GujaratPolitics

વિજય રૂપાણી ભરાયા ગુસ્સે! મોકો મળતાં જ ઝાટકી નાખ્યા! ગુજરાતમાં રાજકીય ઘમાસાણ!

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સરકારના સમાજ કલ્યાણ મંત્રીના નિવેદન બાદ દિલ્લી કરતાં ગુજરાતમાં રાજકારણ વધારે ગરમાઈ ગયું છે. દિલ્લી સરકાર માં મંત્રી એવા રાજેન્દ્ર પાલ ગૌતમે કોન્ટેવર્સીયલ સ્ટેટમેન્ટ આપ્યું ચગે જે બાદ સમગ્ર દેશમાં અકમ આદમી વિરુદ્ધ લોક લાગણી ઉભરી આવી છે. દિલ્લીઆપ સરકારના મંત્રી ના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય વાતાવરણ સૌથી વધારે તંગ બન્યું છે. મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓ વિરૂદ્ધ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે જેની સૌથી વધારે અસર ગુજરાતમાં થઈ છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

દિલ્લી સરકારના મંત્રીએ નિવેદન આપ્યું દિલ્હીમાં અને તેનો સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં. ગુજરાતમાં મંત્રી તો ઠીક કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. આ પોસ્ટર વોર માં હવે નેતાઓ પોતાની ભડાશ કાઢી રહ્યા છે. જીતુ વાઘાણી સહિતના નેતાઓ કેજરીવાલ ને ઘેરી રહ્યા છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પાછળ નથી. તેમણે પણ આમ આદમી પાર્ટી અને કેજરીવાલને મોકો મળ્યો બરાબરના ઝાટકી નાખ્યા છે. કેજરીવાલ સરકારના મંત્રીના નિવેદનને રાજકીય મોકો બનાઈ ને ભાજપ કેજરીવાલ ને ટાર્ગેટ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જબરદસ્ત ગુસ્સે ભરાયા છે અને મોકો મળતાં જ કેજરીવાલ ને ઘેરી ને આડે હાથ લીધા છે. વિજય રૂપાણી એ જણાવ્યું કે, ગુજરાતની જનતાના કેજરીવાલ એન્ડ કંપનીના ગાભા છોતરા કાઢી નાખશે. જો કે આપ સરકારના મંત્રીના નિવેદન બાદ સમગ્ર દેશમાં આપની ફજેતી થઈ રહી છે. જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કરતા હાલમાં સૌથી સક્રિય આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી દ્વારા જબરદસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે ચારે બાજુ કાર્યકરોમાં ઉત્સાહ અને જોશ છે પરંતુ આપ સરકારના નિવેદન બાદ કાર્યકરોમાં એક અલગ લાગણી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ત્રિપંખીયા જંગમાં હાલમાં આમ આદમી પાર્ટી આગળ દેખાઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીએ અત્યારસુંધી 41 જેટલા ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે અને આ ઉમેદવારો ચૂંટણીની તૈયારીમાં પોત પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કામે લાગી ગયા છે. જે ઉત્સાહમાં અને જોશમાં આ કાંડ બાદ કમી આવી શકે છે. ભાજપ આ મુદ્દાને ચૂંટણી લક્ષી મુદ્દો બનાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આપ માટે આ મોટી મુશ્કેલી સાબિત થશે.

પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં ચારે બાજુ કેજરીવાલ વિરુદ્ધના અને કેજરીવાલ હિન્દૂ ધર્મ વિરુદ્ધના પોસ્ટરો લાગી ગયા છે. કેજરીવાલ દવકર ગુજરાતમાં જે હવા બનાવવામાં આવી હતી તે હવાને ભાજપ હવા હવા કરી નાખવાના મૂડમાં દેખાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટરો લાગી ગયા છે. ભાજપ એક મુદ્દે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ઘેરી ને કેજરીવાલ આમ આદમી પાર્ટી વિરુદ્ધ રાજકીય માહોલ તૈયાર કરી રહ્યું છે પરંતુ જોવાનું એ છે કે ભાજપ કેજરીવાલ સામે આ દાવ સફળતાપૂર્વક પાર પાડી શકશે કે નહીં!!

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!