GujaratPolitics

કોણ હાર્દિક પટેલ? પૂછનાર સીઆર પાટીલને 13 દિવસમાં જ હાર્દિકે બતાવ્યું પાણી.

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ થોડા સમય પહેલા જ ભાજપ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. થોડા સમય પહેલા એટલે કે 13 દિવસ પહેલાં તા. ૨૧ ઓગસ્ટે તેમણે એક પત્રકાર પરિષદમાં કોઈ સવાલના બદલામાં સવાલ કરતાં કહ્યું હતું કે કોણ હાર્દિક અને ત્યાં જ રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવી ગયો હતો. ભાજપના કાર્યકરો દ્વારા પણ ગેલમાં આવીને સીઆર પાટીલ ના આ નિવેદનને જોરશોથી ફેરવતા હતાં. આ તમામ બાબતે હાર્દિક પટેલ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નોહતી. પરંતુ હાર્દિક પટેલ દ્વારા પોતાની આગવી સ્ટાઈલમાં પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ 13 દિવસ પહેલા સીઆર પાટીલના સવાલનો જવાબ બોલીને નહીં પરંતુ કરીને આપવાના હતાં એ નક્કી હતું. હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી ના ગઢમાં જ ઊલટી ગંગા વહેવાડાવી એટલે કે પહેલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જતાં હતાં પરંતુ હાર્દિક પટેલે ભાજપના કોર્પોરેટરને કોંગ્રેસમાં જોડીને ભાજપ સહિત કેટલાયને હક્કાબક્કા રાખી દીધા હતાં. તેમજ 21 ઓગસ્ટે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ ભાજપના ગઢમાં અને એ પણ મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું પાડીને આપ્યો કે હાર્દિક પટેલ કોણ છે!

હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપને પછાડવાની રણનીતિ બનવવામાં આવી હતી. રાજકોટ ભાજપના વર્તમાન કોર્પોરેટરને કોંગ્રેસમાં જોડીને હાર્દિક પટેલ દ્વારા ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે ભાજપ માટે આ સમાચાર અને એ પણ મુખ્યમંત્રીના હોમટાઉનથીએ ચિંતાનો વિષય બન્યો છે

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલે રાજકોટના વોર્ડ નંબરના 5ના મહિલા કોર્પોરેટર દક્ષાબહેન ભેસાણીયા, સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, NGO ચલાવતા ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને ભાજપની વિદ્યાર્થી પાંખના 9 હોદ્દેદારો સહિત30 જેટલાં કાર્યકરોને કોંગ્રેસમાં આવકાર્યા. માત્ર 13 જ દિવસમાં હાર્દિક પટેલે “હાર્દિક કોણ?” ના સવાલ સામે પોતાની મજબૂત હાજરી પુરાવીને રાજકોટ ભાજપમાં ભૂકંપ સર્જયો છે. અચાનક આવેલા ભૂકંપથી ભાજપમાં પણ સોંપો પડી ગયો છે અને ખુદ મુખ્યમંત્રી દ્વારા પણ કાર્યકરોની નિરાશા દુર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાજકોટ કોંગ્રેસના હાલના શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર પણ ભાજપમાંથી આવેલા છે અને ઘણા લાંબા સમય બાદ કોઈ કોર્પોરેટર ગજાના નેતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હોય તેવું બન્યું છે. હાલ હાર્દિક પટેલે મજબૂત હાજરી પુરાવીને ભાજપને ઊંઘતું ઝડપ્યું છે ત્યારે હવે આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો સર્જાય તો નવાઈ નહીં. બીજી તરફ ભાજપ અધ્યક્ષ પાટીલ પણ ફરીથી સૌરાષ્ટ્રના પ્રવાસે જવાનો પ્લાન બનાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આગામી 9 અને 10 તારીખે ભાજપ અધ્યક્ષ ફરીથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં યાત્રા કરશે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!