પીએમ મોદી દ્વારા ૩જી એપ્રિલ ના રોજ સવારે એક વીડિયો મેસેજ દ્વાર દેશની જનતા ને નામ સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, આવતી 5 એપ્રિલ ના રોજ રાત્રે નવ વાગે ઘરની તમામ લાઈટ બંધ કરીને ઘરના ઉંમરે કે બાલ્કનીમાં દીવો, મીણબત્તી કે ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરવી. પ્રધાનમંત્રી દ્વારા એ પણ કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કોઈએ બહાર નીકળવું નહીં, ભીડ ટોળા કરવા નહિ તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું ચુસ્ત પણે પાલન કરવું. અને આ શબ્દો ફરીથી તેમણે રિપીટ કર્યા હતાં. પરંતુ શું તમે જાણો છો કે પ્રધાનમંત્રી મોદી દ્વારા કેમ આ કામ માટે આજે એટલે કે 5મી એપ્રિલનો દિવસ પસંદ કર્યો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ તારીખે સવારે 9 વાગે એક વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને ખૂબ જ મહત્વપૂર્ણ અપીલ કરી હતી. 5 એપ્રિલ ના રોજ ઘરની બધી લાઈટો બંધ રાખીને ઘણા દરવાજે કે બાલ્કનીમાં દીવો, મીણબત્તી, ટોર્ચ લાઈટ કે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ કરવા કહ્યું હતું. પીએમ મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે તે કોરોના સંકટથી સર્જાયેલા અંધકારને હરાવી શકે છે. પરંતુ શું તમને ખબર છે કે પ્રધાનમંત્રી મોદીએ આવું કરવા માટે આજનો દિવસ એટલે કે ૫ એપ્રિલને જ કેમ પસંદ કરી? હકીકતમાં ભારતના ઇતિહાસમાં આજના દિવસે કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ થઇ હતી અને ભારતના ઇતિહાસમાં આજના દિવસને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. આવો જાણીએ આજના દિવસનું મહત્વ.
મહાત્મા ગાંધી 5 એપ્રિલ ના રોજ દાંડી પહોચ્યા હતા
ભારતના ઈતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓમાં મહાત્મા ગાંધીની દાંડી યાત્રાને એક મહત્વની ઘટના માનવામાં આવે છે. મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા માટે દમનકારી નમક કાનુન એટલે કે ચપટી મીઠાનો સત્યાગ્રહ કરવા માટે દાંડી યાત્રા કરી હતી. એ ઐતિહાસિક દિવસ 5 એપ્રિલ હતો જયારે મહાત્મા ગાંધી દાંડી પહોચ્યા હતા. દાંડી માર્ચ અથવા ચપટી મીઠાનો સત્યાગ્રહ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં એક અહિંસક અંદોલન હતું જેને લોકો તરફથી મોટી સંખ્યામાં સમર્થન મળ્યું હતું. એટલું જ નહિ દુનીભરમાં આ ચપટી મીઠાનો સત્યાગ્રહ ચર્ચિત બન્યું હતું. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં દાંડી માર્ચ એ ખુબજ મહત્વનું પગલું ગણવામાં આવે છે.
5 એપ્રિલ ના રોજ ભારતીય શીપ મુંબઈથી બ્રિટેન યાત્રા પર પહેલીવાર ગયું હતું
દર વર્ષે ભારતમાં 5 એપ્રિલ ને નેશનલ મેરીટાઈમ ડે ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દીવાને ભારત માટે એક ખાસ અને મહત્વનો દિવસ માનવામાં આવે છે. કારણ કે, 5 એપ્રિલ 1919 ના રોજ પહેલી ભારતીય શીપ મુંબઈ થી બ્રિટન યાત્રા પણ રવાના થઇ હતી. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું 5940 ટનનું જહાજ લિબર્ટી પોતાની પ્રથમ યાત્રા પર રવાના થયું હતું. તે જહાજ ઇંગ્લેન્ડની યાત્રા પર રવાના થયું હતું. ભારતીય શિપિંગના ઇતિહાસમાં તે એક મહત્વપૂર્ણ ઘટના હતી કારણ કે તે સમયે દરિયાઇ માર્ગો પર બ્રિટીશરોનો કબજો હતો. આજ તારીખે એટલે કે 5 એપ્રિલે 1979 માં મુંબઇમાં દેશનું પહેલું નૌકા સંગ્રહાલય ખુલ્યું હતું.
બાબુ જગજીવન રામનો જન્મ 5 એપ્રિલના રોજ થયો હતો
બાબુ જગજીવન રામનો જન્મ 5 એપ્રિલ 1908 ના રોજ થયો હતો. તેમનો સળંગ 50 વર્ષ સુંધી સાંસદ રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. તેઓ 1936 થી 1986 દરમિયાન સળંગ સાંસદ રહ્યા હતા. બાબુ જગજીવન રામ એ લોકો માંથી હતા જે સામાજિક ન્યાય માટે લડત લડતા હતા. વર્ષ 1935 માં, તેઓએ ઓલ ઇન્ડિયન ડિપ્રેસ્ડ ક્લાસીસ લીગની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ સંગઠને દલિતોને સમાન અધિકાર આપવા અને તેમના કલ્યાણ માટે કામ કર્યું હતું. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
- આ પણ વાંચો
- ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!
- કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો
- ફાંકા ફોજદાર જગત જમાદાર અમેરિકા માં ચીન ઈટલી કરતાં હાલત ભયાનક! જાણો!
- કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
- કોરોના સામેની લડાઈમાં અમદાવાદમાં અનોખી પહેલ! અમદાવાદીઓ મેદાને!
- પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
- કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
- કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ