GujaratIndiaPolitics

આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ની દિલ્લીમાં ધરપકડ! મોટું ઘમાસાણ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ગુજરાતની દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસરમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ એક વિવાદ માંથી માંડ માંડ બહાર આવે ત્યા અન્ય એક વિવાદ એમની રાહ જોઇને ઉભો જ હોય તેવું લાગી રહ્યું છે. હજુ એક વિવાદ સમ્યો નથી ત્યાં બીજો વિવાદ ઘેરાવાની તૈયારી કરી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રધાનમંત્રી મોદી પર કરવામાં આવેલી અસભ્ય ટિપ્પણી બાબતે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. અને ત્યાંજ તેમની પૂછપરછ બાદ દિલ્હીમાં જ તેમની ધરપકડ કરવામાં આવી છે. દિલ્લી સહિત ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે.

હજુ એક વિવાદ માંડ માંડ થોડો શાંત થયો હતો ત્યારે અન્ય એક વિવાદ દરવાજે આવીને ઉભો થઇ ગયો છે. ભાજપ નેતા દ્વારા આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો નવો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જે વીડિયો એ ગોપાલ ઇટાલિયા માટે મુશ્કેલી સર્જી છે. તૈયાર બાદ મહિલાઓને પણ સલાહ સુચન આપતો વીડિયો વાઇરલ થયો હતો હજુ એ વિવાદ તો ઉભો જ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દિલ્લીમાં ઘમસાણ માચાઈ દીધું છે. કેજરીવાલ સહિતના નેતાઓ દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષની ધરપકડ નો સખત વિરોધ નોંધાઇ ચુક્યા છે. જ્યારે કાર્યકરો રાષ્ટ્રીય મહિલા આયોગની કચેરી બહાર એકઠા થઇ રહ્યા છે.

પ્રધાનમંત્રી બાબતે અસભ્ય ટિપ્પણી બાબતે જે વીડિયો વાઇરલ થયો હતો એ વીડિયો બાબતે ભાજપ નેતાઓ સૌથી વધારે ગુસ્સામાં હતા. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના આ નિવેદનોથી ભાજપ આક્રમક બની ગયું હતું અને તેની સખત નિંદા કરી હતી. ભાજપે આ મામલે એફઆઈઆર નોંધવાની વાત કરી હતી પરંતુ આમ આદમી પાર્ટી એ આ બાબતે વધારે ધ્યાન આપ્યું નહીં. અંતે દિલ્લીમાં પૂછપરછ કરીને ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. જે બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે. ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં દિલ્લી મહિલા આયોગ કારેચી બહાર કાર્યકરો હોબાળો માચાઈ રહ્યા છે. અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ અસભ્ય ટિપ્પણી અને વિડીયોને ભાજપે ગુજરાતની અસ્મિતા સાથે જોડીને આમ આદમી પાર્ટીને ઘેરી લીધી છે. પહેલાં દિલ્લી સરકારમાં મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી સહિત કેજરીવાલને જબરદસ્ત ઘેરી હતી અને હવે ભાજપ ને આમ આદમી પાર્ટી સામે અન્ય એક મુદ્દો મળી ગયો છે. હવેઅન્ય એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયા સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હી પોલીસ દ્વારા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ બાબતે રાજ્ય સભાના સાંસદ, ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાબતે કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આજે આ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા અને તેઓને પોતાના વીડિયો બાબતે પોતાને પક્ષ રાખવા માટે દિલ્લી બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થયાં હતાં અને પ્રધાનમંત્રી મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વિરુદ્ધ અસભ્ય ભધના પ્રયોગના વીડિયો બાદ મહિલાઓને સલાહ સુચન આપતો એક અન્ય જૂનો વીડિયો પણ વાયરલ થયો છે. હવે આ બાબતે ગુજરાત સહિત દિલ્લીનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે.

ધરપકડ પહેલાં ગોપાલ ઇટાલિયા દ્વાર ટ્વિટ કરવામાં આવી હતી જે સૂચક છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. ગોપાલ ઇટાલિયાની ટ્વિટ બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ટ્વીટનો જવાબ આપવામાં આવ્યો હતો જેમાં તેમણે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!