IndiaPolitics

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેના ના જ બનશે પરંતુ એક વાતનો વસવસો ઉદ્ધવ ઠાકરેને આખી જિંદગી રહશે! જાણો.

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા શિવસેના ને વધારે સમય ના આપવામાં આવ્યા બાદ એનસીપી શરદ પવાર ને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આખરે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્હ્યારીના રિપોર્ટની ભલામણનો સ્વિકાર કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ શાશન વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સાથે સાથે એનસીપી કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના દ્વારા વાટાઘાટો ચાલુ જ છે ટૂંક સમયમાં જાહેરાત પણ થઈ જશે. શિવસેનાના નેતા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર શિવસેનાની બનશે અને મુખ્યમંત્રી પણ શિવસેનાના જ હશે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

એનસીપી અને કોંગ્રેસ સાથે બેઠક બાદ શિવસેના સરકાર બનાવશે એ હવે લગભગ લગભગ નક્કી થઈ ગયું છે. અને મુખ્યમંત્રી પણ શિવસેનાના જ હશે એ પણ એનસીપીએ જાહેર કરી દીધું છે. આ ઉપરાંત ત્રણેય પાર્ટીઓ દ્વારા કોમાં મિનિમમ પ્રોગ્રામ બાબતે પણ સહમતી સધાઈ ચુકી છે એટલે સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. આજે એનસીપીની કોર કમિટીની બેઠક પણ યોજાવા જઇ રહી છે. આ બાબતે આજે શરદ પવાર અને સોનિયા ગાંધીની બેઠક પણ યોજાવાની છે. તે જોતા આજ કાલમાં મહારાષ્ટ્રમાં સરકાર બની શકે છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

તો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાના પ્રયાસો સફળ થતા તો દેખાઇ તો રહ્યા છે તેમાં બે મત નથી શિવસેના ને કોંગ્રેસ અને એનસીપી પણ કોમન મિનિમમ પ્રોગ્રામની શરતે સમર્થન આપવા તૈયાર થયા છે બાબતે સહમતી સધાઈ જતા સરકાર બનાવવાની જાહેરાત થઈ શકે છે. સરકાર બનશે અને મુખ્યમંત્રી પણ શિવસેના જ બનાવશે એટલે કે શિવસેના ની ઇચ્છા પણ પરિપૂર્ણ થશે. જે બાબતે ઉદ્ધવ ઠાકરે દ્વારા બાલાસાહેબ ઠાકરેને વચન આપેલું કે મહારાષ્ટ્રમાં એક દિવસ શિવસેનાનો મુખ્યમંત્રી હશે તે પૂર્ણ થશે. પરંતુ શિવસેનાની વધુ એક ઈચ્છા પૂર્ણ નહીં થાય અને તેને વસવસો રહી જશે.

બાલાસાહેબ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

આજે 17મી નવેમ્બર બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ અને આજે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર નહીં બને એ નક્કી છે જેના કારણે શિવસેનાની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. શિવસેના 17 નવેમ્બરે રાજયમાં સરકારનું નિર્માણ થાય તેમ ઈચ્છતી હતી. પરંતુ એનસીપી નેતા શરદ પવારના નિવેદનથી તે નિર્ણય પાછો ઠેલાઇ ગઈ છે. શરદ પવારે કહ્યુ હતું કે, સરકારના બનાવવામાં હજુ સમય લાગશે કોમન મિનિમમ પ્રોગ્રામ બાબતે સંપૂર્ણ સહમતી સધાય અને ત્રણેય પાર્ટી એક સહમત મિટિંગ કરે ત્યારબાદ સરકાર રચવામાં આવશે. આકે શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. જે બાદ બધું જ નક્કી થઈ જશે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકાર રચવાનું સ્પષ્ટ છે. એનસીપી કોંગ્રેસને સરકારમાં સહભાગી થવા માટે માનવી રહી છે. એક સોર્સ મુજબ કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સરકારમાં જોડાવા માટે પત્ર લખી ચુક્યા છે. તો બીજી તરફ બે ઉપ મુખ્યમંત્રીની પણ વાતો વહેતી થઈ રહી છે જે ટૂંક સમય માં જ ક્લિયર થઈ જશે તેમ લાગી રહ્યું છે. આજે મહારાષ્ટ્રમાં એનસીપી ની કોરકમિટીની બેઠક છે તો શરદ પવાર પણ દિલ્લી સોનિયા ગાંધીને મળવા જવાના છે. તેના આધારે આગામી સરકારનો ફોર્મ્યુલા નક્કી થશે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા


Related Articles

Back to top button
આજનું રાશિફળ!