India

કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. અમેરિકા, ચીન, ભારત, સ્પેન, જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં કોરોનાએ સૌથી વધારે વિનાશ નોતર્યો છે. ત્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો આ ભયંકર જીવલેણ વાયરસની દવા શોધી શક્યા નથી. સમગ્ર વિશ્વ આ વાયરસનો પ્રકોપ ઝીલી રહ્યું છે. પરંતુ હજી સુધી આ વાયરસનો કોઈ તોડ કે તેની કોઈપણ રસી દવા શોધી શકાયું નથી. ત્યારે પતંજલી આયુર્વેદના વડા અને યોગગુરૂ બાબા રામદેવ જે ઘણી વાર કોરોના સામેની દવા શોધવાની વાત કરી ચુક્યા હતા તેમણે મંગળવારે પ્રેસવાર્તા સંબોધીને કોરોના વાઈરસથી બચવા માટેની કોરોનીલ દવા તૈયાર થઈ હોવાનો દાવો કર્યો હતો.

પતંજલી આયુર્વેદના વડા અને યોગગુરૂ બાબા રામદેવે જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે લડવા માટે કોરોનીલ નામની દવા તૈયાર છે જે તેઓ લોન્ચ કરી રહ્યા છે. તેમણે આ દવા લોન્ચ કરતાં મોટો દાવો કર્યો હતો કે તેનાથી કોરોનાના દર્દી 100 ટકા સાજા થઈ જાય છે. યોગગુરુ બાબા રામદેવના આ દાવાથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી. મોદી સરકાર ઉચીનીચી થઈ ગઈ હતી અને આ દવા બાબતે જાણકારી ભેગી કરવા માટે આયુષ મંત્રાલયને આદેશો આપવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

કોરોનીલ, coronil
ફોટો સોશિયલ મીડિયા

યોગગુરુ બાબા રામદેવના ધડાકા બાદ હરકતમાં આવેલા આયુષ મંત્રાલયે ધડાધડ નિર્ણય લઈને સાંજ સુધીમાં જ પતંજલીને કોરોનીલ નો પ્રચાર અને પ્રસાર રોકવા માટે નિર્દેશ આપી દીધા હતા. આયુષ મંત્રાલયે પતંજલીને પ્રચાર પ્રસારના તમામ કામ અટકાવી દેવા જણાવ્યું હતું તેમજ કોરોનીલ સંબંધે ડિટેલ મંગાવી હતી. આયુષ મંત્રાલયે પતંજલિના દાવા કોરોનીલ કોરોના દર્દીઓને 100ટાકા સાજા કરવામાં મદદ કરતા દાવાની ચકાસણી ન થાય ત્યાં સુધી 1954ના કાયદા હેઠળ કોરોનીલ ની જાહેરાતો અને પ્રચાર અટકાવી દેવા પતંજલિને આદેશ આપ્યો હતો.

યોગગુરુ બાબા રામદેવના આયુર્વેદ સંસ્થાન પતંજલિની એન્ટી કોરોના ટેબલેટ કોરોનીલ ની બાબતમાં આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દાવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસ વગેરેની તેમની પાસે કોઈ માહિતી નથી. અને તેઓ માહિતી મેળવી રહ્યા છે. હકીકતમાં આયુષ મંત્રાલય આયુર્વેદિક દવા, ઔષધી વગેરે બાબતો પર સંશોધન કરે છે તેમજ દેશમાં કોઈપણ રોગ માટેની દવાઓ તેમજ હાલમાં ફાટીનીકળેલી કોરોનાની મહામારી માટે દવા બનાવવા કંપનીઓએ સરકારના આયુષ મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડે છે. મંજૂરી મળ્યા બાદ જ કોઈ કંપની કોઈ રોગ અંગે દવા બનાવી શકે છે જેની સંપુર્ણ ચકાસણી થાય પછી જ લોકો માટે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

વધુ આગળ કાર્યવાહી કરવાની સાથે આયુષ્યમંત્રાલયે યોગગુરુ બાબા રામદેવની આયુર્વેદિક સંસ્થા પતંજલિને આપવામાં આવેલી મંજૂરી બાબતે ઉત્તરાખંડ સરકાર સંબંધિત લાઈસન્સિંગ ઓથોરિટી પાસેથી આ ઉત્પાદનની મંજૂરીની નકલ પણ માગી છે. ક્યારે મંજૂરી મળી છે જે કાયદેસરની છે કે કેમ વગેરે પાસાઓની તપાસ કરવા માટે આયુષ મંત્રાલય કામે લાગી ગયું છે. આ દવા બાબતે બાબા રામદેવે જણાવ્યું હતું કે, કોરોનામાં કોરોનીલ અકસીર સાબિત થઈ શકે છે, કોરોનીલ મારફત કોરોનાના દર્દીઓ સાજા થઈ શકશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલમાં તેના 100 ટકા સફળ પરિણામો મળ્યા છે. જે બાદ આયુષ મંત્રાલય હરકતમાં આવી ગયું છે.

બાબા રામદેવે પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે, કોરોનીલ શ્વાસોચ્છ્વાસની સિસ્ટમમાં કોઈ વાઈરસ હોય તો તેનો નાશ કરે છે. તેમજ આ દવા સંપૂર્ણ આયુર્વેદિક છે જેમાં ગિલોય, તુલસી અને અશ્વગંધા છે જે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. આ સિવાય અણુ તેલ નાકમાં નાંખવાથી આપણી શ્વાસોચ્છ્વાસની સિસ્ટમમાં કોઈ વાઈરસ હોય તો તેનો નાશ થાય છે. સાથે જ શ્વસારી આપણી શ્વાસોચ્છ્વાસની સિસ્ટમને મજબૂત કરે છે. બાબા ના ધડાધડ દાવા બાદ આયુષ મંત્રાલય હરકતમાં આવી ગયું હતું અને દવાની ચકાસણી ના થાય ત્યાં સુંધી તેનો પ્રચાર પ્રસાર અને વેચાણ પર રોક લગાવવા માટે જણાવ્યું હતું. તેમજ બિહારમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પર ફરિયાદ કરવામાં આવી છે.

આ દવા ક્યાં બની અને કોણે બનાવી તે બાબતે જણાવતા યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું હતું કે, આ દવા પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ અને જયપુર સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સે સાથે મળીને બનાવી છે. તેમજ હાલમાં કોરોનીલનું ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. બાબાના કોરોનાની દવા બનાવ્યાના ધડાકા બાદ સરકાર હચમચી ગઈ હતી અને સરકારનું આયુષ મંત્રાલય જાગી ગયું હતું અને દવા બાબતે વધારે માહિતી અને ચકાસણી કરવા માટે ના કામે લાગી ગયું છે. હાલ તો સરકારી ફરમાન ના આધારે આ દવાના પ્રચાર પ્રસાર પર રોક લગાવવામાં આવી છે. આગળ જોઈએ આયુષ મંત્રાલય કોરોનીલ બાબતે શું રિપોર્ટ આપે છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!