુસાર સુરત, અમદાવાદ, વડોદરા અને કચ્છમાં અનુક્રમે સૌથી વધુ કાયદેસર દારૂનું વેચાણ થયું હતું. મતલબ ગેરકાયદેસરની સાથે સાથે ગુજરાતમાં પરમીટ એટલે કે કાયદેસરના દારૂના સેવનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મતલબ સ્પષ્ટ છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વાત માત્ર નામની જ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!