GujaratPolitics

ઉડતાં પંજાબ બાદ ઝૂમતા ગુજરાત રૂપાણી સરકારની મુશ્કેલી વધી!ગરમાયુ રાજકારણ!

અશોક ગેહલોત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે દારૂ મુદડેની ફાઇટ તો બધાય જાણે જ છે. મુખ્યમંત્રી રૂપાણી સાહેબે ઉડતું તીર હાથમાં પકડીને પોતાની જાતે જ પોતાના પગ પર કુહાડી મારી હતી. બસ એજ દિવસથી કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો હતો અને સરકાર દારૂના મુદ્દે ભીંસમાં મુકાતી જાય છે. જ્યારે જ્યારે દારૂનો મુદ્દો આવે ત્યારે ત્યારે સરકારની બોલતી બંધ થઈ જાય છે. કારણ કે રૂપાણી સરકકર દારૂબંધી બાબતે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.ગુજરાત માં લાખો કરોડો રૂપિયાનો દારૂ મહિને ગુજરાત માં ઠલવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી સાહેબના રાજકોટમાં પણ દારૂની રેલમછેલ છે તો પછી ગુજરાતના બીજા શહેરોની ક્યાં વાત કરવી!

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે હકીકત છે અને વિપક્ષ પાસે હવે આ મજબૂત મુદ્દો છે જ્યાં રૂપાણી સરકાર બેકફૂટ પર અને ડિફેન્સીવ રમે છે. અશોક ગેહલોત દ્વારા પણ ગત વર્ષે આ બાબતે ચકચારી નિવેદન આપવામાં આવ્યું હતું જેના દ્વારા ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું હતું. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘરે ઘરે દારૂ પીવાય છે. જો ન મળે તો હું મારા પદ પરથી રાજીનામું આપી દઈશ. ગેહલોતના આ નિવેદન બાબતે રૂપાણી સરકારે બાંયો ચઢાઈ હતી પરંતુ હકીકતનું ભાન થતાં ધીમે ધીમે ચઢાયેલી બાંયો ઉતારી નાખી હતી. મુખ્યમંત્રી રૂપાણીની દુઃખતી રગ પકડીને વિપક્ષ સરકારને ઘેરવાના જબરદસ્ત પ્રયત્નો કરે છે. અને હવે ફરી આ બાબતે રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે.

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

હવે દારૂ બાબતે વાત માત્ર બોટલ સુંધી સિમિત નથી રહી પણ વાત હવે કન્ટેનર સુંધી પહોંચી ગઈ છે! દારૂબંધી અંગે અશોક ગેહલોતની વાતને જગદીશ ઠાકોરે ટેકો આપ્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સરકાર પર આરોપ લાગવ્યો અને કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. ખુલ્લેઆમ દારૂ મળે છે. ઉપરથી લઇ નીચે સુધી હપ્તો પહોંચે છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના કન્ટેનર આવે છે. જગદીશ ઠાકોરના નિવેદન બાદ રૂપાણી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. જે મુખ્યમંત્રી અડધી પીચ પર આવી અગ્રેસીવ રમવાની વાત કરતાં હતાં તે મુખ્યમંત્રી જગદીશ ઠાકોરના નિવેદન બાદ ડિફેન્સીવ રમવાના પ્રયત્ન કરવા લાગ્યા છે.

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

આટલે ના અટકતા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં આખું એક સ્કેન્ડલ ચાલી રહ્યું છે તમે મોબાઈલ પર માંગો એ બ્રાન્ડનો દારૂ તમને ઘરે બેઠા મળી જાય છે તેવું એક નેટવર્ક ચાલી રહ્યું છે. ઉપરથી ઈંચે સુંધી સરકારમાં બેઠેલા લોકો ખૂબ મોટા રૂપિયા બનાવી રહ્યા છે. જો દારૂનો ધંધો બંધ થાય તો તેમને મળતી આવી રકમ બંધ થઈ જાય અને રકમ એટલી મોટી છે કે તેમને સહન થાય એમ નથી. ઉડતા પંજાબ હતું તેમ ઝૂમતા ગુજરાત થઈ ગયું છે. ડ્રગ્સ અને નશીલા પદાર્થો પણ ગુજરાતમાં મોટા પાયે આવી રહ્યા છે. ગુજરાતના યુવાધનને ખતમ કરવાનું કામ થઈ રહ્યું છે એટલે સરકારને વિનંતી કરીએ કે આમાં કઈંક ગંભીર બની પરિણામ લક્ષી કામ કરે અને નશામુક્ત ગુજરાત બનાવે તેવી વિનંતી કરું છું.

ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિવિધ શહેરોમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે. એક ખાનગી ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સરકારી કચેરીઓના વિસ્તારોમાં પણ દારૂ ખુલ્લે આમ વેચાય છે તેવું બતાવી સરકારની આંખ ખોલવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હાલની જ વાત કરીએ તો કચ્છમાં દારૂની રેલમછેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં યુવાનો દારૂની રવલમછેલ મચાવી રહ્યા છે અને ત્રણ ચાર મિત્રો અન્ય મિત્રને દારૂથી નવડાવી રહ્યા છે. જોકે આ વીડિયો વાઈરલ થયાના ગણતરીના કલાકોમાં પોલીસ તાપસ હાથ ધરીને 6 જેટલા યુવાનો સામે ગુનો નોંધ્યો હતો. આ કિસ્સો કચ્છના મુંદ્રાના કાંડાગરા ગામે એક લગ્ન પ્રસંગનો હતો. આ વીડિયો વાયરલ થતા રેન્જ આઈજીએ કચ્છ એસપીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં હતા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!