IndiaWorld

World War 3 ના ભણકારા?! ભારત સિવાય આ દેશ સામે પણ જંગે ચડ્યું ચીન!

ભારત અને ચીન સરહદ વચ્ચે ધીમે ધીમે તણાવ વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ભારત અને ચાઈના વચ્ચે વાટાઘાટો ચાલતી હતી જેમાં ચીનને વાંકુ પડતાં ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમવાર રાત્રે LAC પર થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થઇ ગયા હતા. આ અથડામણમાં ચીનને પણ ભારે પણ નુકસાન ઝેલવું પડ્યું હતું. ભારતીય સૈન્ય દ્વારા પણ ચીન સમેજવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ચીનના 43 જેટલા સૈનિકોમાંથી કેટલાક ઠાર મરાયા તો કેટલાક ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોમાંથી કેટલાયના મોત થયા છે પણ ચીન આ આંકડો છુપાવી રહ્યું છે. પરંતુ હજુ પણ ચીન તેની હરકતોથી બાઝ આવી રહ્યું નથી. ગદ્દારીનો ઇતિહાસ છે ચીનનો. ભારત ચીન વચ્ચે તણાવ વધતા World War 3 ના ભણકારા વાગવા લાગ્યા છે.

ભારત, સર્જીકલ સ્ટ્રાઈક, World War 3
ફોટો: સોસીયલ મીડિયા

સોમવાર રાત્રે ભારત અને ચીન બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે સોમવારે રાત્રે ગલવાન ઘાટીની પાસે બે દેશો વચ્ચે વાતચીત બાદ બધુ સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી. આ સમગ્ર ઘટના પર ભારતીય સેનાએ નિવેદન આપ્યું હતું. સેનાએ કહ્યું હતું કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી વિસ્તારમાં અથડામણ થઇ હતી. આ ઘટનામાં ભારતના વીર 20 જવાન શહીદ થયા છે. ત્યારે આ ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે હંમેશા LACનું સમ્માન કર્યું અને ચીને પણ એવું કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલે જે થયું તેનાથી બચી શકાતું હતું. બન્ને દેશોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

World War 3, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ ચાઇનીઝ ન્યુઝપેપર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જે બાદ World War 3 ની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારત સિવાય ચીન અન્ય દેશ સાથે પણ સંઘર્ષમાં ઉતરી ગયું છે.જો આમ થશે તો મોટું યુદ્ધ થઈ શકે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે, ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાના યુદ્ધ જહાજોનો ખડકલો કારી દેવામાં આવ્યો છે જે બાદ અમેરિકાના યુદ્ધ જહાજો પણ ખડકી દેવામાં આવતાં દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકા-ચીનના યુદ્ધજહાજ આમને-સામને આવી ગયા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજો વચ્ચે સંઘર્ષ વધતાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં પણ ટકરાવ થયો છે. આ બાબતે વિશ્વના દેશમાં World War 3 અંગે ચિંતાઓ થવા લાગી છે.

World War 3
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકા તો ખુલ્લે આમ ચીન વિરોધી ભાષા બોલી રહ્યું છે જેનું મુખ્ય કારણ અમેરિકા ફેલાયેલો કોરોના વાયરસ. કોરોના વાયરસે આખાય વિશ્વમાં સૌથી વધારે તબાહી અમેરિકામાં મચાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસને ઇન્ટરનેશનલ પ્રેસવાર્તામાં ચાઇનીઝ વાયરસ સાથે સરખાવતાં મોટો વિવાદ પણ થયો હતો જેના પર ચીને આપત્તિ પણ જતાવી હતી. ચીન દ્વારા અમેરિકાને ફરી આ બાબતે નિવેદન ના આપવાની સલાહ સાથે ચેતવણી પણ આપી હતી ત્યારે બંને દેશો વચ્ચે મામલો વધારે બીચકયો હતો. બીજી તરફ ચીન દ્વારા ભારત સાથે પણ સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થઇ છે તે જોતા ગઈ કાલે સોશિયલ મીડિયા પર World War 3 ટોપ ટ્રેંડમાં ચાલી રહ્યું હતું.

World War 3
ફોટો સોશિયલ મીડિયા

ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત હંમેશાથી LAC નું સન્માન કર્યું છે અને ચીને પણ એમ જ કરવું જોઇએ. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે LAC પર સોમવારે રાતે જે થયું તેનાથી બચી શકાત. બંને દેશો વચ્ચે સૈનિકોની થયેલી અથડામણમાં બંને દેશોએ નુકસાન ઉઠાવુ પડી રહ્યું છે. તો આ બાબતે World War 3 ના ડરે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે લદ્દાખમાં એક્ચૂલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના તકરાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

World War 3
ફોટો સોશિયલ મીડિયા

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે જણાવ્યું હતું કે ભારત અને ચીન બંને દેશોએ સંયમ રાખવાની જરૂર છે. તેમણે બંને દેશોને શાંતિ અને સંયમ રાખવાની પણ અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા એરિ કનેકોએ કહ્યું કે, અમે એક્ચૂલ લાઈન ઓફ કંટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે હિંસા અને મૃત્યુના સમાચારોથી ચિંતિત છીએ. બંને પક્ષે અતિશય સંયમ રાખવાની અપીલ છે. યુએન દ્વારા આ પહેલા પણ પાકિસ્તાન સાથે તણાવ વખતે ભારત અને પાકિસ્તાનને સંયમ અને શાંતિ બનાવેલી રાખવાની અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!